SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ યાતાનાં વિશેષ લક્ષણો– आत्मारामस्य सतः समतृणमणिमुक्तलेष्टुकनकस्य । स्वाध्याय-ध्यानपरायणस्य दृढमप्रमत्तस्य ॥२५३।। અથ–આત્મા-ચેતનમાં રમણ કરનાર, સંત-સજજન, જેના મનમાં તણખલું અને રત્ન સમાન હોય અથવા જેણે માટીને ઢગલે અને તેનું એક જ ગણીને મૂકી દીધેલા હેય અને જે સ્વાધ્યાય (અભ્યાસ) અને ધ્યાનને માટે સર્વદા તૈયાર હોય તથા પાકા અપ્રમાદી હેય તે ધ્યાતા હોય. (૨૫૩) વિવેચન––ધ્યાન કરનાર ધ્યાયનું જ આ ગાથામાં વણ ન ચાલુ છે. તે પરથી ધણાયક કે હોય તેની વ્યાખ્યા બાંધી લેવી. આત્મારામ–આત્મિક ગુણની વિચારણા કરનાર યેગી. એ આત્માની વાતમાં જ આરામ પામે, એમાં જ એને મજા આવે અને આત્માની કેવી રીતે પ્રગતિ થાય તેનું સતત ચિંતવન કરે. એ પ્રાણીને–ધ્યાયકને આત્માની કે આત્મા પર અસર કરનારની વાતમાં ' જ અભિરતિ (આનંદ) થાય, એવો થાતા હોય. સ–અને આપણે જે ધ્યાતાનું વર્ણન વિચારીએ છીએ તે સજજન પુરુષ હય, જેને સંતપુરુષ કહેવામાં આવે છે તેવો તે હોય. સંતપુરુષે દુનિયામાં થડા હોય છે. તેમાં તે એક પુરુષ હેય. સમતૃણમણિ–એની નજરમાં તણખલું અને મહામૂલ્યવાન રત્ન એક સરખા જ હેય, એને રત્ન તરફ પક્ષપાત ન હોય અને તણખલાં તરફ અભાવ ન હોય. એ ધ્યાતાની નજરે બન્ને સરખા જ દેખાય. આવી રત્નમાં અને તણખલામાં સમભાવબુદ્ધિ ઘણી મુશ્કેલ છે. લેષ્મકનક–એણે સોનાને અને ધૂળના ઢેફાને સરખાં ગણીને મૂકી દીધેલ હોય છે. સેનાને ઢગલે કરેલ હોય કે ધૂળને ઢગલે હેય તે બન્નેને સરખાં ગણીને એણે છોડી દીધેલાં હોય છે. એની નજરમાં સોનાને ભાવ અત્યારે વધારે છે તેથી તે ઊંચું છે અને રેતીને ઢગલે નકામે છે એમ લાગતું નથી. એ સોનાને અને રેતીને સરખાં ગણુને ત્યાગ ટીકાકાર મુક્ત' એટલે અર્થ કરી વિશેષ વ્યાખ્યા આપતા નથી, મને ભાસે તે અર્થ કર્યો છે. - સ્વાધ્યાય–અભ્યાસ. ટીકાકારને કરેલે કોઈ અર્થ નથી. મને તેને અર્થ અભ્યાસ લાગે છે. તે અભ્યાસ કરે કે ધ્યાન કરે, તેમાં એકાગ્રચિત્ત લગાડી દે છે. એને અભ્યાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy