SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ યતિધર્મ ઔર શસ્ત્રસહાય ન જેવે, ક્ષમા નિશિત અસિધારી; ક્ષમારંગી અસંગી પ્રભુકી, બલૈયાં ક્રોડ હજારી. અહે જિન૦ ૪ કર્મકટક વિકટ કિમ ચૂર, ઝુરે ક્રોધકી યારી; નિરારંભ મુખકમલ પ્રસન, ક્ષમા હૈ અજબ દુલારી. અહ જિન ૫ ચિદૂધનરંગી શિવવધૂસંગી, અદ્ભુત અચરજકારી; રિદ્ધિ વૃદ્ધિ પૂરણ મહિમા, ગંભીરગુણી હિતકારી. અહો જિન- ૬ અર્થ સુગમ છે. આ મહિમા પ્રથમ યતિધર્મ ક્ષમાને છે. તેટલા માટે આ આખે ધર્મ દયામય છે, એમાં કેન્દ્રસ્થાને દયા છે અને બીજા સર્વ વ્રત પચ્ચખાણે દયાના રક્ષણમાં છે અને ચોતરફ ફેલાયેલા છે. એ પ્રમાણે સમજી વિચારી આ પ્રથમ યતિધર્મનું અને ખાસ કરીને લોકોત્તર ક્ષમાનું બરાબર રક્ષણ કરવામાં આવે છે તેથી પિતાનું જીવન સફળ થાય છે અને અંતે વિજયડંકે કઈપણુ આકારમાં જરૂર વાગે છે. દેધ કરનારથી, અક્ષમાવાળાથી તે કાંઈ ધર્મ થતું જ નથી, તેનું ભવિષ્ય સુધરતું નથી અને સંસારમાં તે આંટા ખાધા કરે છે. આથી જે આ પ્રથમ “ક્ષમા” ધર્મને સ્પષ્ટ રીતે સ્વીકારે તે પિતાની જાતને જરૂર ઉદ્ધાર કરે અને તેની માંગલિકમાળા વિસ્તરે. આ અતિ અગત્યને પ્રથમ યતિધર્મ છે. એને જેટલા વિસ્તાર કરવા ધારીએ તેટલે થઈ શકે છે. હવે આપણે ક્રમપ્રાપ્ત બીજા (દ્વિતીય) યતિધર્મને વિચાર કરીએ. (૧૬૮) બીજા યતિધર્મ માવને વિસ્તાર विनयायत्ताश्च गुणाः सर्वे विनयश्च मार्दवायत्तः । यस्मिन् मार्दवमखिल स सर्वगुणभाक्त्वमाप्नोति ॥१६९॥ અથ–સર્વે ગુણે વિનયના ઉપર આધાર રાખે છે અને વિનય પિતે માવ (નમ્રપણુ) ઉપર આધાર રાખે છે, તેટલા માટે જેનામાં નરમાશ પૂરેપૂરી ભરેલી હોય છે તે સર્વગુણનું ભાજન થાય છે. (૧૬) વિવેચનઃ વિનય–મેટાને વિનય સાચવે, તેને તેના અનુભવને ગ્ય અને વયને યોગ્ય માન આપવું, તે આવે ત્યારે ઊભા થવું અને તેનું કામકાજ પિતાની ફરજ તરીકે કરી આપવું, તેની રજા વગર કઈ પણ કામ ન કરવું, એ સર્વને વિનયગુણમાં સમાવેશ થાય છે. એની વિગત હવે આપવામાં આવશે. તે વિનયને માર્દવનિમ્રતાને આધાર રહે છે. વિનય એ તે મહાન ગુણ છે. તેના ઉપર બીજ ગુણેની પ્રાપ્તિને આધાર રહે છે. તેથી સર્વ પ્રકારે વડીલને વિનય કરે. યતિ થવું હોય તેણે નગ્ન થવું અને આગળ જે આઠ મદો આપણે સમજ્યા છીએ તેનાથી દૂર રહેવું. Jain Education International For Private & Personal.Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy