SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન અમારી ગ્રંથમાળાના મુખ્ય પ્રેરક પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ દિવંગત મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજે પ્રસ્તુત જ્યોતિષ્કરંડક ગ્રંથની પ્રાકૃત ભાષામાં રચાયેલ સંક્ષિપ્તવૃત્તિ (ટિપ્પનક)ને સંશોધિત કરેલ છે. આ કાર્ય પૂર્ણ કર્યા પછી એકાદ વર્ષના અંતરે તેઓશ્રીનું દેહાવસાન થયું. તેમણે સ્વહસ્તે લખેલ પ્રસ્તુત ગ્રંથની મુદ્રણયોગ્ય નકલને પ્રકાશિત કરવા માટે, તેમના દેહાવસાન પછી જેમણે અમારી જૈન આગમ ગ્રંથમાળાના પ્રકાશનોની જવાબદારી સ્વીકારીને અમને ચિંતામુક્ત કર્યા છે તે સમગ્ર ભારતીય દર્શનોના તથા જૈન આગમગ્રંથોના મર્મજ્ઞ વિદ્રર્વર્ય પૂજ્યપાદ મુનિભગવંત શ્રી જંબૂવિજ્યજી મહારાજે પ્રસ્તુત ગ્રંથના વિશિષ્ટ મહત્વને જાણીને અમારી ગ્રંથમાળામાં પ્રકાશિત કરવાનું સૂચન કર્યું. જૈન આગમ ગ્રંથોની મૂળવાચના પ્રકાશિત કરવાનો જ અમારો ઉદ્દેશ હોવા છતાં, અમારી ગ્રંથમાળાના મુખ્ય પ્રેરક દિવંગત પૂજ્યપાદ આગમપ્રભાકરછ મહારાજના કાયમી વિશેષ સ્મરણરૂપે, આ અદ્યાવધિ અપ્રકાશિત મહત્ત્વના ઉપયોગી ગ્રંથને પ્રકાશિત કરીને અમે સવિશેષ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. પ્રસ્તુત ગ્રંથની મૂળવાચના તો અમારી ગ્રંથમાળાના ૧૭મા ગ્રંથના પહેલા ભાગ (વર્ષાથસુત્તારું માન ૨)માં પ્રકાશિત થયેલી છે. જ્યોતિષ્કરંડક સૂત્ર મૂળ ગ્રંથના રચનાર સ્થવિર ભગવંત શ્રી પાદલિપ્તસૂરિ છે એવો સો પ્રથમ નિશ્ચિત નિર્ણય પરમ પૂજ્ય આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિ ભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબે કર્યો છે. આ લઘુગ્રંથની રચના મુખ્યત્વે સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર નામક ઉપાંગસૂત્રના આધારે થયેલ છે. આ ગ્રંથ પ્રમાણમાં નાનો હોવા છતાં વિષયની દૃષ્ટિએ એનું આગવું મહત્વ છે. ગ્રંથનો વિષય જ્યોતિષશાસ્ત્ર સંબંધિત અનેક બાબતોના નિરૂપણરૂપ છે. પ્રાચીન સ્થવિર ભગવંત શ્રી શિવનંદિવાચકજીએ આ ગ્રંથ પર પ્રાકૃત ભાષામાં અતિ સંક્ષિપ્ત વૃત્તિ રચી છે. પ્રસ્તુત સૂત્ર અને તેની વૃત્તિ (ટિપ્પનક)નું સંશોધન ચીવટપૂર્વક કરીને તેની મુદ્રણયોગ્ય નકલ પૂ. મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજે તેમના જીવનના અંતિમ દોઢ-બે વર્ષના ગાળામાં સ્વહસ્તે લખી છે. આ પુણ્ય પુરુષને અક્ષરદેહની યાદગીરી માટે તેઓશ્રીએ કરેલ નકલની પ્રતના પ્રથમ પાનનો બ્લોક અહીં આપેલ છે, સાથે સાથે જેસલમેર ભંડારની ટિપ્પનક યુક્ત “જ્યોતિષ્કરંડકની તાડપત્રીય પ્રતિના આદિ-અંત પાનાનો બ્લોક આ ગ્રંથમાં આપેલ છે. સમગ્ર જ્યોતિષશાસ્ત્રોમાં સૌથી પ્રાચીન “વેદાંગ જયોતિષ' નામના નાના ગ્રંથનું શાસ્ત્રીય સંશોધન કરવા અનેક વિદ્વાનોએ પ્રયત્ન કર્યા હતા, પણ તે શક્ય ન બનતાં આ દુષ્કર કાર્ય મહામહોપાધ્યાય ડૉ૦ શામશાસ્ત્રી (મૈસૂર) એ “જ્યોતિષ્કરંડક” અને “સૂર્યપ્રાપ્તિ’ નામના પ્રાચીન બે ગ્રંથો તથા તદનુસાર અઢારમા શતકમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી વિનયવિજ્યજી મહારાજે સંસ્કૃત ભાષામાં રચેલ “લોક પ્રકાશ' નામના ગ્રંથના આધારે સંશોધન કર્યું. આ હકીકત આજથી ૪૮ વર્ષ પૂર્વે ડૉ. ભા. ૨. કુલકર્ણએ “જૈન સત્યપ્રકાશ' માસિકના વિ. સં. ૧૯૯૭ના અષાડ મહિનાના અંક (વર્ષ-૬, અંક ૧૧)માં એક માહિતીપૂર્ણ લેખમાં જણાવી છે. (આ સમગ્ર લેખ આ ગ્રંથની પ્રસ્તાવનામાં પં. શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકે આપેલ છે.) આથી “જ્યોતિષ્કરંડક”નું મહત્તવ સહેજે સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001046
Book TitlePainnay suttai Part 3
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages166
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, & agam_anykaalin
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy