________________
૪૮૬
પ્રશમરતિ વિવેચન સહિત વિજય છે, એમાં જરાપણ શંકા નથી. જે દુશમનના કરેલા કાવાદાવામાં પડી ગયા તે આપણે વિજય ન થાય. માટે વિજય મેળવવાની પૂર્ણ ગંભીરતા સાથે આગળ વધો અને વિજય તમારે જરૂર થશે. (૧૦૦) આવા દુશ્મને સાથે કામ લેવાની રીત---
प्रवचनभक्तिः श्रुतसंपदुद्यमो व्यतिकरश्च संविग्नः । __वैराग्यमार्गसद्भावभावधीस्थैर्यजनकानि ॥१८१॥ અર્થ–પ્રભુએ કહેલા વચનની પ્રીતિ, વિશિષ્ટ આગમ સંપત્તિ મેળવવા માટે ઘટિત ઉદ્યમ તથા ભણેલા ખૂબ વિહાર કરનારાઓ સાથે પરિચય એ ત્રણે વસ્તુઓ વૈરાગ્યમાર્ગ ઉપર બુદ્ધિને રાખે છે અને એમાં સ્થિરતા ઉત્પન કરે છે. (૧૮૧)
વિવેચન–આ દશવિધ યતિધર્મમાં ચિત્ત કેવી રીતે ચોટે અને એમાં કેમ આગળ વધાય તેની બીજી પણ અનેક રીતિઓ છે. આપણે તે પૈકી ઘેડીક રીતિઓ વિચારીએ. આપણે મુદ્દો યતિધર્મ આચરણને છે એ ધ્યાનમાં રાખી એ રીતિઓને અપનાવવી. આપણે તે રીતિઓ જોઈએ.
પ્રવચનભક્તિ-ચતુર્વિધ સંઘપ્રીતિ. અર્થાનુસંધાનપૂર્વક કહેવું તે પ્રવચન કહેવાય છે અને ટીકાકારને મતે એને અર્થ ચતુર્વિધ સંઘની ભક્તિ એમ થાય છે. પ્રવચન એટલે આસવચન. એમાં બોલનારને સમાવેશ થઈ જાય છે. આપણે તે તીર્થકર મહારાજ અને તેમના મુખ્ય શિષ્ય ગણધરે જે બેલે તેને પ્રવચન કહીએ. એના તરફ આપણને ભક્તિભાવ હવે જોઈએ. તેઓએ પ્રવચને ચતુર્વિધ સંઘને સુણાવ્યા અને તેમને માટે જાળવ્યા એટલે પ્રવચન સાંભળનાર ચતુર્વિધ સંઘ ઉપર આપણને પ્રીતિ હોવી જોઈએ. આવા સુંદર પ્રવચન ઉપર જેમને રાગ હોય તેમની ભક્તિ કરવી, તેમની જરૂરિયાત પૂરી પાડવી તે અસલ પ્રવચનને રાગ કરવા જેવું જ છે. આપણે સાધુ-મુનિ, સાધ્વી–આર્યા, શ્રાવક અને શ્રાવિકા ઉપર ભક્તિભાવ રાખીએ તે આ પ્રવચન કરનાર કે તેને સંગ્રહ કરનાર તરફ જ આપણે રાગ બતાવીએ છીએ. તેથી આ કાળમાં તે પ્રવચનરાગ એટલે ચતુવિધસંઘની ભક્તિ કરવી એ જ અર્થ સમીચિન છે.
શ્રતસંપદ-તીર્થકર લેકને જે ઉપદેશી ગયો અને ગણધરોએ જે જ્ઞાનને સંગ્રહ્યું તેને જે વૈભવ છે તે વધારવાની આપણને હૈશ થઈ આવે, તે જ્ઞાનને સહાનું ભૂતિપૂર્વક સમજી અભ્યાસ કરવો એ શ્રુતસંપમાં ઉદ્યમ છે. એટલા માટે આગમને અભ્યાસ કરવાની અને તે કાર્યમાં ઉક્ત રહેવાની બહુ જરૂર છે. એને અભ્યાસ કરે અને તે માટે બની શકતે ઉદ્યમ કરવો એ બહુ ઉપયોગી છે. ભણવાથી વાત તુરત સમજણમાં આવે છે. અભણ માણસે તે આમતેમ ભમ્યા કરે છે અને વગર અભ્યાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org