________________
ભાવના
૪૩ ચલાવવા જોઈએ. મનમાં કાંઈક, બોલવાનું બીજું અને વર્તવાનું ત્રીજુ એવું ગૂંચવાળું મન, વચન અને કાયાનું પ્રવર્તન ન જોઈએ. મન, વચન, કાયાની પ્રવૃત્તિમાં જરા પણ વિસંવાદ ન જોઈએ. આ વ્યક્તિગત હકીકત છે તેથી જે જે કારણે વડે ક્રોધાદિ થતું હોય તે વિચારી તેના ઉપશાંતિ કરનાર કારણો શોધી કાઢવાં જોઈએ. અને મન, વચન, કાયાને શુદ્ધ રાખવાં જોઈએ.
પરિહાર–કષાયના ઉદયને ત્યાગ પ્રથમ મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક કરે. એટલે કષાયના ઉદયનું જે જે કારણ હોય તેને મનથી દાબી દેવું, વચનને પણ તેના કારણને દબાવવાના કામમાં જ પ્રવર્તાવવું અને શરીરની પ્રવૃત્તિ પણ તેવી જ કરવી.
આસેવન–અને જે ક્રોધાદિક શત્રુઓને દૂર કરવાનાં કારણે અગાઉ જણાવ્યા છે અને હવે પછી જણાવવામાં આવશે, તે સર્વ કારણ સેવવાં તેમાં ક્રોધાદિ કષારૂપ શત્રુને મારી હઠાવવાનાં જે જે કારણે અગાઉ અને હવે પછી જણાવવામાં આવ્યાં છે અને આવશે તે પૈકીનાં ક્રોધાદિ શત્રુ પર વિજય કરવાનાં કારણે સેવવાં, તેમની ત્રિકરણશુદ્ધિપૂર્વક આસેવના કરવી. એમાં જરાપણુ ગોટે ન વાળો. ચેખી રીતે મન-વચન-કાયાના
ગેની એકતાપૂર્વક શુદ્ધ રીતે, સાચી દાનતથી તેમનું અવલંબન કરવું અને તેમનું અનુકરણ કરવું.
કાય—એટલે ક્રોધ વગેરેના ઉદયને પરિહાર કરે અને તેમને શમાવવાનાં જે જે પ્રસંગે વ્યક્તિગત બાબતમાં પ્રતિકૂળ અને અનુકૂળ હોય તેમને અનુક્રમે દૂર કરવા અને આવનમાં લેવા. આવતા પ્રકરણમાં દશ યતિધર્મો આવનાર છે તે અથવા વ્યક્તિગત આસેવનનાં બીજાં અનેક કારણે યોગ્ય જણાય તે સર્વ મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક કરવાં, સેવવાં અને તે રીતે પિતાની પ્રગતિ સાધવી. આ ગાથામાં ભાવનાની વાતને ખૂબ આગળ વધારી છે. એ ભાવના ભાવીને બેસી રહેવાનું જ કહેતા નથી પણ ક્રોધ આદિ શત્રુ ઉપર વિજય મેળવવા માટે ક્રોધ, માન, માયા અને લેભના જે જે પ્રસંગે આવે તેમને શોધી સમજી લઈ તેમને ત્રિકરણશુદ્ધિથી દૂર કરવા અને તેમની ઉપર વિજય મેળવવા માટે ઉપર ક્ષમા, આજંવ, માર્દવ અને સંતોષ બતાવ્યાં છે તેમને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક સેવવાં.
આ રીતે તમારે કષાય શત્રુ પર સાચેસાચ વિજય થશે અને તમારી જે અત્યારની રખડામણ છે તે પૂરી થઈ જશે. ભાવના ભાવવાનું આ અનિવાર્ય પરિણામ છે. અને ભાવના ભાવવાને આ હેતુ છે. અહીં કૈધાદિ કષાયનાં ઉદયનાં કારણેની શોધ અને તેમને શાંત કરવાના હેતુઓની શોધ અને તેમને અનુક્રમે ત્યાગ અને સેવના એ વ્યવહારુ રીતે લાભકર્તા છે, એ વાત જણાવી. (૧૬)
Jain Education International
For Private & Personal use only
- www.jainelibrary.org