________________
ફી. ૫,૦૦૦ શ્રીમતી વેણીબહેનના પિતાશ્રી વનમાળીદાસ રાયચંદ વારૈયાની સ્મૃતિમાં એમ કુલ રૂપિયા પંદર હજાર મળેલ છે. વડીલની સ્મૃતિમાં શરૂ થયેલ આ જ્ઞાનપ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા તર્પણરૂપે તેમણે આપેલ આ રકમ બદલ અમે શ્રીમતી વેણીબહેન કાપડીઆને હાર્દિક આભાર માનીએ છીએ. - પ્રશમરતિના આ વિવેચનમાં શ્રી મતીચંદભાઈ આપણને તેમણે પિતે લખેલા વિષયક મોટા નિબંધને જોવાની ભલામણ કરે છે. આ નિબંધનું શીર્ષક છે “જૈન દષ્ટિએ કમ.' તે આજ સુધી અપ્રકાશિત છે. આ નિબંધ ગ્રંથરૂપે બને તેટલે વહેલે પ્રકાશિત કરવાની અમારી ઉમેદ છે. - આ વિવેચનના સંપાદનનું કાર્ય સાહિત્યોપાસક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને સોંપવામાં આવ્યું હતું. તેમણે કાયને આરંભ પણ કરી દીધેલું, પરંતુ પોતાની શારીરિક બિમારીના કારણે તેઓ તેમાં આગળ વધી શક્યા નહિ. એટલે તેમણે જ લા. દ. વિદ્યામંદિરના Š. નગીનભાઈ જી. શાહને આ કામ સોંપવાની ભલામણ કરી. વિદ્યાલયે હૈં. શાહને આ કામ કરવા નિમંત્રણ આપ્યું, જેને તેમણે સહર્ષ સ્વીકાર કર્યો. આમ આ વિવેચનનું સંપાદન કરી આપવા બદલ અમે હૈં. શાહને આભાર માનીએ છીએ. આ પ્રસંગે આ ગ્રંથમાળાના સંપાન–પ્રકાશનકાર્ય સાથે પ્રારંભથી સંકળાયેલા સદગત શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું અમે પ્રેમપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ અને તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અપીએ છીએ. તેમની હયાતીમાં આ ગ્રંથનું પ્રકાશન ન થઈ શક્યું તેનું અમને દુઃખ છે.
- આ ગ્રંથનું સ્વચ્છ અને સુઘડ મુદ્રણ અમદાવાદના શારદા મુદ્રણાલયે કરી આપ્યું છે. એના પ્રફરીડિંગની જવાબદારી લા. દ. વિદ્યામંદિરના ડે. શ્રી રમણીકભાઈ મ. શાહે સંભાળી છે અને આનું બાઈવિંગ મહાવીર બુક બાઈડિંગ વસે કરી આપ્યું છે. આ બધા પ્રત્યે અમે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. ઑગસ્ટ ક્રાંતિ માગ, મુંબઈ-૩૬
જયંતીલાલ રતનચંદ શાહ મહાવીર જન્મ કલ્યાણક પવન
જગજીવન પોપટલાલ શાહ વિ. સં. ૨૦૪૨, તા. ૨૨-૪-૮૬
- રમણલાલ ચીમનલાલ શાહ
માનાર્હ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org