________________
ક્ષપકશ્રેણી
અનંતાનુબંધી કષાય-ક્રોધ, માન, માયા તથા લેભ એ ચારે પ્રકૃતિ બંધમાંથી પણ જાય છે. (બીજે કર્મગ્રંથ, ગાથા પાંચમી)
અને સમકિત મોહનીય તથા મિશ્રમેહનીયને તે બંધમાં ગણવામાં જ નથી આવતા. ૧૫૮ પ્રકૃતિ પૈકી સંઘાતનને (૫) અને બંધનને (૧૫) તે શરીર નામના ૫ ભેદમાં અને વર્ણ આદિની ૨૦ પ્રકૃતિને વર્ણ આદિ ચારમાં સમાવતાં અને મેહનીય કર્મની ૨૮ પૈકી બે (મિશ્ર અને સમક્તિમોહનીય)ને ન ગણતાં બાકીની ૧૨૦ કર્મપ્રકૃતિને બંધ જ ગણવામાં આવેલ છે. એનું કારણ એ છે કે આ બે–સમતિમોહનીય અને મિશ્રમેહનિયને બંધ થતું નથી, મિથ્યાત્વમેહનીયને કર્મબંધ થાય છે. એના પુગળને જીવ પિતાના સમકિત ગુણથી અત્યંત શુદ્ધ અથવા અર્ધશુદ્ધ કરી દે છે, આ અત્યંત શુદ્ધ પુગળ તે સમકિતનેહનીય અને અશુદ્ધ પુગળ તે મિશ્રમેહનીય છે. આવી રીતે સમતિ મેહનીય અને મિશ્રમેહનીય કર્મપ્રકૃતિએ અલગ બંધાતી ન હોવાથી બંધને અંગે ૧૨૦ કર્મપ્રકૃતિને જ વિચાર કરવામાં આવ્યું છે. એની વિસ્તૃત વિચારણા માટે જુએ પ્રથમ કર્મગ્રંથ-ગાથા ૩ર ઉપરનું વિવેચન).
આવી રીતે અનંતાનુબંધીને બંધ બીજા ગુણઠાણે અને તેની આગળ વિચ્છિન્ન થઈ જાય છે અને સમકિત મેહનીય અને મિશ્રમેહનીયને બંધ થતું જ નથી. મિથ્યાત્વમેહનીયમાં તે બે ફરી જાય છે.
આ રીતે સમકિત મેહનીય કે મિશ્રમેહનીયનાં બંધનનું કારણ જ ન હોવાથી તેને જીવ બાંધતે નથી. (૨૬૦) ક્ષપણીવાળો વધારે કર્મક્ષય કરે
सम्यक्त्वमोहनीय क्षपयत्यष्टावतः कषायांश्च ।
क्षपयति ततो नपुंसकवेदं स्त्रीवेदमथ तस्मात् ॥२६१॥ અથ–-સમ્યક્ત્વમેહનીયને તે ક્ષય કરે છે અને આઠ કષાયને તે ક્ષય કરે છે. ત્યારપછી તે નપુંસકવેદને ક્ષય કરે છે અને તે સ્ત્રીવેદને પણ ક્ષય કરે છે. (૨૬૧).
વિવેચન–એ છેલ્લી ગાથામાં બતાવેલાં કર્મોને તે ખપાવે છે પણ બીજા કયાં કર્મોને ક્ષપકશ્રેણી બાંધનાર ખપાવે છે તેનું આ ગાથામાં વર્ણન કરે છે.
સમ્યકત્વમેહનીય–પ્રાણી દર્શન મેહનીય બાંધે છે. તેને રસ તીવ્ર હોય તે તે મિથ્યાત્વમોહનીય કહેવાય છે. વચગાળાને હેય તે તે મિશ્રપુંજ કહેવાય છે અને મંદ રસ હોય તે તે સમ્યક્ત્વમેહનીય કહેવાય છે. શાસ્ત્રની પરિભાષામાં કહીએ તે એકઠાણીઓ રસ સમકિતનેહનીય હોય છે. બે કે ત્રણ ઠાણીઓ રસ મિશ્રમેહનીય હોય છે. અને ચહેઠાણીએ રસ મિયાત્વમોહનીય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org