SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પ્રસ્તુત રચનાની નકલ કરાવેલી અને કેવળ આ એકમાત્ર પ્રતિના જ આધારે તેઓશ્રીએ તેને સંશોધિત પણ કરેલી. લા. દ. ભા. સં. વિદ્યામંદિરની હસ્તલિખિત ગ્રંથસૂચીમાં આનો ક્રમાંક ૯૮૨૫ છે. આની પહેલી ગાથામાં આ રચનાનું નામ “મારાળાના–આરાધનાસા' છે. જ્યારે અંતિમ ગાથામાં “નૈતા પર્યન્તારાધના” નામ છે. આમ છતાં સંપૂર્ણ રચનાને લખ્યા પછી પ્રતિના લેખકે “તિ આરાધના તાજા' લખીને પ્રસ્તુત રચનાને આરાધનાપતાકા નામથી ઓળખાવી છે. આ રચનાની પહેલી અને અંતિમ ગાથામાં સૂચવાયેલા નામને પ્રાધાન્ય આપીને આનું નામ માદળાણામવાળામાં પ્રવંતારાના” પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજજીએ સ્વીકાર્યું છે. ૧૭ પત્રાત્મક આ પ્રતિના પ્રથમ પત્રની પહેલી પૃષ્ટિ કરી છે અને અંતિમ પત્રની બીજી પૃષિની ચોથી પંક્તિમાં પ્રસ્તુત રચના પૂર્ણ થાય છે. ત્યાર પછી ચોથીથી છઠ્ઠી પંક્તિમાં લખાયેલી લેખકની પુપિકાના આધારે “આ પ્રતિ શ્રી જિનસમુદ્રસૂરિના સત્તાસમયમાં લખાયેલી છે એમ જાણી શકાય છે, જુઓ પૃ. ૧૯૨ ની બીજી ટિપ્પણી. આ પુપિકામાં જેકે સંવતનો ઉલ્લેખ નથી, પણ શ્રી જિનસમુદ્રસૂરિજીનો સત્તાસમય વિક્રમનો સોળમો શતક છે, તેથી નિશ્ચિતરૂપે જાણી શકાય છે કે, આ પ્રતિ વિક્રમના સોળમા શતકમાં લખાયેલી છે. આ પ્રતિના પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં નવ પંક્તિઓ છે. પ્રત્યેક પૃષ્ટિની ઉપર-નીચેની બે બે પંક્તિઓ સિવાયની મધ્યસ્થ પાંચ પંક્તિઓના મધ્યભાગમાં કોરો ભાગ રાખીને લેખકે રિક્તાક્ષર શોભનનો આકાર બનાવ્યો છે. પ્રત્યેક પંક્તિમાં પ્રાયઃ ૩૬ અક્ષર છે. પ્રતિની લિપિ સુંદર છે. જે કોઈ પાઠ અશુદ્ધ છે ત્યાં તે પાઠની પછી (?) આવા કોષ્ટકમાં અમે પ્રશ્નચિહ્ન કર્યું છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૦૪૪૧ ઈચપ્રમાણ છે. આ રચનાનું પ્રત્યુત્તર મેળવવા મેં પ્રયત્ન કર્યો. ફલિતઃ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણના હસ્તલિખિત ગ્રંથોની સૂચી જોતાં તેમાં “રઘુરાધના તાજા' નામવાળી બે પ્રતિઓ જોઈ. આથી પાટણ જઈને આ બન્ને પ્રતિ જોતાં સ્પષ્ટ થયું કે, આ બન્ને પ્રતિઓની વાચના અને પ્રસ્તુત પુન્નતાદળની વાચના એક જ છે. સૂચિત પાટણની બન્ને પ્રતિઓનો ઉપયોગ પણ કર્યો છે. આ બન્ને પ્રતિઓનો પરિચય આ પ્રમાણે છે– ક. ૨ અને હ૦ ૨ સંજ્ઞક પ્રતિઓ-શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર–પાટણમાં સુરક્ષિત શ્રી સંઘ જૈન જ્ઞાનભંડારની આ બન્ને પ્રતિઓનો અનુક્રમે ક્રમાંક ૬૬૬ અને ૬૫૫ છે. જ્ઞાનમંદિરની ગ્રંથસૂચીમાં આ બન્ને પ્રતિઓ “લઘુઆરાધનાપતાકા” નામથી અંકિત છે. ઉપર જણાવેલી બે પ્રતિઓ પૈકીની ૬૬૬ ક્રમાંકવાળી ૨૫૯ પત્રાત્મક સં. ૧ સંસક પ્રતિમાં નાની–મોટી કુલ ૨૧ કૃતિઓનો સંગ્રહ છે. તેમાં ૨૪૫થી ૨૫૯ સુધીનાં પત્રોમાં પ્રસ્તુત રચના લખેલી છે. પ્રથમ પત્રથી ૨૪૫ માં પત્ર સુધીમાં લખાયેલી વીસ કૃતિઓનાં નામ વગેરેની જાણ માટે જ્ઞાનમંદિરની મુદ્રિત સૂચી જોવાની ભલામણ કરું છું. પ્રતિના ૯૪થી ૯૯ માં પત્ર સુધીમાં લખાયેલ સંસ્તારકપ્રકીર્ણકના અંતમાં લેખકે લેખન સંવત ૧૫૩૮ લખ્યો છે. આ સિવાય લેખકે પ્રશસ્તિ આદિ કંઈ પણ લખ્યું નથી. પ્રતિની સ્થિતિ સારી, લિપિ સુંદર તથા લંબાઈ–પહોળાઈ ૧૦૪૪ ઇચપ્રમાણ છે. ૬૫૫ ક્રમાંકવાળી સં- ૨ સંસક પ્રતિનાં આઠ પત્ર છે. અંતમાં લેખકે સંવત વગેરે કશું જ ૧. શ્રી મોહનલાલ દ. દેશાઈ એ લખેલ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગ્રંથમાં જણાવ્યું છે કે, “સંવત ૧૫૩૬માં ખ૦ જિનસમુદ્રસૂરિએ જેસલમેરમાં દેવકર્ણરાયે અષ્ટાપદપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી.” જુઓ પૃ. ૫૦૩, ફકરો (પેરેગ્રાફ) ૭૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001045
Book TitlePainnay suttai Part 2
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages427
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_anykaalin, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy