SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન પરમ પૂજ્ય વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજે રચેલ પ્રશમરતિ' ગ્રંથ જૈન આચારના મહત્ત્વના ગ્રંથ છે. તે ૩૧૪ સાંસ્કૃત ગાથાઓમાં રચાયેલે છે. તેમાં દુ:ખના કારણભૂત રાગદ્વેષને જીતવાના જિનાપદિષ્ટ ઉપાયાનું વિશદ નિરૂપણ છે. આ નિરૂપણ સરળ અને બુદ્ધિગમ્ય છે, હૃદયસ્પશા' અને વિચારપ્રેરક છે, વૈરાગ્યજનક અને આત્મભાવપ્રધક છે. પ્રધાનપણે આચારને ગ્રંથ હાવાથી તેમાં તાર્કિક ચર્ચાએ અને ખંડનમંડન નથી, આગમમાં પ્રતિપાદિત સમય આચારનું તેમાં આલેખન છે. જૈનદર્શન આચારપ્રધાન છે એ હકીક્ત જો ધ્યાનમાં રાખીએ તેા જૈનદનના ખરા હા નું પ્રતિનિધિત્વ કરતા આ ગ્રંથ ગણાય. માગમમમગ્ન ઉમાસ્વાતિ મહારાજે જેમ તવા સૂત્રમાં જૈન આગમાના પદાર્થોના સંગ્રહ કર્યા છે તેમ પ્રાયતિમાં જૈન આગમોના આચારને – ખાસ કરીને આચારાંગસૂત્રના માચાર – સંગ્રહ કર્યાં છે. આ મનનીય કૃતિ ઉપર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ માના" મંત્રી શ્રી માતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાએ સરળ ભાષાન્તર સાથે વિસ્તૃત વિવેચન ઈ. સ. ૧૯૪૯-૫૦માં લખ્યું હતું. તે આજ સુધી અપ્રકાશિત હતું. તેને સૌપ્રથમ પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. તેઓ વિદ્યાપ્રેમી, જ્ઞાનેાપાસક, ધામિ`ક વૃત્તિવાળા, આત્માભિમુખ ગૃહસ્થ સાધક હતા. તેમને શાસ્ત્રોનું ઊંડુ જ્ઞાન હતું. તેઓએ અનેક ગ્રંથ લખ્યા છે એ હકીક્ત સ્વાધ્યાય કરવામાં તેમની નિયમિતતાની દ્યોતક છે. વીસ વર્ષની વયે તેમણે શ્રી સિદ્ધહિઁગણિવિરચિત સ`સ્કૃત રૂપકથા શ્રી ઉપમિતિભવપ્રપંચક્યા' જેવા મહાપ્રથના પ્રથમ પ્રસ્તાવના અનુવાદ કર્યાં ત્યારથી શરૂ થયેલા સ્વાધ્યાય નવેમ્બર ૧૯૫૦માં પ્રશમરતિનું આ વિવેચન પૂરું કર્યું ત્યાં સુધી ચાલ્યા છે. લેખનરૂપ સ્વાધ્યાય નવેમ્બર ૧૯૫૦માં સમાપ્ત થયા છે. વિવેચનની શરૂઆતમાં ઉમાસ્વાતિ મહારાજ વિશે તે પ્રસ્તાવનામાં લખશે એવી ઇચ્છા તેમણે વ્યક્ત કરી છે, પર ંતુ તે પ્રસ્તાવના જ લખી શકયા નથી તેનું કારણ તેમની સ્વહસ્તે કરેલી. નાંધ ઉપરથી પી શકાય તેમ છે. ધ અનુસાર તેમણે નવેમ્બર ૧૯૫૦માં વિવેચન પૂર્ણ કર્યું છે અને આપણે જાણીએ છીએ કે ૨૭ માર્ચ` ૧૯૫૧માં આ પુણ્યપુરુષનું નિધન થયુ છે. એટલે કદાચ તબિયતની પ્રતિ કૂળતાને કારણે છેલ્લા ચાર મહિના તે લેખનકાય' કરી શક્યા લાગતા નથી અને પછી તે તેઓનુ દેહાવસાન થાય છે. આ કારણે જ તેમને પોતાના આ લખાણને ફરીથી વાંચી સુધારવાના સમય પણ મળ્યા નથી. આમ પ્રથમતિનું વિવેચન તેમની છેલ્લી કૃતિ જણાય છે. તેમનું વિવેચન એક શ્રદ્ધાળુ સાધકનું વિવેચન છે. તેમની વાણીમાં નિરાડંબરતા, ગંભીરતા, અનુભૂતિના રણકાર અને ઊંડી પ્રતીતિ દૃષ્ટિગોચર થાય છે. શ્રી મેાતીચંદભાઈ એ વિદ્યાલયને આપેલી દી કાલીન સેવાઓથી પ્રેરાઈ તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા સર મણિલાલ નાણાવટીના અધ્યક્ષસ્થાને ભવ્ય સમારભ યેાજાયા હતા, જે પ્રસ ંગે રૂા. ૭૦,૦૦૧ની થેલીની રકમમાં રૂા. ૫૦૦૧ ઉમેરી એ કુલ રકમ જૈન સાહિત્ય પ્રકાશન માટે તેઓએ વિદ્યાલયને અપ ણ કરી હતી. એને પરિણામે વિદ્યાલયે શ્રી મેાતીચંદ કાપડિયા ગ્રંથમાળા શરૂ કરેલ છે. તેમાં આજ સુધી છ ગ્રંથો પ્રકાશિત થયા છે. આ વિવેચન સાતમા ગ્રંથ છે. શ્રી મેાતીચંદભાઈના પુત્રવધૂ શ્રીમતી વેણીબહેન તરફથી તા ૨૪-૬-'૮૫ના રોજ રૂા. ૧૦૦૦ સ્વ. વિનયચંદભાઈ કાપડીઆની સ્મૃતિમાં, શ. ૫૦૦૦ તેના પૌત્ર કુ. શસ્ત્રય જગત કાપડીઆ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy