________________
પ૯૬
પ્રશમરતિ વિવેચન સહિત આવા પ્રકારના ઇદ્રિયજન્ય સુખે છે, તેની સાથે પ્રશમસુખને સરખાવે, તે હોય ત્યારે આનંદ આપે છે અને નિરંતર લહેર કરાવે છે. જાતે નિત્ય છે અને સ્વાયત્ત છે એવા સુખને મૂકીને અનિત્ય, પરાધીન અને પરિણામે દુઃખ રૂપ સુખને કે ચાહે? હેય ત્યારે દુઃખ, ન હોય ત્યારે પણ દુખ એવાં અનિત્ય સુખ કયાં અને પ્રશમસુખ કયાં ? આ સરખામણીમાં પ્રશમસુખ હજાર દરજજે સારું છે, પસંદ કરવા જેવું છે અને તેને સ્વીકાર કરી માણવા જેવું છે.
‘ષ સ્થાને કઈ પ્રતમાં દોષ પાઠ છે. સંબંધ પરથી મને દ્વેષ પાઠ વધારે યોગ્ય હોય તેમ લાગ્યું છે. (૨૩૯) હમેશને સુખી કેણુ?— __ स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति ।
रोगजरामरणभयैरवाधितो यः स नित्यसुखी ॥२४०॥ અથ–(પ્રશમરસમાં નિમગ્ન પ્રાણી) પિતાના શરીર ઉપર પણ રાગ ધરતે નથી, શત્રુ ઉપર જરા પણ છેષ લાવતે નથી; તેમ જ ગ, ઘડપણ કે મરણના ભયથી જરા પણ . પીડા પામતું નથી. આ પ્રાણી હમેશને માટે સુખી હોય છે. (૨૪) * વિવેચન–પ્રશમરસમાં ડૂબી ગયેલ પ્રાણી કે હોય છે તેનું વધારે વર્ણન
સ્વશરીર–પિતાના શરીર ઉપર રાગ લાવતું નથી. એ જરા ગરમી પડતાં માથેરાન, મહાબલેશ્વર, નૈનિતાલ કે અલમોડા દોડયો જતે નથી અને શરીરસુખાકારી માટે એ બંદરના કોઈપણ ગામતરે ગમન કરતું નથી. એ શરીરને પારકુ અને પૌગલિક જ ગણે છે. શરીર આ ભવ પર્યતને જ મિત્ર છે અને સ્મશાન સુધીનું જ સગું છે એમ તે માને છે અને તે પ્રમાણે તેની પાસેથી કામ લે છે. શરીરને એ પંપાળતું નથી, પણ તેનાથી કામ તે જરૂર લે છે. એ ખાટલે પડીને ખાતા નથી, પણ શરીરને તકલીફ આપવામાં અચકાતું નથી.
પ્રદોષ–પ્રષ. એ શત્રુ તરફ પણ છેષ લાવતું નથી. અથવા વાસ્તવિક રીતે એને કોઈ શત્રુ જ હોતું નથી. શત્રુની ખરાબી થાય તેમાં તે રાજી થતું નથી અને કેઈનું ખરાબ થાય તે તેને ગમતું નથી. તેના મતને મળતા ન થાય તેમના ઉપર હેવ કરતા નથી. આવા અજાતશત્રુ માણસે કઈ કઈ હોય છે. એ તે એના નિજાનંદમાં જ મસ્ત હોય છે.
ભય-સાત પ્રકારના સાધારણતઃ હોય છે, તેના ઉપર અગાઉ વિવેચન થઈ ગયું છે. એવા આ ભવના ભય કે પરભવના ભય કે આજીવિકાભય કે અકસ્માતભય તેને જરાપણું બીક લગાડતા નથી. એ મસ્ત પ્રાણીને રોગ, જરા (વડપણ) કે મરણને ભય જરાપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org