SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત આ વિવરણ-ધ્યાતા કેવો હોય તેનું વર્ણન જે ૨૫૧મી ગાથામાં શરૂ કર્યું છે તે આગળ ચલાવે છે. તુચ–એને જગલમાં--અરણ્યમાં રહેવાનું હોય કે કોઈના કુટુંબમાં એ બન્ને વાત એને સરખી લાગે છે. એને અરણ્યમાં રહેતાં ખેદ થતું નથી અને કુટુંબની વચ્ચે રહેવાનું થતાં હરખાતું નથી. એ જંગલમાં રહી ભયંકર પશુઓથી ગભરાતું નથી અને સારા કોઈ પ્રાણના કુળમાં એને રહેવાનું થાય તે કુલાત નથી. એને મન તે બંને એકસરખા જ છે. અગાઉ મોટાં મોટાં સંયુક્ત કુળ-કુટુંબે હતાં, તેમની વચ્ચે રહેવાનું થાય કે જંગલમાં પશુ વચ્ચે રહેવાનું થાય તે તેને મન તે એકસરખું જ છે. કુલ એટલે ઉગ્રકુળ, ગૌતમકુળ વગેરે. અનેક પ્રકારનાં મોટાં કુળ પૂર્વકાળમાં હતાં અને સે બસો માણસો સાથે જમતા. કરાંઓ કલબલાટ કરે કે ઘરનાં માણસ ગડબડાટ કરે, પણ ધ્યાતાના પેટનું પાણી હલે નહિ, એ ધ્યાતા હોય. વિવિા –છૂટા પડેલા ભાઈઓ ઘણે વખતે મળે ત્યારે હેત ઊભરાઈ જાય છે. પણ ધ્યાતાને મન ભાઈ કે દુશ્મન, સગા કે શત્રુ સર્વ એકસરખા છે, અથવા એને કોઈ સગે પણું નથી અને કોઈ દુમન પણ નથી. એની તે આખી દુનિયા સંબંધી છે, એમાં કોઈ વહાલે કે દવલે નથી. એ સર્વને એકસરખા ગણે છે. એની નજરે કોઈ મિત્ર કે શત્રુ ખાસ નથી, સર્વ સમાન છે. કમઠ એના ઉપર વરસાદ કરે કે ધરણે એના ઉપર છત્ર ધરે તે અને ઉપર સમાન વૃત્તિ રહેવી ઘણી મુશ્કેલ છે, પણ તે આપણે ધ્યાતા રાખે. સમતુલ્ય. કેઈ ચંદનને લેપ કરે અને કેઈ કાપી નાખે તે બને એને મન સરખા છે. એને ચંદનવિલેપન કરનાર તરફ રાગ થતું નથી અને કાપનાર કે પ્રાણાંત ઉપસર્ગ કરનાર પર દ્વેષ થતું નથી. . વાસી–વાસ કરનાર. સુગંધી લગાડનાર. કલ્પન–છેદન, કાપી નાંખવું તે. પ્રદેહ–ચંદન શરીરે ચળવું, ચંદનને શરીરે લેપ કરે તે. દિહ ધાતુ ઉપચયના અર્થમાં વપરાય છે. આવા બન્ને પ્રકારના માણસો ઉપર–ચંદનને લેપ કરનાર અને તરવારથી કાપનાર ઉપર એની મને વૃત્તિ એકસરખી રહે છે. એને ચંદનનું વિલેપન કરનાર પર રાગ થતો નથી અને પિતાને કાપનાર ઉપર છેષ થતું નથી. તેથી કેઈ જીવતા ચામડી ઉતારવા આવે ત્યારે પિતાને કષ્ટ થશે તેને તે વિચાર ન કરે, પણ સામા માણસને પૂછે કે હું પતે કેવી રીતે ઊભું રહ્યું કે તમને જરાપણ તકલીફ ન થાય. આવું મનનું વલણ મુશ્કેલ છે, પણ અભ્યાસથી આવી જાય છે. તે જેને આવી ગયું હોય તે ખરે ધ્યાતા છે એમ જાણવું. (૨૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy