________________
અસ્તાવના
અજ્ઞાનાદિ કારણથી ખધેલાં અશુભ કર્મોની આલોચના, અશુભ કર્મબંધથી થતી વિવિધ દુઃખપરંપરા, વિગત અનંત ભવપરંપરામાં તથા વર્તમાનભવમાં અન્ય જીવો પ્રતિ કરેલા અનેક પ્રકારના અપરાધોની ક્ષમાયાચના, અનશનાદિ તપોવિધાન વગેરે વગેરે અનેક વિષયોનું વિસ્તારથી અને સંક્ષેપથી, પ્રસ્તુત ગ્રંથગત મોટી—નાની ખાર રચનાઓમાં નિરૂપણ કરેલું છે. પ્રસ્તુત ગ્રંથમાં તથા પ્રથમ ભાગરૂપે પ્રકાશિત વળયમુન્નારૂં માળ ?' ગ્રંથમાં, પાપથી પાછા વળવા માટે અને આત્મકલ્યાણ માટે જે વિપુલ સામગ્રી ભરી પડી છે તેનો લોકભાષામાં અનુવાદ કરીને અને શક્ય હોય તો વિશેષ વિવેચન પણ લખીને તેને પ્રકાશિત કરવા માટે હું પરમપૂજ્ય મુનિભગવંતોને તથા વિદ્વાનોને વિનંતિ કરું છું. આવા પ્રકાશનથી અનેક રુચિવાળા જીવો ઉપર તથા તેમના દ્વારા પરંપરાએ અન્યાન્ય જીવો ઉપર પણ ઘણો ઘણો ઉપકાર થશે.
આ અગાઉ પ્રકાશિત થયેલા મારા અપ-સ્વપ યોગદાનવાળા આગમપ્રકાશન ગ્રંથમાળાના પ્રકાશિત ગ્રંથોમાં મેં શબ્દસૂચીનું પરિશિષ્ટ આપ્યું છે. તદનુસાર પ્રસ્તુત વાચક્ષુન્નારૂં મા? અને મન ૨ ગ્રંથની શબ્દસૂચી આપવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં, મારી મર્યાદિત શારીરિક ક્ષમતાના કારણે તે આપી શક્યો નથી તે બદ્દલ વિદ્યાવ્યાસંગી અભ્યાસીવર્ગની હું ક્ષમા માગું છું.
વયસુત્તારૂં માર્ગે ? ગ્રંથમાં તેનું શુદ્ધિપત્રક એ સ્થાનમાં આપેલ છે. આ ઉપરાંત પ્રથમ ભાગના શુદ્ધિપત્રકની નોંધ તથા આ ખીજા ભાગનું શુદ્ધિપત્રક પણ આ પ્રસ્તાવનાની પછી આપેલ છે. તે મુજબ સુધારીને વાંચવા માટે વિનંતિ કરું છું.
ઋણસ્વીકાર—
જેમની છત્રછાયામાં વીતેલાં મારા જીવનનાં પાંત્રીસ વર્ષ દરમિયાન જ્ઞાનસંશોધનના વિષયમાં તથા અંતરે અંતરે ઉપસ્થિત વિવિધ પ્રસંગોમાં મને જે કૃપાળુ દ્વારા સત્પ્રેરણા મળી છે તે ક્વિંગત પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ વિરેણ્ય મુનિભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજ સાહેબના અનેક ઉપકારોનું સ્મરણ કરીને તેઓશ્રીના ચરણારવિંદમાં સવિનય વંદના કરીને ધન્યતા અનુભવું છું.
પ્રસંગે પ્રસંગે જેમની પાસેથી શાસ્ત્રસંબંધી વિવિધ પ્રકારની મહત્ત્વની જ્ઞાતવ્ય હકીકતો જાણવાનું મને સૌભાગ્ય મળતું રહે છે તે સજ્ઞાન, તપ અને ધ્યાનરૂપ ત્રિવેણીના જંગમસ્વરૂપ, જૈન-આગમ તથા દર્શનશાસ્ત્રઓના વિશિષ્ટ અધિકારી સુવિખ્યાત વિર પૂજ્યપાદ મુનિભગવંત શ્રી જંબૂવિજયજી મહારાજજીના ચરણકમલમાં સહુમાન વંદના કરું છું.
શાસનસમ્રાટ આચાર્યભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજજીના સમુદાયના પરમપૂજ્ય ૫૦ શ્રી પ્રદ્યુમ્નવિજ્યજી મહારાજજીએ પ્રસ્તુત ગ્રંથના વિષયાનુક્રમને વાંચીને થોડા સુધારા સૂચવેલ છે, તે બદલ તેઓશ્રીનો ઉપકાર માનીને તેમને સવિનય વંદના કરું છું.
પ્રસ્તુત પ્રકાશનમાં ઉપયોગમાં લીધેલા હસ્તલિખિત અને મુદ્રિત ગ્રંથોનો ઉપયોગ કરવા માટે અને અનુકૂળતા કરી આપી છે તે બદલ તે તે ગ્રંથસંગ્રહોના મુખ્ય અધિકારી મહાનુભાવોનો, તેમની જ્ઞાનતિની અનુમોદનાપૂર્વક ઉપકાર માનું છું.
જૈન આગમગ્રંથમાળાના ગ્રંથોને ઉત્તરોત્તર પ્રકાશિત કરવા માટે સતત પ્રયત્નશીલ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનદ મંત્રીમહોદયો—૧. શ્રી જયંતીલાલ રતનચંદ શાહ, ૨. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org