________________
પ્રશમરતિ વિવેચન સહિત - પિંડસ્થ–પ્રથમ ધર્મધ્યાનને પ્રકાર. પિંડને અર્થ અહીં વસ્તુ સમજવો. ધ્યેય આત્માને કરવાનું છે, તે જુદી જુદી રીતે ધ્યાનને વિષય થઈ શકે છે. એ ધ્યેયમાં ચેતનજીને કલ્પના પર આધાર રાખી સાલંબન રૂપે ચિંતવવાને છે અને તેનાથી ચિત્તની સ્થિરતા
એક વસ્તુ પર ધીમે ધીમે થતી જાય છે. ગસિંહાસન પર આરૂઢ થયેલ ચેતનજીનું ચિંતન કરવાનું આનંદઘનજીએ છત્રીશમાં પદમાં બતાવ્યું છે, તે આ પિંડસ્થ ધ્યેયનું
સ્વરૂપ સમજવું. આ ભાવનાને હેતુ મનને વશ કરવાનું છે. આ ધર્મધ્યાનને પિસ્થ નામને પ્રથમ પ્રકાર છે.
પદસ્થ-જુદાં જુદાં પદે લઈને આત્મારામનું ધ્યાન આ ધર્મધ્યાનના વિભાગમાં કરવામાં આવે છે. આલંબન અત્ર પદોનું રહે છે. વર્ણમાતૃકા નામના પ્રસિદ્ધ પદમાં નાભિકમળની સ્થાપના કરવી, તેની સોળ પાંખડી ચિંતવીને પ્રત્યેકમાં અ થી અઃ પર્યત સ્વરેની સ્થાપના કરવી અને તે સર્વ ફરતા જાય છે એમ ચિંતવવું. તેના ઉપર હદયમાં વીશ પાંખડી અને કણિકાવાળા કમળની સ્થાપના કરવી અને તેની પ્રત્યેક પાંખડી પર ક થી માંડીને મ સુધીના વ્યંજનની સ્થાપના કરવી. વદન ઉપર આઠ પાંખડીવાળા કમળની સ્થાપના કરવી અને તે પ્રત્યેક પાંખડી પર ય થી માંડીને હ સુધીના આઠ વ્યંજનની સ્થાપના કરવી. આવી રીતે નાભિકમળ અષ્ટડિશ ?)દળનું, હૃદય પર વીશ પાંખડીવાળું કર્ણિકાયુક્ત કમળ અને વદન પર અષ્ટદળ કમળની સ્થાપના કરી વર્ણમાતૃકાનું ધ્યાન કરવું. મંત્રરાજનું ધ્યાન આ વિભાગને બીજો પ્રકાર છે. એમાં હું અક્ષરનું ચિંતવન કરવાનું છે. એને બીજાક્ષર કહેવામાં આવે છે. એ પદની સ્થાપના છે, જા૫ છે. પંચ પરમેષ્ઠી પદને ધ્યાનપ્રકાર બતાવતાં અષ્ટદળ કમળનું સ્થાપન કરવું અને તેની ઉપર વચ્ચે કર્ણિકા ઉપર “નમો અરિહંતાણું” એ પદનું સ્થાપન કરવું. ચાર દિશાના ચાર પત્રે ઉપર મહામંત્રના ચાર પદોનું સ્થાપન કરવું અને ચાર વિદિશાઓમાં ચાર પત્રે ઉપર “એસો પંચ નમુક્કારો આદિ ચાર પદોનું અનુક્રમે સ્થાપન કરવું અથવા જ્ઞાનાર્ણ વકારના મતે “સમ્યગ દર્શનાય નમઃ”, “સમ્યગુ જ્ઞાનાય નમઃ “સમ્યફ ચારિત્રાય નમઃ”, અને “સમ્યક તપસે નમઃ એ ચાર પદની અનુક્રમે સ્થાપના કરવી. બીજી અનેક જાપની રચના અને પ્રકારે બતાવ્યા છે તે માટે જુઓ મારે “જૈન દૃષ્ટિએ ગ” ભાગ ૧, પૃ. ૧૬૩-૪.
ઉપસ્થ–હવે આપણે ધર્મધ્યાનને ત્રીજો પ્રકાર જોઈએ. મોક્ષલકમીની નજીક ગયેલા, ઘાતી કર્મોને ક્ષય કરનારા, ચતુર્મુખે દેશના દેનારા અને અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, સૂર્યથી પણ વિશેષ પ્રહ્મવાળું ભામંડળ, આકાશમાં દુંદુભિ અને બાજુમાં આતપત્ર આ આઠ મહાપ્રાતિહાર્યયુક્ત શ્રી જિનેશ્વરદેવ સમવસરણમાં બેઠા બેઠા ભવ્ય પ્રાણીઓને દેશના આપે છે, તેવા તીર્થકર મહારાજનું ધ્યાન કરવું તે આ રૂપસ્થ ધ્યાનને વિષય છે. સાથે સાથે તે પ્રભુના અતિશને વિચારે છે. ચિત્તમાં પ્રભુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org