________________
પ્રશમરતિ વિવેચન સહિત હોય, તે માબાપ, જે સ્વાર્થ વગરને પ્રેમ રાખનારા ગણાય છે, તેમને પુત્ર ઉપર સ્નેહ હોતું નથી અને ઘડપણમાં સ્ત્રીને પ્રેમ ઓછો થતાં થતાં અંતે ક્ષય પામી જાય છે. વૈરાગ્યમાં આવા પ્રકારને સ્વાર્થ ન હોવાથી એને નિશ્ચયપૂર્વક અભય કહેવામાં આવ્યું છે. તે અનુભવ કરવા જેવું છે. આ વાત તે સ્વાર્થના સંઘટ્ટ વખતે પણ દેખાય છે અને તેને પ્રસંગે સગા ભાઈ કે સગી બહેન પણ ઊભાં રહેતાં નથી. તે ઉપરાંત આપણે સમજવું ઘટે કે, સ્વાર્થ, સ્નેહ એ સર્વ થડા દિનના મહેમાન છે. અંતે જ્યારે મરણ નકકી છે અને ઘરબાર, પુત્ર-સ્ત્રી-કેઈ આપણું નથી, “આવ્યા ત્યારે બંધ હાથે હતા, જઈશું ત્યારે ઉઘાડે હાથે જઈશું” એવી સ્થિતિ હોવાને કારણે કામ કાઢી લીધા જેવો આ મનુષ્યાવતાર છે અને પિતાનું કામ કાઢવા માટે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવા પ્રસંગો હાથ ધરવા અથવા તેવાના દાખલા લેવા સમુચિત છે.
આપણે કાળા બજારના વેપારે જોયા અને તે કરનાર તરફ ઘણું બતાવી, તે હવે આપણે આપણું કામ કાઢી લેવા પૂરતી સંસાર ઉપર નજર નાખીએ અને કામ કરીએ, તે આ મનુષ્યત્વની જિદગાની સફળ થાય, નહિ તે, અનંતા ભવ કર્યા, તેમાં આ ભવને એકને વધારે થાય અને આપણે ખાલી સંસારને ભૂલી જઈએ. રાગદ્વેષને ત્યાગ કરવા માટે વૈરાગ્યના પ્રસંગે તે જીવનમાં ઘણને ઘણું આવે છે, પણ તે ઉપર ધ્યાન રહેવું જોઈએ. એ પ્રસંગે નેંધવા જોઈએ અને બને તેટલે તેમાંથી વૈરાગ્ય તારવો જોઈએ. બાકી દરેક માણસ પિતાનું જીવન તપાસશે, તે તેને બહુ વૈરાગ્યના પ્રસંગે યાદ આવશે. કેટલી વાર પાછા પડ્યા અને પોતાના કયા કયા મિત્રો, જેની સાથે રમ્યા-હસ્યા હઈશું તે ગયા, તે એક જ વાત વૈરાગ્ય માટે પૂરતી છે. પણ વાત એમ છે કે પ્રાણું આવી બાબતમાં ઘણી યાદશક્તિ ધરાવતું નથી અને ગયા તેને જવા દઈ પિતે કરતે હોય તે કરે છે. આ પ્રાણુ કાર્ય–અકાયને જાણતા નથી અને મનની વિશુદ્ધિ કરવી જોઈએ તેનાથી અજાણે રહે છે અને મૂરખ માણસ જેવા ચેનચાળા કરે છે, તેથી હેરાન-પરેશાન થાય છે. * વાસ્તવિક રીતે માણસ જેના ઉપર રાગ કે દ્વેષ કરે છે તેમાં રાગ કે દ્વેષ કરવા લાયક કઈ નથી. એ શેડા અહીં બેસી રહેનાર છે? અને વસ્તુઓ પણ કાળક્રમે સડન, પડન કે વિધ્વંસણને પામી, ન ગમે તેવી થઈ જાય છે. અને દ્વેષ તે ડાહ્યો માણસ કરે જ નહિ, કારણ કે એ તે એક પ્રકારને વલવલાટ કે ઉશ્કેરાટ છે અને સમજુ માણસ કદી ઉશ્કેરાય નહિ તેમ લેવાઈ જાય નહિ, તેમ બીજાને લે નહિ. એટલે એકંદરે રાગ કે દ્વેષ કરવા લાયક નથી. તમે જોશો તે જણાશે કે, વીતરાગને તેટલા માટે વીતરાગ કહ્યા છે. એની નજરે સર્વ જીવ સરખા છે, એને કે મારે અને પારકે નથી. અને વીતરાગ હોય તે સાથે જ વીતàષ પણ હોય છે. એટલે વીતરાગત્વમાં રાગ-દ્વેષનો નિષેધ જ સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org