________________
૪૯૨
પ્રશમરતિ વિવેચન સહિત અટકાવનારી કથાને વિક્ષેપણી કથા કહેવામાં આવે છે. આ આક્ષેપણી અને વિક્ષેપણું કથા બને કરવા ગ્ય છે. આવી કથા છોકરાઓને પણ ગમે તેવી રીતે કહેવી અને તેમને ધર્મમાં મજબૂત કરવા અને પરધર્મમાં જતા અટકાવવા. - ત્રીજા કરવાયોગ્ય કથાના વિભાગને સંવેદની કથા કહે છે. નરકાદિકનાં દુઃખ એવી અદ્ભુત રીતે વર્ણવે કે પ્રાણી પાપકર્મો કરતે અટકે, એ આ ત્રીજી સંવેદની કથાનું લક્ષણ છે. નારકીમાં લેઢાની લાલ પૂતળીને બતાવીને એને ગરમ કરે અને પરસ્ત્રીલંપટ માણસોને એને ભેટવાનું કહે અને એને ભેટવું એટલું આકરું લાગે કે પ્રાણી પરસ્ત્રીલંપટ મટી જાય. આવી રીતે નારકીની ક્ષેત્રવેદના, પરમાધામીકૃત વેદના અને પ્રાણુઓની અન્ય ન્યકૃત વેદનાને વર્ણવીને આ પ્રકારની કથા જીવને કુકૃત્યથી નિવારે–અટકાવે છે, તેથી તે સંવેદની કથા કહેવાય. આ વિભાગ પણ સારી કથાને છે. એમાં કથા કહેનારનું જ મહત્વ છે અને એની રીતભાત પ્રશંસા કરવા યોગ્ય છે.
ચેથી સારા પ્રકારની કથાને નિવેદની કથા કહેવામાં આવે છે. આ સંસાર કેવા ત્રાસથી ભરેલું છે, બધા સંસારથી મૂકાવું કેવું સરસ છે, મોક્ષની અભિલાષા પણ સુંદર છે, એમ ભવત્રાસને બતાવનારી અને મેક્ષની અભિલાષા બતાવનારી અને તેના વખાણ કરનારી જે કથા હોય તે ચેથી નિવેદની કથા કહેવાય છે. આ કથા પણ સારી કથાના વિભાગમાં આવે છે. - નકામાં ગામગપાટાં મારવાં અને દેશપરદેશની વાત કરવી કે સ્ત્રી સંબંધી વાતે કરીને સમય કાઢવા કરતાં આ ચારમાંથી કેઈપણ પ્રકારની કથા કરવી અને ફલાણાએ નાત કરી અને એમાં ફલાણું ખૂટયું અને એવી એવી અર્થ વગરની વાત કરવામાં વખત ન કાઢો. સારી ચાર પ્રકારની કથા કરવી, એમાં સ્વ તથા પરને લાભ થાય છે અને વખત સારી રીતે પસાર થાય છે. આ કથાના પ્રકરણમાં આ સારી તથા ખરાબ કથાનું વર્ણન આવશે, તે વિચારવું. * સુકથાના પ્રકારઃ ધમકથા– ___ आक्षेपणी विक्षेपणी विमार्गबाधनसमर्थविन्यासा ।
श्रोतृजनश्रोत्रमनःप्रसादजननी यथा जननी ॥१८२॥ અથ–આક્ષેપણી તથા વિક્ષેપણું એટલે વિમાર્ગમાં પડતાને બાધા કરવાને, રોકવાને સમર્થ તેમ જ સાંભળનારના કાન તથા મનને આનંદ ઉપજાવનાર માતાના જેવી, એ (બને કથાઓ કરવી.) (૧૮૨).
વિવરણ–આ ગાથામાં સુકથાના, કરવા યોગ્ય કથાના, બે પ્રકાર પ્રથમ બતાવ્યા છે. આગળ જતાં એમાં બીજા બે પ્રકાર ઉમેરશે. સમજણપૂર્વક આ ગાથામાં કહેલ બે પ્રકારનું પ્રથમ આપણે વિચારીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org