________________
પ્રશમતિ વિવેચન સહિત
અ-મેહના સર્વ રીતે ચૂરેચૂરા કરીને સર્વ કલેશને મારી હઠાવીને જાણે એ પેાતે જ સર્વજ્ઞ ન હોય તેવેા થઈને, નહિ દેખાતા રાહુના અ'શથી પણ મુક્ત થઈને પૂનમના પૂરેપૂરો જાણે ચંદ્ર હોય તેવા તે થઈ જાય છે. (૨૬૩)
૪ર
વિવેચન—આ ગાથામાં પણ ક્ષપકશ્રેણ માંડનાર શું શું કરે છે તેનું વિગતવાર ચાલતું ખાકીનું વર્ણન પૂરું કરે છે.
સર્વોદ્ઘાતિતમાહ——મેહનીય કર્મ દશમા ગુણુસ્થાનકેથી ઉદયમાંથી વિચ્છેદ જાય છે, ક્ષપકશ્રેણિ માંડનારે આ મેહુના ચૂરેચૂરા કરેલા હોય છે અને રહીસહી માઠુનીયની એક પ્રકૃતિ-સંજવલન લાભના પણ અહી ઉદયમાં ક્ષય કરે છે. ક્ષીણુમેહ નામના ખારમા ગુણુસ્થાનકે મેહનીય કર્મ સત્તામાંથી પણ જાય છે. એટલે ક્ષષકશ્રેણિ માંડનારના ઉદય અને સત્તામાંથી મેહુ નાશ પામી જાય છે. તેથી તેમ જ તેને સર્વથા બંધમાંથી પણ ચૂરેચૂરા થયેલ હાવાથી તેના અનેક ગુણામાંના આ, મેહુને ચૂરેચૂરા કરવાના ગુણ ખાસ ધ્યાન ખેંચે તેવા છે.
ફ્લેશ---ક્ષપકશ્રેણિ માંડનાર મહાનુભાવના સર્વ ફ્લેશે। દૂર થયેલા હાય છે અથવા તેમને તેણે હઠાવી દીધેલ હેાય છે. જેનામાં કષાય ન હોય એનામાં ફ્લેશ ન જ હાય, કારણ કે ક્લેશનું મૂળ કષાયેા જ છે.
સજ્ઞ—એ ક્ષપકશ્રેણી માંડનાર સર્વજ્ઞ-કેવળજ્ઞાની જેવા જ લગભગ થઈ જાય છે અને બહુ જ થાડા વખતમાં તેને તેરમે ગુણુસ્થાનકે કેવળજ્ઞાન થતું હાવાથી તે લગભગ સર્વજ્ઞ જેવા જ છે.
રાવ શા—રાહુના અંશ. રાહુ ચંદ્રને ગળી જાય છે એ પ્રાચીન માન્યતા ઉપર આ રૂપક છે.
પૂર્ણ ચંદ્ર—પુનમનેા ચંદ્ર. રાહુના અંશ પણ જેને લાગેલેા નથી એવા તે પૂર્ણિમાના જાણે ચંદ્રમા જ ન હેાય તેવે તે દેખાય છે.
આવી રીતે ક્ષપકશ્રેણી માંડનારની મહત્તા બતાવી. એ અનંતાનુબંધી કષાયા, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાય તથા સંજ્વલન કષાયા પર વિજય મેળવી, હાસ્યાદિ ષટ્કના વિજય કરે છે અને વેદને ત્યાગ કરી અંતે લગભગ સર્વજ્ઞ જેવા થઈ જાય છે. વિશેષ જાણવા ઈચ્છા હાય તેમણે બીજો કર્મગ્રથ જોવે. આવી રીતે ક્ષપકશ્રેણી માંડનાર માહ ઉપર પ્રથમ સામ્રાજ્ય મેળવે છે. કર્મોમાં મહુનીય કર્મ ભારે આકરું છે, તેના પર તે વિજય મેળવે છે, એટલે તેના રસ્તે સીધે। અને સપાટ થાય છે. આ દૃષ્ટિએ ક્ષપકશ્રેણીનું સ્વરૂપ ખાસ વિચારવા યાગ્ય છે. (૨૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org