SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રસ્તાવના મહાત્માઓનાં ઉદાહરણોનું! અને ૮૮થી ૧૨૨ ગાથામાં સંસ્તારક ગ્રહણ કરનારની ક્ષમાપના અને ભાવનાનું નિરૂપણ છે. ૬૨. વીથો—વીરસ્તવપ્રકીર્ણકમાં, શ્રમણ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની, તેમનાં છવ્વીસ નામોથી સ્તુતિ કરી છે. અહીં જુદાં જુદાં છવ્વીસ નામોનો અન્વયાર્થ પણ જણાવેલ છે. સૂચિત છવ્વીસ નામ આ પ્રમાણે છે—૧. અદ્, ૨. અરિહંત, રૂ. મહંત, ૪. દેવ, ૬. નિળ, ૬. વીર, ૭. વમાળિય, ૮. સન્નથ્થુ, ૧. સરસી, ૬૦. વાય, ૨૨. તિાવિક, ૨. નાર્થે, ૨૨. વીયાય, ૨૪. દેરું, ખ્. તિદુયળનુર, ૨૬. સજ્જ, ૨૭. તિયાયદ્ઘિ, ૧૮. મથવું, ૧૧. તિથાર, ૨૦. સનનૈસિય, ૨૬. નિર્િ, ૨૨. વાળ, ૨૩. ર, ૨૪, ક્રૂર, ૨. માસા અને ર૬. વુદ્ઘ. ૨૨. કુસાનુ×ષિઅક્ષયળ—આ કુશલાનુબંધિ અધ્યયનનું ખીજું નામ વડસરળવફળાય છે. આ બીજા નામથી જ વર્તમાનમાં તે વધારે ઓળખાય છે. આના કર્તા શ્રી વીરભદ્રાચાર્ય (વિક્રમનો અગિયારમો શતક) છે. આની કુલ ગાથા ૬૩ છે. આ પ્રકીર્ણકનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે— પ્રથમ ગાથામાં આવશ્યકના છ અધિકાર આ પ્રમાણે છે—૧. સાવદ્યયોગની વિરતિ, ૨. ઉત્કીર્તન, ૩. ગુણિ પ્રત્યે વિનય, ૪. ક્ષતિની નિંદા, ૫. દોષોની ચિકિત્સા અને ૬. ગુણધારા. રથી છ ગાથામાં ઉક્ત છ અધિકારોનું પૃથક્ પૃથક્ નિરૂપણ છે. આઠમી ગાથામાં જિનેશ્વરના જન્મ પહેલાં તેમનાં માતાને જે ચૌદ સ્વપ્ન આવે છે તેનાં નામ છે. નવની ગાથામાં મંગલાચરણ કરીને દસમી ગાથામાં ૧. ચતુઃશગમન, ૨. દુષ્કૃતની નિંદા અને ૩. સુકૃતની અનુમોદના-રૂપ ત્રણ અર્થાધિકાર જણાવ્યા છે. ૧૧થી ૪૮ ગાથામાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિનપ્ત ધર્મ—આ ચાર શણ્યોનું શરણુ લેવા માટેનું નિરૂપણ છે. ૪૯થી ૫૪ ગાથામાં, જન્મ-જન્માંતમાં આત્માએ જે કોઈ દુષ્કૃત આચર્યો હોય તેની નિંદાનું નિરૂપણ છે. ૫૫થી ૫૮ ગાથામાં સુકૃતની અનુમોદના જણાવી છે. અંતમાં ૫૯ થી ૬૩ ગાથામાં ચતુઃશરગ્રહણ, દુષ્કૃતની નિંદા અને સુક્તના અનુમોદનનું ફળ જણાવ્યું છે, ૨૨. આકવચવાળવફળયં [૨]—આ આતુરપ્રત્યાખ્યાન પ્રકીર્ણકની કુલ ગાથા ૩૪ છે. આમાં આ પ્રમાણે નિરૂપણ છે—પ્રથમ ગાથામાં આતુરપ્રત્યાખ્યાન કરવા સંબંધી ઉપોદ્ઘાત છે, ૨-૩ ગાથામાં અવિરતિનું પ્રત્યાખ્યાન છે. ૪–૫ ગાથામાં ચાર ગતિને લક્ષીને મિથ્યાદુષ્કૃતનું ઉચ્ચારણ છે. ૬થી ૧૩ ગાથામાં મમત્વત્યાગ જણાવ્યો છે. ૧૪થી ૧૮ ગાથામાં દેહને ઉપાલંભ જણાવ્યો છે. ૧૯થી ૨૫ ગાથામાં શુભ ભાવના જણાવી છે. ર૬થી ૩૪ ગાથામાં અરિહંત આદિના સ્મરણનું, પાપસ્થાનકત્યાગનું અને મિથ્યાદુષ્કૃત આદિનું નિરૂપણ છે. ૨૪. ૨૩મળવાય—આ ચતુઃ શરણપ્રકીર્ણકની કુલ ગાથા ૨૭ છે. આની પ્રથમ ગાથામાં ૧. ચતુઃશગમન, ૨. દુષ્કૃતની નિંદા અને ૩. સુતની અનુમોદના—આ ત્રણ અર્થાધિકારો જણાવીને રથી ૬ ગાથામાં અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ લેવા માટે નિરૂપણ છે. ૭થી ૧૭ ગાથામાં જન્મ- જન્માંતરમાં આચરેલાં દુષ્કૃત્યોની નિંદા જણાવી છે. ૧૮ થી ૨૬ ગાથામાં સુકૃતની અનુમોદનાનું નિરૂપણ છે. અંતમાં ઉપસંહારરૂપ ૨૭મી ગાથામાં ચતુઃશગમન આદિનું ફળ જણાવેલ છે. ૧. અહીં જેમનાં ઉદાહરણો આપ્યાં છે તેમનાં નામ આ પ્રમાણે છે—અત્રિયાપુત્ર, ખંદમુનિના પાંચસો શિષ્યો, દંડમુનિ, સુકોશલમુનિ, અવંતિસુકુમાર, કાર્તીકાર્ય, ધર્મસિંહ મુનિ, ચાણાક્ય, અમયધોસમુનિ, લલિતધટા, સિંહસેનમુનિ, ચિલાતીપુત્ર, ગજસુકુમાલમુનિ, અને ગોશાલની તેોલેશ્યાથી દૃશ્ય-શ્રમણ ભગવાન મહાવીરના શિષ્યો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy