________________
સમુદુધાત
૬૬ ગર્ભતિર્યંચને એક દંડક અને દેના તેર દંડક વિષે આહારક સમુદ્દઘાત અને કેવળીસમુદ્દઘાત સિવાય બાકીના પાંચે સમુદ્દઘાત લાગે. નાર અને વાઉકા વિષે વેદના, કષાય, મરણ અને વૈક્રિય એ ચાર સમુદુધાતે હોય અને વાઉકાય એકેન્દ્રિય સ્થાવરમાં વેદના, કષાય, વૈક્રિય અને મરણ એ ચાર સમુદુધાતે લાભે અને બાકીના સ્થાવર એકેદ્રિયને વેદના, કષાય અને મરણ એ ત્રણ સમુદ્દઘાત લાગે.”
આ પ્રકારે દંડકમાં સમુદ્યાતની વહેંચણી કરવામાં આવી છે. તે વીશે દંડક સમજી લેવી.
આત્માના પ્રદેશ શરીર બહાર નીકળે તેને સમુદ્દઘાત કહેવામાં આવે છે. કેવળીસમુદ્રઘાત, જેની સાથે આપણને લાગેવળગે છે તે, આઠ સમયમાં થાય છે. પ્રથમ સમયે આત્મા પ્રદેશને ઊંચે નીચે સીધી લીટીએ ગઠવે, બીજે સમયે તેને કપાટ કરે, ત્રીજે સમયે આંતરા પૂરે, ચોથે સમયે વધારાના કર્મોને ભેગવી લે, પાંચમે સમયે પાછા કપાટ કરે, છઠું સમયે મન્થાન કરે, સાતમે સમયે દંડ કરે અને આઠમે સમયે તે દંડને સંવરે. આ આઠ સમયનું આત્મિક પ્રદેશનું કાર્ય છે અને તે આંખ મીંચીને ઉઘાડીએ તેટલે સમય પણ ભાગ્યે જ લે છે અને તે કઈ સામાન્ય જીવથી દેખાતું પણ નથી. આ સમુદ્દઘાત કેવી રીતે થાય છે અને કર્મોને શું થાય છે અને કયાં કર્મોને તે અસર પહોંચાડે છે તેની કેટલીક વિગત ગ્રંથકાર પોતે જ આપે છે. આપણે તેને સમજવા યત્ન કરીએ અને અભ્યાસની તકને લાભ લેવાની હકીક્ત ઉપર જણાવી છે તે પર જરૂર લક્ષ આપીએ. કેવળી સમુદઘાત કેમ કરે?
यस्य पुनः केवलिनः कर्म भवत्यायुषोऽतिरिक्ततरम् ।
स समुद्घात भगवानथ गच्छति तत् समीकतुम् ॥२७३॥ અર્થ–-જે કેવળજ્ઞાનીનાં કર્મ આયુષ્યથી વધારે હોય તે કેવળી ભગવાન તેમને સરખા કરવાને માટે સમુદ્દઘાત પ્રત્યે ગમન કરે છે. (૨૭૩)
વિવેચન-સમુદુઘાત કેણ ક્યારે કરે છે તે આ ગાથામાં નિર્દિષ્ટ કરવામાં અવ્યું.
કેવલિન –કેવળજ્ઞાનીના આત્માએ તેના પ્રદેશે શરીરમાંથી બહાર કાઢવા તેનું નામ સમુદ્રઘાત છે. જેને કેવળદર્શન અને કેવળજ્ઞાન થયું છે તે કેવળી સમુદ્દઘાત કરે છે. તેનું અત્ર વર્ણન છે. બીજું વેદના, કષાય વગેરે કારણે પણ સમુદ્દઘાત થાય છે, તે વખતે આત્મપ્રદેશ શરીરમાંથી બહાર નીકળે છે.
આયુષ્ય-પિતાનું આયખું હોય તેથી બીજા ત્રણ કર્મો વધારે હોય તેવા પ્રકારના કેવળજ્ઞાનવાળા જ આવતી ગાથામાં કહેલે આ આઠ સમયને સમુદ્રઘાત કરે છે. અમુક કેવળીને હજુ એક વર્ષનું આયુષ્ય બાકી હોય અને નામ, ગોત્ર અને અંતરાય કમ વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org