SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના લખ્યું નથી. અનુમાનથી કહી શકાય કે, આ પ્રતિ વિક્રમના સત્તરમા શતકમાં લખાયેલી હોવી જોઈએ. પ્રતિની સ્થિતિ સારી, લિપિ સુવાચ્ચ અને લંબાઈ-પહોળાઈ ૧૦-૪૪– ઇચપ્રમાણ છે. ઉપર જણાવેલી અને પ્રતિઓની વિશેષ નોંધ લખ્યા વિના, તે પાટણ જ્ઞાનમંદિરને પરત કરેલી તેથી મુદ્રિત સૂચના આધારે અહીં પરિચય આપ્યો છે. ૪. તાવિળયામણોનિક સાપ પછri–આના સંશોધનમાં એક મુદ્રિત અને બે હસ્તલિખિત પ્રતિઓ, એમ કુલ ત્રણ પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. તેમનો પરિચય નીચે મુજબ છે – go સંજ્ઞક પ્રતિ-આ રચના શ્રી ઉદ્યોતનસૂરિત કુવલયમાલાકથામાં આવે છે. આ કથા શ્રી સિંઘી જૈન ગ્રંથમાલા તરફથી સન ૧૯૫૯માં પ્રકાશિત થયેલી છે. આ મુદ્રિત ગ્રંથનો અહીં ઉપયોગ કર્યો છે. કલ્પ૦ સંજ્ઞક પ્રતિ-પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજજીએ કોઈ હસ્તલિખિત પ્રતિ ઉપરથી, મુદ્રણ માટે આ રચનાની જે નકલ કરાવેલી તેનો ઉપયોગ અહીં પ્રસ્થ૦ સંજ્ઞા આપીને કયો છે. જે પ્રતિ ઉપરથી સૂચિત નકલ કરાવેલી તેની નોંધ મળી નથી. છે. સંજ્ઞક પ્રતિ–પ્રસ્તુત રચના, પાટણના ખેતરવસીપાડાના તાડપત્રીય જૈન જ્ઞાનભંડારની, અનેક કૃતિઓના સંગ્રહરૂપે લખાયેલી એક તાડપત્રીય પ્રતિમાં છે. આ પ્રતિની માઈક્રોફિલ્મ ઉપરથી એન્લાર્જમેન્ટ નકલ કરાવીને મેં તેનો ઉપયોગ કર્યો છે. પ્રાચ્યવિદ્યામંદિર-વડોદરા તરફથી પ્રકાશિત થયેલ પાટણના ભંડારોની તાડપત્રીય પ્રતિઓની સૂચીરૂપ “વત્તનાથજૈનમાળgriીયાથસૂચી' ગ્રંથમાં ખેતરવસીપાડા જૈન જ્ઞાનભંડારની ૭૧ મા ક્રમાંકવાળી પ્રતિના ૧૦૨ થી ૧૦૬ પત્રોમાં, અંતર્ગત ક્રમાંક ૮ થી ૧૨ રૂપે પ્રસ્તુત આરાધનાપંચક લખાયેલ છે, આ તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૨૧૩ માં લખાયેલી છે, જુઓ પૃ. ૩૦૨ થી ૩૦૪ પ્રતિની લંબાઈ–પહોળાઈ ૧૫૪૨ી ઇચપ્રમાણુ છે, લિપિ સુવાચ્ય અને સ્થિતિ સારી છે. સૂચિત ભંડારની નવી સૂચીમાં આ પ્રતિનો ક્રમાંક ૫૦ છે. ५. सिरिअभयदेवसूरिपणीयं आराहणापयरणंथीयंतिम १२. अप्पविसोहिकुलयं પર્યન્તની આઠ રચનાઓનો પ્રતિપરિચય–આ આઠ કૃતિઓ, જેસલમેરના કિલ્લામાં આવેલા આચાર્યભગવંત શ્રી જિનભદ્રસૂરિસ્થાપિત તાડપત્રીય ગ્રંથભંડારની, અનેક કૃતિઓના સંગ્રહરૂપે લખાયેલી ક્રમાંક ૧૫૧વાળી તાડપત્રીય પ્રતિના આધારે સંપાદિત કરેલી છે. આ તાડપત્રીય પ્રતિમાં કુલ ૨૪ રચનાઓ લખેલી છે, તેમાં પ્રસ્તુત આઠ રચનાઓનો અવાંતર ક્રમાંક અનુક્રમે આ પ્રમાણે છે–૫, ૧૨, ૨૦, ૨૨, ૭, ૧૪, ૮ અને ૯. મુદ્રિત સૂચીમાં આ આઠ રચનાઓનાં નામ સંસ્કૃતમાં આપ્યાં છે. મુદ્રિત સૂચીમાં આપેલ નામના બદલે પ્રસ્તુત પ્રકાશનમાં જે જે રચનાનું નામ બદલ્યું છે તેના સંબંધમાં આ પ્રસ્તાવનામાં જણાવેલ છે. પ્રસ્તુત પ્રકાશનના પાંચમાં ક્રમાંકવાળા, શ્રી અભયદેવસૂરિપ્રણીત આરાધનાપ્રકરણના સંશોધનમાં, જેસલમેરના સૂચિત ભંડારની અનેક કૃતિઓના સંગ્રહરૂપે લખાયેલી ક્રમાંક ૧૬ ૦વાળી તાડપત્રીય પ્રતિને પણ ઉપયોગ કર્યો છે. આ પ્રતિના અગિયારમાં અવાંતર ક્રમાંકમાં પ્રસ્તુત આરાધનાપ્રકરણ છે. અહીં જણાવેલ ૧૫૧ ક્રમાંકવાળી પ્રતિની સંજ્ઞા છે ? અને ૧૬૦ ક્રમાંકવાળી પ્રતિની સંજ્ઞા ૨ છે. શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ તરફથી પ્રકાશિત જેસલમેરના ભંડારોની સૂચીના પૃ. ૪૧ થી ૫૧માં અને પૃ૦ ૬૦-૬૧માં અનુક્રમે ૧૫૧ અને ૧૬૦ કમાવાળી પ્રતિઓ નોંધાયેલી છે. વિશેષ માહિતી માટે તે જોવાની ભૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001045
Book TitlePainnay suttai Part 2
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages427
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_anykaalin, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy