SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના લગભગ છ મહિના પછી પ્રસ્તુત છઠ્ઠા ક્રમાંકવાળી કૃતિનું શૈલી વાંચતાં મને સહજભાવે સૂઝયું કે, આ રચના અહીં જણાવેલ શાતિનાથચરિત્રગત હોવી જોઈએ. આથી પૂજ્ય મુનિ શ્રી ધર્મધુરંધરવિજયજીએ સ્વહસ્તે લખેલ શાન્તિનાથચરિત્રની ૧૩૯૭ પત્રાત્મક મુદ્રણયોગ્ય નકલને તપાસતાં તેના ૧૧૬૦ થી ૧૧૭૦ સુધીનાં પત્રોમાં આ રચના મળી આવી. આથી આનંદ થયો અને તેના આધારે આ રચનાના કેટલાક અશુદ્ધ પાઠ શુદ્ધ પણ થયા. સાતમા ક્રમાંકમાં આવેલ “રજનજારાધતા માધના'ની નકલ, સૂચિત જેસલમેર ભંડારની ૧૫૧ ક્રમાંકવાળી તાડપત્રીય પ્રતિના અવાંતર ક્રમાંક વિસમાના આધારે કરાવેલી. મુદ્રિત સૂચીમાં આ રચનાનું નામ “મારાધના”] છે. તેને બદલીને મેં અહીં વિશેષ પરિચાયક નામ આપ્યું છે. આ રચનાના પાંચમા શ્લોક ઉપરની ટિપ્પણમાં પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજજીએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનું સ્થાન જણાવીને પાઠમેદ નોંધેલ છે. પ્રસ્તુત ગ્રંથનું સંપૂર્ણ મૅટર જ્યારે પ્રેસમાં મોકલાવ્યું તે સમયે હું એમ સમજેલો કે, અહીં જણાવેલ પાંચમો શ્લોક જ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં હશે. પણ જ્યારે ગેલી પ્રફ આવ્યું ત્યારે પ્રસ્તુત રચનાને ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રની સાથે મેળવતાં જણાયું કે, આ રચનાના અંતિમ (૪૦ મા) શ્લોક સિવાયની સમગ્ર રચના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રગત છે, જુઓ જૈનધર્મપ્રસારકસભા-ભાવનગર-દ્વારા વિ. સં. ૧૯૬પમાં પ્રકાશિત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦ મું, સર્ગ પહેલો શ્લોક ૨૩૦ થી ૨૬૭. પ્રસ્તુત રચનાના ૧૩, ૧૪, ૧૬, ૩૦ અને ૩૧ આ પાંચ શ્લોકોમાં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પાઠાંતર આપે છે. આઠમાથી બારમા ક્રમાંકવાળી પાંચ કૃતિઓની નકલ, જેસલમેર ભંડારની સૂચિત ૧૫૧ ક્રમાંકવાળી તાડપત્રીય પ્રતિના અનુક્રમે અવાંતર ક્રમાંક બાવીસ, સાત, ચૌદ, આઠ અને નવમા ઉપરથી કરાવેલી છે. મુદ્રિત સૂચીમાં આ પાંચેય કૃતિઓનાં નામ સંસ્કૃત ભાષામાં છે. અહીં સંશોધનના અભ્યાસીઓને ટૂંકમાં ઉદાહરણ પૂરતું એટલું જ જણાવું છું કે, પ્રસ્તુત ગ્રંથના પૃ. ૧૯૩ થી ૨૨૩ સુધીમાં આવેલ “મારાપણા' (જે કુવલયમાલાકથાન્તર્ગત છે)ની વાચનાને મુદ્રિત કુવલયમાલાકથાની વાચના સાથે મેળવતાં જાણી શકાશે કે મુદ્રિત કુવલયમાલાથાના કેટલાક અશુદ્ધ પાઠના સ્થાને ઉપયોગી શુદ્ધ પાઠ મળી શક્યા છે. આમાંના જે કોઈ શુદ્ધ અને મૌલિક પાઠને મુદ્રિત કુવલયમાલાકથામાં પાઠભેદરૂપે નીચે ટિપ્પણીમાં આપ્યા છે અને અશુદ્ધ અમૌલિક પાકને મૂળમાં સ્વીકાર્યા છે તેના કારણમાં તો તેના વિદ્વાન સંપાદકશ્રીજીનો આશય લેખનસંવતની દષ્ટિએ પ્રાચીન પ્રતિને જ પ્રાધાન્ય આપવાનો હતો. આ બાબતમાં મેં ઘણાં વર્ષો પહેલાં અન્યત્ર જણાવ્યું છે તેમ અહીં પણ જણાવું છું કે, જે ગ્રંથનું સંપાદન–સંશોધન કરવું હોય તેની હસ્તલિખિત પ્રતિઓમાં કોઈ પ્રતિ લેખનસમયની ગણનાએ અર્વાચીન હોય તો પણ તે પ્રતિ જેના ઉપરથી લખાઈ છે તે પ્રતિ તો પ્રાચીન જ હશે, એમ સ્વીકારીને, તે પ્રતિ જે શુદ્ધ પાઠ આપતી હોય તો તે પાઠ મૂળમાં લેવો જ જોઈએ. આ બાબતમાં ઘણું લખી શકાય, પણ તે અહીં અપ્રસ્તુત છે. અહીં જિજ્ઞાસુને એટલું જ જણાવું છું કે મુદ્રિત કવલયમાલાકથાની વાચનાને પ્રસ્તુત રચના સાથે મેળવતાં સહજભાવે પાઠોની અશુદ્ધિ-શુદ્ધિ જાણી શકાશે. ગ્રંથગત રચનાઓના સંબંધમાં ઉપર જણાવેલ હકીકતમાંથી એક ઉપયોગી બાબત તરફ ધ્યાન દોરું છું. ચોથા ક્રમાંકથી બારમાં ક્રમાંકમાં આવેલ રચનાઓમાં પાંચમા ક્રમાંકવાળું આરાધના પ્રકરણ-આરાણાયા તો એક સ્વતંત્ર લધુકૃતિ છે. તે સિવાયની રચનાઓ પૈકીની ચોથા ક્રમાંકવાળી રચના કુવલયમાલાકથાન્તર્ગત, છઠ્ઠા ક્રમાંકવાળી રચના શાતિનાથચરિત્રાન્તર્ગત અને સાતમા ક્રમાંકવાળી રચના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રાન્તર્ગત છે. આ ત્રણેય રચનાઓને તે તે મહાકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001045
Book TitlePainnay suttai Part 2
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages427
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_anykaalin, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy