________________
કષાયો અને વિષયો
૫૭
સમજુ માણુસે તે ન કરવા જોઇએ. આપણે આ વિષય અહીં પૂરો કરતા નથી, કારણ કે હજુ કષાયનું વર્ણન આવવાનું છે અને આઠ મદ્યસ્થાનનું જુદું પ્રકરણ પાડવું આપણને સંબંધ પરથી પરવડે તેમ નથી, એટલે સમજી લઈએ કે, એ ચારે કાયા સ`ગતિમાં દુઃખના હેતુભૂત કેમ છે? દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિ છે. પ્રત્યેકમાં કષાયે। દુ: ખદાયી નીવડે છે, કારણ તે કર્મબંધનનું કારણ છે અને કમ"ની ગાઢતા–મંદતા તે મુકરર કરે છે, તરતમતાને જણાવે છે અને કર્મને તે રંગ આપે છે. જેમ લાડવે ગળપણમાઁ એછે. વધતા થાય, તે નક્કી કરનારું ગળપણુ છે, તે વધારે ઓછી સાકર કે ગાળ પર આધાર રાખે છે, તેમ કર્મની ચીકણાશ વગેરે બાબત કાયા પર આધાર રાખે છે. હવે નારકી ગતિમાં તે સ્પષ્ટ દુઃખ જ છે, અને દુઃખ સિવાય કાંઇ નથી. તે પણુ કષાયા જ મુકરર કરે છે, તે કોઈ પણ ચરિત્રનું હાર્દ વિચારતાં સમજાશે. દેવગતિમાં વિયાગ કરનાર ક, કષાય પર આધાર રાખે છે, એટલે એ ગતિમાં પણુ કષાયે દુ:ખના હેતુ છે. અને મનુષ્ય તથા તિર્યં ચગતિમાં જે માનસિક કે શારીરિક દુઃખ થાય છે, તે પાર વગરનાં છે; તેની ગાઢતા વગેરે નક્કી કરનાર કષાયા છે. આવી રીતે ચારે ગતિમાં દુઃખ આપનાર આ કષાયે હાવાથી, તે વિશ્વાસ કરવા યેગ્ય નથી, ત્યાજ્ય છે એમ સમજવું.
આ ભવ સ`સાર છે, રખડપટ્ટી છે, તેના માર્ગ બતાવનાર આ ચારે અથવા એકથી વધારે કષાયેા છે. એ પ્રાણીને કેવી હેરાનગતિ કરનાર અને રખડાવનાર છે, તેનું લાક્ષણિક સ્વરૂપ જોવું હોય તેા શ્રીસિદ્ધષિ ગણીએ ઉપમિતિભવપ્રપ’ચા કથામાં ત્રીજા, ચાથા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં ખતાવ્યું છે, તે જોવું કે વિચારવું. ત્યાં ભવપ્રપ’ચ જે અમાં વપરાયેલ છે તે જ અથમાં અત્ર ભવસંસાર શબ્દ ખતાન્યા છે. એને અથ કરતાં દુર્વાપુ ના અથ કોશકાર કિલ્લાવાળુ શહેર એમ કરે છે. આ સંસારરૂપ કિલ્લાવાળા શહેરને માગ બતાવનાર અને તેમાં તમને જકડી રાખનાર આ કષાય હાવાથી તેના પર વિજય મેળવવા ચાગ્ય છે—એમ સ` કષાયાના સંબંધમાં કર્તા કહે છે. આવા ખરામ કિલ્લાને કાઈ હુંશિયાર સિપાઈ ખતાવે, તેવું કામ સંસારદુને અંગે આ કષાયેા કરે છે; તે કારણે તેના ઉપર જરા પણ વિશ્વાસ ન રાખવે, બલકે ત્યાજ્ય સમજવા, એમ કહેવાને આશય છે. દુર્ગં સંચાર માટે જે ઉપદેશ આપે, તે આપણા હિતશત્રુ હાવા જોઇએ, એટલે કષાયને ઉપદેશ સ્વીકારી તે અનુસાર તમારા પેાતાના હિત ખાતર ચાલવું નહિં; એનાં કારણેા આ શ્લોકમાં બતાવ્યાં છે. (૩૦).
સમત્વ-અહંકાર વર્જનમાં મોહમાહાત્મ્યममकाराहङ्कारावेषां मूलं पदद्वयं भवति । रागद्वेषावित्यपि तस्यैवान्यस्तु पर्यायः ॥ ३१ ॥
Jain Education International
For Private & Persopal Use Only
www.jainelibrary.org