SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ પ્રશમરતિ વિવેચન સહિત તેમાં પણ બે વાક્યો મૂળ છે. જેમ ભિન્નભિન્ન દષ્ટિએ સિદ્ધ નિત્યત્વ અને અનિત્યત્વને લઈને વિવક્ષાના કારણે કોઈ એક વસ્તુમાં સપ્તભંગી ઘટાવી શકાય છે, તેમ બીજા પણ ભિન્ન ભિન્ન દષ્ટિએ સિદ્ધ કિંતુ પરસ્પર વિરુદ્ધ દેખાતાં સત્ત્વ-અસત્વ, એકત્વ-અત્ય, વાત્વ-અવાસ્થત્વ આદિ ધર્મયુગ્મને લઈને સપ્તભંગી ઘટાવવી જોઈએ. આથી એક જ વસ્તુ અનેક ધર્માત્મક અને અનેક પ્રકારના વ્યવહારને વિષય મનાય છે.” આવી રીતે અનેક પ્રકારે આત્માને શોધ-સમજ જોઈએ. ન ઉતપાદ–એટલે ઉત્પત્તિ, વસ્તુ ઉત્પન્ન થાય અને નાશ પામે, દરમ્યાન એમાં નિત્યત્વ તે જ વખતે રહેલું છે. ત્રણ કાળમાં આ તેનું નિત્ય તત્વ નાશ પામતું નથી અને એ નિત્ય તત્વ તેનાથી ભિન્ન નથી. આ ત્રણે તો આત્મામાં સર્વદા રહે છે; જેમ કે પુરુષની પુરુષ તરીકે ઉત્પત્તિ થાય છે, તે જ વખતે તે આગળ જે હતું તે રૂપે વિનાશ પામે છે અને તે જ વખતે જીવ રૂપે એ ધ્રુવ છે. એની ઉત્પત્તિ ન થાય તે તેને વિનાશ પણ થતું નથી. જેમકે માટીની ઘટ તરીકે ઉત્પત્તિ ન થાય તે તેને કુશલ (કેઠી) વગેરે તરીકે વિનાશ થતું નથી અને કુશૂલ (કેટી) વગેરે તરીકે તેને નાશ ન થાય તે ઘટ વગેરે તરીકે તે ઉત્પન્ન થતી નથી, કારણ કે તેની તે જ માટી એકી સાથે ઘટ, કઠી વગેરે રૂપે હોઈ શકતી નથી, તે ક્રમથી જ તે રૂપ ધારણ કરી શકે છે. માટી વગર ઘટ આદિ રૂપ થઈ શકતાં નથી, કારણ કે તે રૂપને આધારદ્રવ્ય-માટી છે. ઘટ આદિ રૂપિમાંથી કઈ પણ એક રૂપ વિના માટી પણ હોતી નથી. કારણ કે તે માટીના પર્યા છે. આ રીતે ત્રણે એકબીજાની અપેક્ષા રાખતા હોઈ સાથે મળી સત્વનું લક્ષણ પૂરું પાડે છે. જે એમ ન હોય તે ત્રણમાંથી એક અથવા બેને કારણે જણાતું જે સત્ તે અસત થઈ જાય, એટલે સત્ વસ્તુ અસત્ થઈ જાય, વિદ્યમાન વસ્તુ અવિદ્યમાન છે એવી પ્રાપ્તિ થાય. આવી સત્ વસ્તુની ગેરહાજરી અથવા અસત્ વસ્તુની હયાતી સ્વીકારવી એમાં તે અસત્યભાષણનું મહાપાપ લાગે અને તેનાથી મોટો કર્મબંધ થાય, માટે એવી વાતની ઉપેક્ષા કરવી જોઈએ. સિદ્ધાન્તી લેકો પણ કઈ કઈ વખત ઉત્પત્તિ, કોઈ વખત વિનાશ અને કઈ વખત નિત્યત્વ કહે છે. તેઓને આ દેષ નથી, એ વાત સ્પષ્ટ કરે છે. એને માટે ઉપરને અપેક્ષાવાદ-અર્પિતાપિતાની જે હકીકત રજૂ કરી છે તે કારણ છે. એમાં વિશેષતા એ અર્પિતને અર્થ છે અને વિશેષતા વગરનું જે સામાન્ય જ્ઞાન હોય તે અનર્પિત જ્ઞાન છે. એટલે આ રીતે વિરોધનું શમન થાય છે. ઉપરની બાબતમાં અપેક્ષાએ જિનપ્રવચનમાં ઉત્પત્તિ પણ બતાવી હોય તે તે અપેક્ષાવિશેષતાએ છે એમ સમજવું. ત્યાં અર્પિત એ વિશેષતાપૂર્વક વચન સમજવું અને અનર્પિત એટલે વિશેષતા વગરનું વચન સમજવું. પણ એ અર્થથી તે ધ્રુવ જ છે. ઘડાની ઉત્પત્તિની સાથે જ કેઠીપણાના નાશની પેઠે તે વાત સમજવી. માત્ર ઉત્પત્તિ જ છે એ તેમને આશય નથી, પણ વિનાશ અને નિત્યત્વ સાથે જ રહે છે. હવે ઉત્પત્તિ એકલી કહેવાથી વિગમ (નાશ) અને નિત્યતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy