________________
ક્ષપકશ્રેણી ક્ષપકશ્રેણિ માંડનારના વધારે કમક્ષો
हास्यादि ततः षट्कं क्षपयति तस्माच्च पुरुषवेदमपि ।
संज्वलनानपि हत्वा प्राप्नोत्यथ वीतरागत्वम् ॥२६२॥ અર્થ-હાસ્ય વગેરે છે નેકવાને ખપાવે અને ત્યારપછી પુરૂષદને પણ ખપાવે અને સંજવલનપ્રકારના ચારે કષાયોને હણી નાખીને તે વીતરાગપણું પ્રાપ્ત કરે. (૨૬૨).
વિવેચન-ક્ષપકશ્રેણી માંડનાર કેટલાં કર્મોને ખપાવે તેનું વર્ણન છેલ્લી બે ગાથાથી ચાલે છે. તે જ વાતમાં વધારે આ ગાથામાં ગ્રંથકાર કરે છે.
હાસ્યાદિષક–હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને દુશંછાને હાસ્યાદિપટ્રક કહેવામાં આવે છે. તે ઉદયમાંથી તે જાય છે, પણ નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે આ હાસ્યાદિ ષટ્રક સત્તામાંથી પણ જાય છે એમ બીજા કર્મગ્રંથની ત્રીશમી ગાથામાં જણાવવામાં આવ્યું છે.
સંજવલન–સંજવલન પ્રકારને ક્રોધ, માન, માયા અને લેભ પૈકી પ્રથમના ત્રણ તે ઉદયમાંથી નવમે ગુણસ્થાનકે ક્ષય પામી જાય છે અને સંજવલન લેભ દશમે ગુણસ્થાનકે ઉદયમાંથી જાય છે. (બીજે કર્મગ્રંથ, ગાથા ર૯)
ઉપરના ત્રણ સંજ્વલન ક્રોધ, માન અને માયા નવમા ગુણસ્થાનકને છેડે સત્તામાંથી પણ જાય છે અને સંજવલન લેભ દશમે ગુણસ્થાનકે જાય છે. (સદર, ગાથા ૩૧).
વીતરાગ–જેના રાગ અને દ્વેષ ગયા છે, તે વીતરાગતા છે. એવી વીતરાગતા ક્ષપકશ્રેણી માંડનાર પ્રાપ્ત કરે છે.
સત્તામાંથી પણ દશમે ગુણસ્થાનકે કષાય જાય છે અને તે એટલે વીતરાગવુ જરૂર આવે છે એવો મત ઉમાસ્વાતિજી પ્રકાશે છે. - નપુંસકવેદ અને સ્ત્રીવેદની સર્વપ્રકૃતિ નવમાના નવ ભાગ કરતાં એથેથી નવમા સુધી સત્તામાંથી જાય છે.
- આ રીતે ઉદય અને સત્તામાંથી પ્રકૃતિ જતાં વીતરાગતા પ્રાપ્ત થાય છે. અને વીતરાગને તે મારાંતારાં કઈ નથી. આ સર્વ ક્ષપકશ્રેણી માંડનારને થાય છે. ઉપશમશ્રેણીવાળે તે સંસારમાં ફરે છે. (૬૨) ક્ષપકને વધારે કમનાશ–
सर्वोद्घातितमोहो निहतक्लेशो यथा हि सर्वज्ञः । भात्यनुपलक्ष्यरावंशोन्मुक्तः पूर्णचन्द्र इव ॥२६३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org