________________
પ્રસ્તાવના અહીં ઉપયુક્ત એ પ્રતિઓનો સંક્ષિપ્ત પરિચય તે તે મુદ્રિત સૂચીમાંથી જણાવ્યો છે.
૨. સિરિવીરમાણિતથા માલાગા-આ ગ્રંથને કાગળ ઉપર લખાયેલી ત્રણ પ્રતિઓના આધારે સંશોધિત-સંપાદિત કરેલ છે. જોકે આ રચનાના સંશોધન માટે એ પાટણના ભંડારોની છ પ્રતિઓ મંગાવેલી, પણ તેમાં પાઠભેદની ભિન્નતા નહીં હોવાથી, તેમાંની બે પ્રતિઓનો જ ઉપયોગ કર્યો છે. આ બે પ્રતિઓએ પણ નહીંવત પાઠભેદ આપેલ છે.
- ટાટ સંજ્ઞક પ્રતિ–શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાલ્માં સુરક્ષિત અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારો પૈકીના આચાર્ય શ્રી શાન્તિસૂરિ જૈન જ્ઞાનભંડારની આ પ્રતિ છે. પ્રસ્તુત રચનાની મૂળવાચના આ પ્રતિના આધારે લખેલી છે, આથી ય ત ર ળ વગેરેના વર્ણવિકલ્પો આ પ્રતિના આધારે છે. અંતમાં લેખની પ્રશસ્તિ–પુપિકા નથી. આમ છતાં લિપિના આકાર-પ્રકારના આધારે નિશ્ચિતપણે કહી શકાય કે, આ પ્રતિ વિક્રમના સોળમા શતકમાં લખાયેલી છે. આની પત્રસંખ્યા ૧૯ છે, સ્થિતિ સારી અને લિપિ સુંદર છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષિમાં ૧૭ પંક્તિઓ છે અને પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૫૬ અને વધુમાં વધુ ૬૦ અક્ષર છે. પ્રત્યેક પૃષ્ટિની ઉપર-નીચેની છ છ પંક્તિઓ સિવાયની મધ્યની પાંચ પંકિતઓના મધ્યભાગમાં, લેખકે કોરો ભાગ રાખીને રિકતાક્ષર શોભન કરેલું છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૨૫-૫૪૧૧૫ સેન્ટિમીટર છે. લા. દ. ભા. સંસ્કૃતિ વિદ્યામંદિરની હસ્તલિખિત ગ્રંથસૂચીમાં આનો ક્રમાંક ૧૦૫૧૬ છે.
સં. સંજ્ઞક પ્રતિ–શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણમાં સુરક્ષિત શ્રી સંઘ જૈન જ્ઞાનભંડારની આ પ્રતિ વિ. સં. ૧૪૬૪માં લખાયેલી છે. જ્ઞાનમંદિરની સૂચીમાં આનો ક્રમાંક ૩૪૧૭ છે. પ્રતિની લિપિ સુંદર, સ્થિતિ સારી તથા પત્રસંખ્યા ૩૩ છે. એકથી સોળ અને અંતિમ ૩૨-૩૩ પત્ર, એમ કુલ ૧૮ પત્રોની પ્રત્યેક પૃષિમાં ૧૩ પંક્તિઓ છે, જ્યારે શેષ ૧૭ થી ૩૧ સુધીનાં પાત્રોની પ્રત્યેક પૃષ્ટિમાં કર પંક્તિઓ છે. પ્રત્યેક પૃષ્ટિની ઉપર-નીચેની ચાર ચાર પંક્તિઓ સિવાયની મધ્યની પંક્તિઓના મધ્યભાગમાં, લેખકે કોરો ભાગ રાખીને રિક્તાક્ષર શોભન કરેલું છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૪૬ અને વધુમાં વધુ ૫૦ અક્ષર છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૮૧૪૩૧ ઈચપ્રમાણ છે.
નોટ સંજ્ઞક પ્રતિ–ઉપર્યુક્ત જ્ઞાનમંદિરમાં સુરક્ષિત શ્રી મોદી જૈન જ્ઞાનભંડારની આ પ્રતિની પત્રસંખ્યા ૨૫ છે. પ્રથમ પત્રની પથમ પુષ્ટિ કરી છે અને અંતિમ પત્રની બીજી પૃષ્ટિની પાંચમી પંકિતમાં ગ્રંથ પૂર્ણ થાય છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ૧૫ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૪૬ અને વધુમાં વધુ બાવન અક્ષર છે. પ્રત્યેક પૃષ્ટિની ઉપર-નીચેની પાંચ પંકિતઓ છોડીને મધ્યની પાંચ પંક્તિના મધ્યભાગમાં લેખકે કોરો ભાગ રાખીને રિક્તાક્ષર શોભન કર્યું છે, અને તે શોભનના મધ્યભાગમાં હરતાલના રંગથી ઊભું ચતુષ્કોણ શોભન કર્યું છે. તેમ જ પત્રની બીજી પૃષ્ટિના બે બાજુના હાંસિયામાં પણ પીળું શોભન કરેલું છે. પ્રથમ પત્રની બીજી પૃષિમાં સમવચરણનું સુંદર ચિત્ર છે. પ્રશસ્તિ કે લેખનસંવત નથી લખ્યો. આમ છતાં લિપિના આકાર-પ્રકારથી કહી શકાય કે, આ પ્રતિ વિક્રમના સોળમાં શતકમાં લખાયેલી છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૪પા ઈચપ્રમાણ છે. જ્ઞાનમંદિરની સૂચીમાં આનો ક્રમાંક ૧૦૦૯૧ છે.
રૂ. પન્નતા –કાગળ ઉપર લખાયેલી ત્રણ પ્રતિઓના આધારે પ્રસ્તુત રચનાનું સંશોધન-સંપાદન કર્યું છે. આ પ્રતિઓનો પરિચય નીચે પ્રમાણે છે–
છા સંજ્ઞક પ્રતિ–શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદમાં સુરક્ષિત શ્રી વિજયદેવસૂરિ જૈન જ્ઞાનભંડારની પ્રતિ ઉપરથી પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org