SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ પo૬ પ્રશમરતિ વિવેચન સહિત વ્યયને વિચાર આવે છે ત્યારે આખા દિવસમાં નકામી પંચાતે આપણે કેટલી કરીએ છીએ અને આપણો કોઈ અર્થ ન સરે તેવી પારકી વાત કેટલી કરીએ છીએ તે ખ્યાલમાં રાખવું ઘટે. ખરી રીતે તે પિતે કોણ છે, ક્યાં જવાનું છે એવી આત્માને ઓળખવાની વાત કરવી જોઈએ. આત્માને લાગેલાં કર્મો, તેમનાથી થયેલે આઘાત અને અંતે મરીને એવી જ કઈ ભળતી ગતિમાં જવાનું – એમ. ઉત્તરોત્તર ખાડામાં પડવાનું જ થાય છે એવી અગત્યની વાત આપણે કરવી જોઈએ પણ કરતા નથી. ખરું તત્વચિંતન ન કરતાં ભળતી વાત કરીને આપણે સમય પસાર કરીએ છીએ અને જરાપણું કર્તવ્ય કરતા નથી. નકામા આંટા માર્યા કરીએ છીએ, અને અંતે અનંતકાળ ભેગા આપણી જાતને પણ એરી દઈએ છીએ. આવી અવ્યવસ્થિત સ્થિતિમાં કોઈ જાતનો લાભ નથી. એથી સંસાર વધે છે અને આપણું હજાર કરોડ ભવ વધી જાય છે. એને બદલે જે આપણે તત્વચિંતન કરીએ તે શક્તિને દુર્વ્યય થતે મટી જાય છે અને અંતે એનાથી પિતાની જાતની પિછાણ થતાં આપણે આપણી જાતને બરાબર ઓળખી તેને સીધે રસ્તે ચઢાવી દઈ શકીએ છીએ. આપણી જાતને પૂરેપૂરી જાણવા-પિછાનવાને પ્રામાણિક પ્રયત્ન આપણે કર્યો હોય તેમ લાગતું નથી, નહિ તે આ રખડપટ્ટી અને લગામ વગરની આપણું ચાલ ન હોય. સમજ માણસે પિતાની જાતને બરાબર ઓળખવી જોઈએ અને આ પદુગળ અને પિતાને શો સંબંધ છે તે વિચારીને સમજવું જોઈએ, અને પિતે અહીં કયાંથી અને શા માટે આવેલ છે તે સમજી તેના આ ભવના ફેરા મટાડવા જોઈએ. બાકી પિતાનાં સગાં કે છોકરાઓ માટે તે દરેક ભવમાં ઘણું કરી આવ્યા પણ અંતે તે પિતાનાં કરેલાં પિતે જ ભેગવવાં પડે છે. એ રીતે તે અનેક અનુભવ કરેલા છે, પણ અનંતકાળથી આપણું ફેરા મટતા નથી, કારણ કે આપણે એ ફેરાનું કારણ જાણતા નથી અને જાણવાને વખત મળે ત્યારે નકામી વાતેમાં સમય કાઢી નાખીએ છીએ. તેથી પ્રત્યેક સમજુ માણસની ફરજ છે કે જ્યારે જ્યારે તેને તક મળે ત્યારે આવી તત્વચિંતનની સુવિચારણામાં પિતાને સમય વ્યતીત કરો અને આવી મળેલ તકને, શુભ અવસરને ગુમાવે નહિ. અનેકવાર ચૂકીને આપણે અહીં આવી પહોંચ્યા છીએ. આ અવસર વાતમાં કાઢ કે પિતાને અભ્યાસ ન કરે એ આપણને પાલવે નહિ. તત્વચિંતન કરે, અવને ઓળખે અને નીચેનું આખું પ્રકરણ વિચારે. તમારી ઘણી ગૂંચે એનાથી દૂર થઈ જશે. અને તમારા આ જીવનને, આ ફેરાને સફળ કરશે. આ તત્ત્વચિંતનની વાત જેવી તેવી ન ગણશે. તમારે માટે એ જીવનને સવાલ છે, તમારા ભવિષ્યને એ સવાલ છે અને તમારે અતલગને એ ઉપયોગી સવાલ છે. એ સવાલનું મહત્વ સમજી આ આખા પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy