________________
? * તવ
દર્શનાત્મા, ચારિત્રમાં વતે` ત્યારે ચારિત્રાત્મા અને વીર્યમાં વતે` ત્યારે વીર્યાત્મા. આ પ્રમાણે આઠે માણાએ આત્માને ઘટાવવે, તે આવતી ગાથામાં કહેશે.
પેાતાનું તાદ્રૂપ્સ જેની સાથે થાય તે રૂપ આત્મા થઈ જાય, તે ભાવમાં વતા આત્મા કહેવાય છે. ખરી રીતે આવી સ્થિતિ આત્માની સ્થિતિ છે. આ ભાવ ખરાખર સમજવે. (૨૦૦)
બાકીની ચાર માણાએ વતા આત્મા-
PH:
પપ
ज्ञानं सम्यग्दृष्टेर्दर्शनमथ भवति सर्वजीवानाम् । चारित्रं विरतानां तु सर्वसंसारिणां वीर्यम् ||२०१॥
અથ સમકિત દૃષ્ટિના જ્ઞાનાત્મા અને સર્વ પ્રાણીઓના દર્શનાત્મા અને ચારિત્રમાં આસક્ત થયેલા હાય તેમના ચારિત્રાત્મા અને સંસારમાં રહેલા સર્વ જીવા જેમનામાં વીર્ય શક્તિ હાય તે વીર્યાત્મા. (૨૦૧)
વિવેચન—આ ગાથામાં માગણુાનુસાર બાકીના આત્માના ચાર પ્રકાર બતાવે છે, એટલે આઠે મા ણાનુસાર આત્માના પ્રકાર પૂરા થશે.
જ્ઞાન-સંર્વ પ્રાણીઓમાં જ્ઞાનના અન ંતમા ભાગ સદા ખુલ્લો રહે છે. કાંઈપણ જાણવું, વસ્તુ છે એવી વિશેષ ભાવના, તેના જાણુપણાને જ્ઞાન કહે છે. આ દેવચંદ છે, રાયચંદ છે, મારી પેાતાની ગાય છે એવું સવિશેષ જાણપણું તે જ્ઞાન.
સમ્યગ્દૃષ્ટિ--સમ્યગ્દષ્ટિવાળા જીવને જ્ઞાન થાય તે વખતે
તે ચેતનાના પ્રવાહ તે જ્ઞાનાત્મ જાણવેા. ટીકાકારના કહેવા પ્રમાણે ક્ષાયિક, ક્ષાર્યપશમિક અને ઔપમિક એમ ત્રણ પ્રકારના જ્ઞાનને આમાં સમાવેશ થાય છે. મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન નહિ.
દન-વસ્તુને સામાન્ય ઉપયોગ. ‘અહીં કાંઈક છે” એવું વિશેષ જાણ્યા વગરનું જ્ઞાન થાય, માત્ર ‘અહીં કાંઇક છે' એવા સામાન્ય ખાધ થાય, તેને દન કહેવામાં આવે છે.
સજીવા--આ દશન, સામાન્ય બેધ, નિરાકાર ઉપયાગ જ્યારે પ્રાણીને થાય ત્યારે તે દશનામા જાણવા. આવે એધ એકેન્દ્રિયથી માંડીને સર્વ જીવાને થઈ શકે છે. ચારિત્ર-ચર્યો. એના પાંચ વિભાગ નવતત્ત્વમાં આપેલા છે. ચારિત્રની ક્રિયા કરનાર તે વખતે ચારિત્રાત્મા કહેવાય છે.
Jain Education International
વિરત--ત્યાગીને હાય તે ખરું ચારિત્ર. ચારિત્રમાં પ્રાણી વતતા હોય તે વખતે તે ચારિત્રાત્મા કહેવાય છે. ચારિત્ર અહીં સંયતનું સમજવું, અસંયતનું નહિ. જેમણે ત્યાગ ન કર્યાં હાય તે ચારિત્રાત્મા ન કહેવાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org