________________
પ્રશમરતિ વિવેચન સહિત આ અગાઉના ભાવમાં ગમે તેટલી મોટી અવગાહના હોય તે ચાલી જાય અને છેલ્લા ભવના શરીરની આકૃતિ અને ઊંચાઈ હોય તેમાંથી ૧/૩ કાઢી નાંખતા બાકીની ૨/૩ સ્કૃતિ અને ઊંચાઈ રહે. (૨૨) થગધનનું પરિણામ. सोऽथ मनोवागुच्छ्वासकाययोगक्रियार्थविनिवृत्तः ।
अपरिमितनिर्जरात्मा संसारमहार्णवोत्तीर्णः ॥२८३।। અથ–તે પ્રાણી ત્યારપછી મન, વચન અને કાયાના ગરૂપ ક્રિયા અને તેના પ્રજનથી નિવર્સી જઈને અત્યંત નિજેરાને કરતે સંસાર રૂપ સમુદ્રને તરી પાર પામી જાય છે. (૨૮૩)
વિવેચન–આ રીતે જે ગતિરોધ કરે છે તેનું પછી શું પરિણામ આવે છે તે આ ગાથામાં બતાવે છે.
કિયા–ઉપર જાવ્યું તે રીતે અને તે ક્રમે મન, વચન, કાયાના યોગોથી નિવૃત્તિ થઈ. આ રીતે આ ચર્ધન કેટલું મહત્વનું અને કેટલું જરૂરી છે તે ખ્યાલમાં આવશે. ગરુધન થયા પછી અંતમુહૂર્ત કાળમાં પ્રાણી સંસારને ત્યાગ કરી દે છે. એટલે ગર્ધન અતિ મહત્ત્વની વાત છે, | વિજ રાત્મા–મની ટીકામાં લખવામાં આવ્યું છે કે તે પ્રાણ પંચાશી કર્મને ક્ષય કરે છે. કર્મગ્રંથકારના મતે બંધ કેવળજ્ઞાન થય પછી માત્ર એક વેદનીય કર્મને જ રહે છે. તેથી તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે એક જ પ્રકૃતિને બંધ છે, ઉદય બેંતાળીશ પ્રકૃતિને છે, ઉદીરણું ઓગણચાળીશ પ્રકૃતિની છે અને સત્તા ૮૫ પ્રકૃતિની છે. તેથી ટીકાકારે પંચાશી પ્રકૃતિને ક્ષય કરે છે એમ જે કહ્યું તે સત્તાને આશ્રયી સમજવું. (જુઓ દ્વિતીય કર્મગ્રંથ) આ કર્મક્ષય બે સમયે મરણ પહેલાં થાય છે.
સંસાર આ સંસાર મેટા સમુદ્ર જેવું છે. એમાં એક વાર માર્ગ ચૂક્યા કે રસ્તો ભૂલ્યા પછી પત્તો લાગે તેમ નથી. દરિયામાં તે ઊંચે આભ અને નીચે પાણી હોય છે. તેમાં કોઈ નિશાની હોતી નથી, એમાં માર્ગ ભૂલ્યા એટલે દરિયામાં રખડ્યા જ કરવાનું થાય.
ઉત્તીર્ણ આમ આવા સંસાર અર્ણવને એ તરી જાય છે, સામે પાર જાય છે અને તેના સર્વ ભયે નાશ પામે છે. એલ્લે એ ફૌલેશી થઈ જાય છે. આ શૈલેશી કેવી રીતે થાય, આ શૈલેશીકરણ કરે ત્યારે શું કરે તે આવતા પ્રકરણમાં કહેવામાં આવશે. આ બધી યોગમાર્ગની અતિ પ્રગત દશાની વાત છે અને તે સમજવા જેવી છે. (૨૮૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org