SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પ્રશમરતિ વિવેચન સહિત માટે શું શું કરવું પડે, તે જાણી અંતે કષાય પર સ`પૂર્ણ વિજય કરવા જોઇએ. આને મનુષ્યપણાની નબળાઈ ન ગણવી, કારણ કે સવ” મનેાવિકારને છેડ્યા વગર આપણા આર નથી અને મનેાવિકારના વિજયમાં કષાયેા ભારે અગત્ય ધરાવતા હોઇ આપણે તે અગત્યના મુદ્દો હાથ કરીને, તે કષાયાને યથાસ્વરૂપે એળખીને ધ્યાનમાર્ગ પર આગળ વધવું જોઇએ. એમાં આપણે ગેાટા વાળીએ અથવા મનમનામણુાં કરીએ, તે આપણા પેાતાના હિત ખાતર આપણુને પરવડે તેમ નથી. તેટલા માટે આપણે કષાયેને ઓળખી લઈ, તે પરના વિજયના માર્ગોને સંભાળી લઇએ. આપણા ઉદ્દેશ સહસારને નાશ કરવાને છે, તેના ત્રાસને ઘટાડવાના છે અને તેમાંથી બચવાના માર્ગો શેાધવાના છે. આ પ્રકરણુ અતિ અગત્યનું હાર્દ આપણું ધ્યાન ખે'ચે છે. અને તે વારંવાર વિચારવાલાયક હાઈ ખૂખ ચર્ચા, નિક્રિયાસન, અભ્યાસ માગે છે. અને ખાસ ધ્યાન રાખવું. કે એમાં લગભગ મૂળભૂત મૌલિક વાતે જ કહેવામાં આવી છે. તમે કષાયાને સમજો અને તે પર વિજય મેળવેા, તેટલા માટે વૈરાગ્યની વાત પ્રથમ કહેવામાં આવી છે, અને તેના પર્યાય કેવા કેવા છે તે બતાવ્યું છે. આ સના મુદ્દો વૈરાગ્ય દ્વારા આપણે કષાયને સમજવાના છે, તે સમજો. વૈરાગ્યના પર્યાયા—— माध्यस्थ्यं वैराग्यं विरागता शान्तिरुपशमः प्रशमः । दोषक्षयः कषायविजयश्च वैराग्यपर्यायाः [ol અથ—માધ્યસ્થ્ય, વૈરાગ્ય, વિરાગતા, શાંતિ, ઉપશમ, પ્રશમ, દેષક્ષય, કષાયવિજય – એ સર્વાં વૈરાગ્યના પર્યાય છે. (૧૭) વિવેચન—આ વૈરાગ્યના પ્રકરણમાં પ્રથમ વૈરાગ્ય માટે કયા કયા શબ્દો શાસ્ત્રકારે બતાવ્યાં છે, તે કોશકારની પદ્ધતિએ આપે છે અને તમે કોઈ પણ ગ્રંથ વાંચતા હે, તેમાં એ શબ્દો આવે તે તે વૈરાગ્યના બીજા શબ્દો ( other words) છે, એમ સમજી લેજો. આ પ્રકરણને છેડે વૈરાગ્યની વ્યાખ્યા આપવામાં આવશે અને યાગગ્રંથકારો એને માટે જે કહે છે તે વખતે તેમાં કેટલા ચમત્કાર છે તે તમારા ખ્યાલમાં આવશે. આઠે શબ્દો વૈરાગ્યના પર્યાયવાચી છે તે સમજવા માટે આપણે આઠે શબ્દ સમજી લેવા પ્રયત્ન કરીએ. ૧. માધ્યા—મધ્યસ્થતા, રાગરહિત પ્રાણીને મધ્યસ્થ કહેવાય. તેવાપણું તે માધ્યસ્થ્ય. એ અતિ ઊંચા ગુણ છે. એને સમજવા માટે “શાંત સુધારસ ”માં સેાળમી ભાવના માધ્યસ્થ્યની આપવામાં આવી છે, તે બરાબર વાંચી જવી અને તેના હેતુ હૃદયમાં ઉતારવેા. મધ્યસ્થ માણુસ કોર્ટના ગેરવાજખી પક્ષ કરતે નથી અને એના મધ્યસ્થપણાના ગુણુથી એ આગળ વધે છે. “ કુમારસ‘ભવ”માં કાલિદાસે કહ્યુ છે કે, લક્ષ્યર્થનામંનમયન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy