________________
પ્રશમરતિ વિવેચન સહિત, ૭. દોષક્ષય–દોષને સર્વથા નાશ થવે, તેને દેષક્ષય કહેવામાં આવે છે. વીતરાગમાં આ ગુણ જરૂર હોય છે. બાકી દાવો કરવામાં આવે, તે તે ગુણની ભજના સમજવી. દષક્ષય એટલે વાંક ભગાડવા પૂરતે પ્રસંગ ન આવે તેવી આત્મસ્થિતિ. એ વૈરાગ્યના પર્યાય તરીકે વપરાય છે..
૮, કષાયવિજય–આ આઠમો વૈરાગ્યને પર્યાયવાચી શબ્દ છે. કષાયથી સંસારને લાભ થાય છે. એ જૈનને પારિભાષિક શબ્દ છે. એમાં ક્રોધ, માન, માયા અને લેભને સમાવેશ થાય છે. કષાયવિજય એ વૈરાગ્યને પર્યાયવાચી શબ્દ ગણાય છે; એ કપાયે મને વિકારને કરનારા છે અને કષાયને અંશ પણ અંદર હોય ત્યાં સુધી એ સંસારને વધારનાર છે. એટલા માટે એના વિજયને ગ્રંથકારે વૈરાગ્યનો પર્યાયવાચી શબ્દ કહ્યો છે. તે સુયોગ્ય છે.
- આ રીતે વૈરાગ્યના આઠ પર્યાયવાચી શબ્દો છે, તે તમે વૈરાગ્યના કઈ પણ ગ્રંથમાં જશે અને બરાબર ઓળખી લેશે. શબ્દ ગમે તે વાપર્યો હોય, પણ તે વૈરાગ્યને વિષય છે એમ સમજવું. (૧૭) રાગના પર્યાય
इच्छा मूर्छा कामः स्नेहो गायं ममत्वमभिनन्दः ।
अभिलाष इत्यनेकानि रागपर्यायवचनानि ॥१८॥ અર્થ—ઇચ્છા, મૂછ, કામ, સ્નેહ, ગાળે, મમત્વ, અભિનંદ, અભિલાષા વગેરે અનેક રાગનાં પર્યાયવચને છે. (૧૮)
વિવેચન—વૈરાગ્યમાં જે રાગની વાત કરી, તે રાગ માટે પણ અનેક ગ્રંથકારે જુદા જુદા શબ્દો વાપર્યા છે. તે વૈરાગ્યવાસિત પુરુષેએ જરૂર લક્ષમાં લેવા જોઈએ. રાગને દૂર કરવા માટે એ પ્રત્યેક શબ્દ ખાસ ઉપયોગી હોઈ એના પર્યાયવાચી શબ્દો ધ્યાનમાં રાખવા જોઈએ; એટલે આપણને ગ્રંથવાચન વખતે અથવા તેને સમજવા માટે તે બહુ ઉપયોગી થાય, કારણ કે વૈરાગ્ય એટલે વિરાગપણને ભાવ હોવાથી આપણે રાગને બરાબર સમજવો જોઈએ, એને પર્યાયવાચી શબ્દ બીજા ગ્રંથમાં આવે, તે તે રાગને અંગે શબ્દ વપરાયેલ છે એમ સમજવું. આ વાત મગજની ચેખવટ માટે ઘણી જરૂરી છે અને તેને ગ્રંથકારે અહીં સહેતુક દાખલ કરી છે. તે પ્રકરણને છેડે સમજાઈ જશે. રાગના પર્યાયવાચી શબ્દો નીચે પ્રમાણે છે, તે ધારી રાખવા–
૧. ઈચ્છા–ધાતુ પરથી નીકળેલે એ શબ્દ છે. જેનું મન થાય તે કરવું તે ઈચ્છા છે. અત્ર વક્તવ્ય એ છે કે, ઈચ્છા શબ્દને પણ રાગના પર્યાયવાચી શબ્દ તરીકે અનેક ગ્રંથકારે વાપર્યો છે. ઈચ્છાનિવૃત્તિ કરીને છેવટે ઈચ્છાને રોધ કરવામાં આવે,
Jain Education International
For Private & Personal.Use Only
www.jainelibrary.org