________________
પ્રકરણ ૯ મુ તત્ત્વ
તત્ત્વ એટલે જાણવાલાયક પદાર્થો. આ દુનિયામાં જેના નામ આમી શકાય તેવા સાત અથવા નવ પદાર્થા છે. સાત અથવા નવ કહેવાનું કારણ એ છે કે પુણ્ય અને પાપ એ તે સુઅનુભવ કે ખરાબ અનુભવ જે કરાવે છે, તે કર્મો જ છે અને તેના સમાવેશ બંધ તત્ત્વમાં થઈ જાય છે. જેમ નૈયાયિકાએ ૨૪ પદાર્થો બતાવ્યા છે તેમ જિનેશ્વર દેવે સાત અથવા નવ પદાર્થો બતાવ્યા છે.
પદાર્થો એનું નામ કહેવાય કે જેમાં સ` વસ્તુને–જેનું નામ આપી શકાય તે સવ”ના, સમાવેશ થઈ જાય. એટલે, એ સાત કે નવ પદાર્થી ઉપરાંતની કોઈ પણ વસ્તુ આ દુનિયામાં કે મુક્તિમાં ન રહેવી જોઇએ કે જેને એ સાત તત્ત્વમાં સમાવેશ ન થતે હેાય. આ સાત પદાર્થોમાં દુનિયાના સર્વ પદાર્થના અને મેાક્ષના સર્વ પદાર્થોના સમાવેશ થાય છે. આ સાત તત્ત્વાને આપણે ઘણાં દૃષ્ટિબિંદુથી ચીશું અને તેમને ઓળખવા પ્રયત્ન કરીશું. તેમાં જીવ અને અજીવ સ વસ્તુનો સમાવેશ થઈ જાય છે અને તે સ` પદાર્થો જ માત્ર આ જીવનમાં કે મુક્તિમાં હાઈ શકે છે. એ સિવાય કોઈપણ પદાર્થ બાકી રહેતા નથી: વૈશેષિકે દ્રવ્ય, ગુણુ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એમ કુલ સાત પદાર્થ ગણાવ્યા છે. જૈનના સાત પદાર્થો પણ એવી ચેાજનાથી ગાઠવાયેલા છે કે એની બહાર આ દુનિયામાં કે મેક્ષમાં કઇ પદાથ રહેતા નથી. એના સંબંધમાં ઘણી વસ્તુ કહેવાની છે તે તેના યેાગ્ય સ્થાનકે કહેવામાં આવશે. આ દુનિયામાં આપણે નકામી વાર્તા કે કુથળી કરીએ છીએ અને નકામા સંસાર વધારીએ છીએ અને ઘણી વખત તે આપણે કાંઈ લેવાદેવા ન હાય તેવી સંબંધ વગરની વાત કરવામાં અને વાર્તા કહેવા કે સાંભળવામાં સમય પસાર કરીએ છીએ. એને બદલે તત્ત્વના વિચાર કરવા. આ દુનિયા કે માક્ષમાં એટલા જ પદાર્થો છે એના વિચાર કરી એ તત્ત્વચિંતનમાં સમય પસાર કરવે. એ વખતના સદુપયોગ છે, તેથી કથાના પ્રકરણમાં આ તત્ત્વચિંતનના પ્રશ્ન લઈ લેવે। અને ખરેખર તત્ત્વા કયાં છે તે વિશે ચિંતન કરવામાં સમય પસાર કરવે એ ઘણું સારું છે. એથી કથાના પ્રકરણ પછી આ તત્ત્વનું પ્રકરણ આવે તે ખરાખર છે. એ તત્ત્વાના ચિ ંતનમાં સમય પસાર કરવેા અને નકામી કુથળી કે વાર્તામાં સમય પસાર ન કરવા અને અનર્થદંડના પિરણામથી ખચવું એ આપણી આપણા આત્મા તરફની એક ફરજ છે અને તે ક્રૂરજને પાર પાડવામાં આપણા અર્થ વગરના થતા શક્તિવ્યય ખેંચે છે. જ્યારે શક્તિ
પ્ર. ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org