________________
પ્રશમરતિ વિવેચન સહિત વીય–-શક્તિ, બળ. આ શક્તિ આત્મામાં ભરેલી છે, તે પ્રકટ થાય ત્યારે તે વર્યાત્મા કહેવાય છે. અંદર ભરેલી શક્તિને ઉપગ થાય જ એમ સમજવું નહિ. પણ
એ શક્તિ અંદર તે પડેલી છે જ. | સર્વ સંસારીઓની–સિદ્ધ અને સંસારી સર્વ પ્રાણીઓમાં અનંત શક્તિ ભરેલી છે. જીવને અજીવથી જુદા પાડનાર આ વીર્ય છે. એને જ્યારે ઉપયોગ થાય ત્યારે તે વીર્યાત્મ થાય છે એમ સમજવું. શક્તિને ઉપયોગ કરે ત્યારે આ પ્રાણુ વીર્યાત્મા કહેવાય છે.
- આ રીતે આઠે માગણએ આઠ પ્રકારના આત્માની વાત કરી. આ વાત લક્ષમાં રાખી સમજવી અને પ્રાણ જે ભાવે વતતે હોય તે ખ્યાલમાં રાખવું. આમાં ઉપયેગાત્મા અને વીર્યાત્મા મોક્ષના જીવને પણ લાગે છે. (૨૧) દ્રવ્યાત્મા-- . द्रव्यात्मेत्युपचारः सर्वद्रव्येषु नयविशेषेण ।
आत्मादेशादात्मा भवत्यनात्मा परादेशात् ।।२०२॥ અર્થ-દ્રવ્યાત્મા’ એ પ્રમાણે બધાં દ્રવ્યને ઉપચાર નયની અપેક્ષાએ વિશેષે કરીને કહી શકાય. આત્માની (સ્વની અપેક્ષાએ તે આત્મા છે અને પરને આદેશ કરવાથી પરની અપેક્ષાએ તે જ અનાત્મા થઈ જાય છે. (૨૨)
વિવેચન--આ ગાથામાં “આત્મા’ શબ્દનો અર્થ અપેક્ષા ધ્યાનમાં રાખીને સમજાવે છે. એ અપેક્ષાને સમજવી તે જૈન ધર્મ અને તેનાં તત્ત્વોને સમજવાની ચાવી છે, તેથી આ લેકને ખૂબ વિચારી ધ્યાનમાં લે.
દ્રવ્યામા--નયને લઈને અપેક્ષાએ સર્વ પદાર્થોને પણ દ્રવ્યાત્મા કહી શકાય. એ સામાન્યની અપેક્ષાએ સમજવું. તત્વથી એવી વાત ન થાય, પણ ઉપચારથી એને અને અજીવના સર્વ પદાર્થોને દ્રવ્યાત્મા કહી શકાય. જીવ અને અજીવ સર્વ પદાર્થો પિતપિતાનાં રૂપનાં વાચક હોવાથી ઉપચારની અપેક્ષાએ બનેને દ્રવ્યાત્મા કહી શકાય. અજીવમાં જે ગુણે છે તે આમાં પણ છે, તેથી તેને દ્રવ્યાત્મા સ્વદ્રવ્યની અપેક્ષાએ કહેવામાં કોઈ પ્રકારને વાંધો નથી. રતિ રૂતિ વાતમ-જે ફરે હરે, જાય આવે તે આત્મા. એ અપેક્ષાએ એ અજીવ પદાર્થોને પણ દ્રવ્યાત્મા કહી શકાય. એનું સ્વરૂપ બતાવવા એને દ્રવ્યાત્મા કહેવામાં કઈ જાતને વાંધો નથી. બાકી જીવ એ તે જીવ જ છે. તે ભાવાત્મામાં જશે. એટલે તત્વથી અજીવ આત્મા ન હોવા છતાં તેનું અને આત્માનું જવા આવવાને અંગે સ્વરૂપ એક સરખું હોવાથી ઉપચારથી એને દ્રવ્યાત્મા કહી શકાય. આ ઔપચારિક વાત છે અને ન્યાયનિષ્ણુત તરત સમજી શકશે. જીવ અને અજીવ આવી રીતે એકસરખાં જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org