________________
કષાયો અને વિષયો કરવી જોઈએ. દશ મનના, દશ વચનના અને બાર કાયાના કોઈ દેવ સામાયિક કાળમાં એટલે અડતાળીશ મિનિટમાં શ્રાવકે ન સેવવા ઘટે. એ દેવની વિગત પંચ પ્રતિક્રમણની બુકમાં જોઈ લેવી. દશમા પૌષધવ્રતમાં આખા દિવસ માટે સામાયિક રાખવી અને મનમાં આહ દેહદૃ ચિંતવન ન કરવું, પાપવચન બોલવું નહિ અને નિરવદ્ય વચન બોલવું, પાપપદેશ કાંઈ કરે નહિ અને ઉપવાસ, અબેલ કે એકાસણું એક દિવસ કરવું, એને પૌષધ કહેવામાં આવે છે. પર્વ તિથિએ ખાસ કરીને પૌષધ કરવાં તે શ્રાવકને આચાર છે. અને છઠ્ઠા વ્રતમાં જે નીચે ઉપર કે આજુબાજુની ચાર દિશાએ જવા આવવાને નિશ્ચય કરેલ હોય છે, તે મિર્યાદા] એક દિવસ માટે સંક્ષેપવી, એ અગિયારમું વ્રત છે. બારમા વ્રતમાં અતિથિ-વગર નોતરેલ–ગ્ય શ્રાવક કે સાધુ, આવે તેને ભાત-પાણી, ભજન, પાતરાંથી કે બીજી રીતે તેમને સત્કાર કરે અને આડાંઅવળાં બહાનાં કાઢી પિતાની સત્કારજવાબદારીમાંથી ઊઠી ન જવું, એ રીતે બારમું અતિથિસત્કારવ્રત થાય. આ સામાયિકવ્રત, દિગપરિમાણવ્રત, પૌષધવત અને અતિથિસત્કારવ્રત, એ ચારે વ્રતને ગુણવ્રત કહેવામાં આવે છે. આ બાર વ્રત ન લેવાં, તે અવિરતિના બાર વિભાગ પાડવામાં આવેલા છે. સમકિત કે મિથ્યાત્વના પાંચ પ્રકાર અને અવિરતિના બાર પ્રકાર એટલે કમબંધના હેતુ તરીકે આપણે સત્તર ભેદને વિચાર કર્યો.
હવે આપણે કેમ પ્રાપ્ત પ્રમાદના ભેદોનું વર્ણન કરીએ. પ્રમાદ એટલે આળસ અથવા શુભ સંવરકાર્યમાં વિરોધ અને આશ્રવમાં મજા આવે. આ પ્રમાદનું સ્થળ નામ પાંચ પ્રકારનું છે, અસંયમ એને વિષય છે. મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રામાં સમય કાઢો, અસંયમ કરવો તે પ્રમાદ છે. મધ તે મદ અથવા અફીણિયા કે દારૂડિયા જેવી સ્થિતિ ચાલુ રહે છે. વિષય તે પાંચ ઇન્દ્રિયના વિષયે સેવવા તે. કષાયના ૨૫ પ્રકાર છે. તે નીચે વર્ણવવામાં આવશે. વિકથા ચાર પ્રકારે કહેવાય છે. રાજકથા, દેશકથા, ભેજનકથા અને
સ્ત્રી સંબંધી કથા. (આ સંબંધી આગળ એક પ્રકરણ આવવાનું છે.) આમાં રાજકથામાં Politics- રાજકારણને સમાવેશ થાય છે. એમાં અમુક પ્રધાને આમ કર્યું અને ફલાણું પ્રધાને આમ ન કર્યું, એવી એવી રાજદ્વારી વાતને સમાવેશ થાય છે. અને દેશકથામાં દેશસંબંધી દરરોજ કે અઠવાડિક પેપરમાં આવતી વાત બીજાને કરવી અને એ રીતે સમય પસાર કરે, એ સર્વને દેશકથામાં સમાવેશ થાય છે. ભક્ત અથવા ભજન કથામાં આજે રસોઈ ફલાણું બનાવી છે કે બનાવી નથી અથવા ભેજનમાં મીઠું મરચું ઓછાં કે વધારે હતાં, તેની વર્તમાન કે ભૂતકાળની વાત કરવી, કે દેશતેડા, નેતરાં વગેરેની વાતે કરવી તેવી ભેજનસંબંધી વાતને સમાવેશ થાય છે. નિદ્રા એટલે ઊંઘમાં સમય પસાર કરે તે. નિદ્રાના પ્રકારો પાંચ છે, એની વાત પ્રસંગે થશે. આ સર્વને પાંચ પ્રકારના પ્રમાદમાં સમાવેશ થાય છે. એને ઘણાખરા લેખકે કર્મબંધના હેતુભૂત ગણતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org