________________
તત્વ
૫૩૨ અનેક ધર્મોમાંથી કયારેક એકનું અને કયારેક બીજાનું પ્રતિપાદન કેમ થાય છે, એ બતાવવું એ આ સૂત્રને ઉદ્દેશ છે. આત્મા સત છે એવી પ્રતીતિ અથવા ઉક્તિમાં જે સત્ત્વનું ભાન હોય છે, તે બધી રીતે ઘટિત થતું નથી. જો એમ હોય તે આત્મા, ચેતના આદિ સ્વરૂપની માફક ઘટાદિ પરરૂપથી પણ સત્ સિદ્ધ થાય, અર્થાત્ એમાં ચેતનાની માફક ઘટત્વ પણ ભાયમાન થાય, જેથી એનું વિશિષ્ટ સ્વરૂપ સિદ્ધ જ ન થાય. વિશિષ્ટ સ્વરૂપને અર્થ એ છે કે તે સ્વરૂપથી સત્ અને પરરૂપથી સત્ નહિ અર્થાત્ અસત્ છે. આ રીતે અમુક અપેક્ષાએ સત્વ અને બીજી અપેક્ષાએ અસત્વ એ બંને ધર્મ આત્મામાં સિદ્ધ થાય છે. જેમ સવ-અસત્ત્વનું છે તે જ પ્રમાણે નિત્યત્વ-અનિત્યત્વ ધર્મ પણ એમાં સિદ્ધ છે. દ્રવ્ય(સામાન્ય) દષ્ટિએ નિત્યત્વ અને પર્યાય(વિશેષ) દૃષ્ટિએ અનિત્યત્વ સિદ્ધ થાય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા, પરંતુ અપેક્ષાદથી સિદ્ધ એવા બીજા પણ એકત્વ, અનેકવ આદિ ધર્મોને સમન્વય આત્મા આદિ બધી વસ્તુઓમાં અબાધિત છે. આથી બધાય પદાર્થો અનેક ધર્માત્મક માનવામાં આવે છે.”
પંડિત સુખલાલ બીજી વ્યાખ્યા આપતાં જણાવે છે કે “પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્ય છે, કેમકે અર્પણું અને અનપૅણાથી અર્થાત્ વિવક્ષાને લીધે પ્રધાન–અપ્રધાન ભાવે વ્યવહારની સિદ્ધિ-ઉપપત્તિ થાય છે.” આ વ્યાખ્યા ઉપર વિવેચન કરતાં પંડિતશ્રી જણાવે છે કે- “અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક ધર્મોમાંથી પણ ક્યારેક કોઈ એક ધર્મ દ્વારા અને ક્યારેક એના વિરુદ્ધ બીજા ધર્મ દ્વારા વસ્તુને વ્યવહાર થાય છે, તે અપ્રમાણિક અથવા બાધિત નથી, કેમકે વિદ્યમાન પણ બધા ધર્મો એકી સાથે વિવક્ષિત હેતા નથી. પ્રયજન પ્રમાણે કયારેક એકની તો ક્યારેક બીજાની વિવેક્ષા હોય છે. જ્યારે જેની વિરક્ષા ત્યારે તે પ્રધાન અને બીજા અપ્રધાન થાય છે. જે કર્મને કર્તા છે તે જ એના ફળને ભક્તા થઈ શકે છે. આ કર્મ અને તજજન્ય ફળના સામાનાધિકરણ્યને બતાવવાને માટે આત્મામાં દ્રવ્યદષ્ટિએ સિદ્ધ એવા નિત્યત્વની અપેક્ષા કરાય છે. એ સમયે એનું પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વ વિવક્ષિત ન હોવાને કારણે ગૌણ છે. પરંતુ કતૃત્વકાળની અપેક્ષાએ ભકતૃત્વકાળમાં આત્માની અવસ્થા બદલાઈ જાય છે, આ કર્મ અને ફળના સમયને અવસ્થાભેદ બતાવવાને માટે જ્યારે પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે, ત્યારે દ્રવ્યદૃષ્ટિસિદ્ધ નિત્યત્વ મુખ્ય હેતું નથી. આ રીતે વિવક્ષા અને અવિવક્ષાના કારણે કયારેક આત્મા નિત્ય અને કયારેક અનિત્ય કહેવાય છે. જ્યારે બંને ધર્મોની વિવક્ષા એકી સાથે થાય છે, ત્યારે બંને ધર્મોનું યુગપતું પ્રતિપાદન કરે એવો વાચક શબ્દ ન હેવાથી આ માને અવક્તવ્ય કહે છે. વિવક્ષા, અવિવક્ષા અને સહવિક્ષાને લીધે ઉપરની ત્રણ વાક્યરચનાઓના પારસ્પરિક વિવિધ મિશ્રણથી બીજી પણ ચાર વાક્યરચનાઓ બને છે, જેમકે નિત્યનિત્ય, નિત્ય-અવક્તવ્ય, અનિત્ય–અવક્તવ્ય અને નિત્ય-અનિત્યઅવક્તવ્ય. આ સાત વાક્યરચનાઓને સપ્તભંગી કહે છે. આમાં પહેલાં ત્રણ વાક્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org