________________
પ્રસ્તાવના
આગમપ્રભાકરજી મહારાજજીએ મુદ્રિત કુવલયમાલાકથાંતર્ગત પ્રસ્તુત રચનાની વાચનાને મૂળમાં સ્વીકારીને, તેમણે કરાવેલી સૂચિત નકલના પાઠભેદને ‘પ્રચ૦’ સંજ્ઞા આપીને પ્રત્યુત્તરના પાઠભેદરૂપે નોંધેલ છે. આ સંબંધમાં વિશેષ તપાસના હેતુથી પાટણના તાડપત્રીય ગ્રંથોની મુદ્રિત સૂચી જોતાં, તેમાં મેં એક જ પ્રતિમાં ‘આરાધના' નામની પાંચ કૃતિઓ નોંધાયેલી જોઈ, જુઓ પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા દ્વારા પ્રકાશિત વત્તનથૅનૈનમાડાનારીયપ્રન્થસૂત્રી પૃ૦ ૩૦૩. આથી પાટણના ભંડારોની માઇક્રોફિલ્મમાં જોઈ ને નિશ્ચિત થયું કે આ પાંચેય આરાધનાઓ, તે કુવલયમાલાક્શાન્તર્ગત પ્રસ્તુત રચના છે. શ્રી લા॰ ૬૦ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી સૂચિત માઇક્રોફિલ્મ મેળવીને તેના ઉપરથી તેની એન્લાર્જમેન્ટ કૉપી કરાવીને તેના પાઠભેદ મેં નોંધ્યા છે. કુવલયમાલાકથાન્તર્ગત પ્રસ્તુત રચનાનું મહત્ત્વ સમજીને સ્વ-પરોપકારની ભાવનાથી પ્રેરાઈને કોઈ મુનિભગવંતે પ્રસ્તુત રચનાની તાડપત્રીય પ્રતિ લખાવેલી છે, એ હકીકત સહજભાવે સ્પષ્ટ થાય છે. આ તાડપત્રીય પ્રતિમાં આ રચના કુવલયમાલાકથામાંથી લખી છે” એવું કંઈ લખેલ નથી. આ પ્રતિમાં પ્રસ્તુત રચનાના પ્રારંભમાં સંગતિ માટે જે ચાર ગાથાઓ લખેલી છે તે સિવાયની રચના કુવલયમાલાકથાન્તર્ગત છે, એમ સમજવું. મુદ્રિત કુવલયમાલાકથામાંના કેટલાક અશુદ્ધ પાઠના સ્થાનમાં સૂચિત ખેતરવસીના પાડાના ભંડારની તાડપત્રીય પ્રતિએ શુદ્ધ પાઠ આપ્યા છે, તેથી મુદ્રિત કુવલયમાલાકથાના સંપાદનમાં ઉપયોગમાં લેવાયેલી પ્રતિઓથી ભિન્ન કુળની કોઈ પ્રાચીનતમ પ્રતિ હશે તેના આધારે સૂચિત ખેતરવસીના પાડાના ભંડારની તાડપત્રીય પ્રતિમાં પ્રસ્તુત રચના લખાઈ છે, એ સ્પષ્ટ થાય છે.
૧૪
પાંચમાથી ખમા ક્રમાંકવાળી આઠ કૃતિઓની નકલ, પૂજ્યપાદ આગમપ્રભાકરછ મહારાજજીએ, તેમના જેસલમેરના ભંડારોના સમુહારના કાર્યકાળમાં (વિ॰ સં॰ ૨૦૦૬ થી ૨૦૦૮) કરાવેલી. આની નોંધ તેઓશ્રીએ લખી નથી, પણ તેમની સાથેના દીર્ધકાલીન સહકાર્યકર તરીકેના અનુભવના આધારે તપાસ કરતાં હું જાણી શક્યો કે, આ આઠ કૃતિઓ જેસલમેરના ભંડારની અનેક રચનાઓના સંગ્રહરૂપે લખાયેલી ગ્રંથક્રમાંક ૧૫૧ વાળી તાડપત્રીય પ્રતિમાંથી લીધી છે. આ આઠ કૃતિઓની માહિતી આ પ્રમાણે છે
પાંચમા ક્રમાંકમાં આવેલ ‘સિનિગમયદેવસૂવિનીય આરાળવયન' ઉપર જણાવેલ જેસલમેરના ભંડારની ૧૫૧ ક્રમાંકવાળી પ્રતિના અવાંતર ક્રમાંક પાંચમામાં નોંધાયેલ છે. તેના ઉપરથી નકલ કરાવીને પૂજ્યપાદ આગમપ્રભાકર્જી મહારાજજીએ તે જ ભંડારની બીજી તાડપત્રીય પ્રતિમાંથી પાભેદ પણ નોંધેલા છે.
છઠ્ઠા ક્રમાંકમાં આવેલ ‘નિળસેહતાવયં વર્તુતતાવયાવિયા આાળા'ની નકલ, ઉપર જણાવેલ જેસલમેરના ભંડારની ૧૫૧ ક્રમાંકવાળી પ્રતિના અવાંતર ક્રમાંક ખાર ઉપરથી કરાવેલી છે. મુદ્રિત સૂચીમાં આ રચનાનું નામ ‘પહેરાયુ' છે. વિશેષ પરિચાયક માનીને મેં આ રચનાનું નામ બદલ્યું છે. અહીં સૂચિત ૧૫૧ ક્રમાંકવાળી તાડપત્રીય પ્રતિના આધારે વિ॰ સં૦ ૧૯૮૩માં કાગળ ઉપર લખાયેલી પ્રતિ પણ જેસલમેરના ભંડારમાં છે, જુઓ જેસલમેર ભંડાર ગ્રંથસૂચી ક્રમાંક ૧૩૪ (૧૧) પૃ૦ ૧૯૭. આ નવી લખાયેલી પ્રતિમાં અગિયારમા પેટાબમાં નોંધાયેલી પ્રસ્તુત રચનાનું નામ ‘સુતભાર ધનાવાળ' છે. પ્રસ્તુત સમગ્ર ગ્રંથની મુદ્રણયોગ્ય નકલ પ્રેસમાં અપાયા પછી જ્યારે પ્રસ્તુત રચનાનું પ્રથમ પ્રૂફ આવ્યું તે સમય દરમિયાન, મારે દિવંગત યુગવીર આર્ષદષ્ટા આચાર્યભગવંત શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના અતિપરિશ્રમી અને અભ્યાસી મુનિવર શ્રી ધર્મધુરંધરવિજયજી મહારાજને, આચાર્ય શ્રી દેવચંદ્રસ રિ(કલિકાલસર્વજ્ઞ સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ ભગવાનના ગુરુ)વિરચિત પ્રાકૃતભાષાનિબદ્ધ ‘શાન્તિનાથરિત્ર (અપ્રકાશિત)’ના સંશોધન કાર્યમાં સહકાર આપવા માટે મુંબઈમાં રહેવાનું થયું હતું. ત્યાર બાદ
Jain Education International
For Private & Personal Use Only
*
www.jainelibrary.org