________________
૩૮
પ્રશમરતિ વિવેચન સહિત ' અર્થ–તે ત્યાગભાવને પામીને પણ ઇદ્રિય, કષાય, ગાર, પરીષહ જેવા શત્રુઓથી વિહળ થયેલા પ્રાણીઓને વિરાગના માર્ગ ઉપર વિજય મેળવે ઘણું મુશ્કેલ છે. (૧૬૪).
- વિવેચન—આટલી બધી મુશ્કેલીઓ વટાવી ત્યાગધર્મને સ્વીકાર કર્યા પછી પણ ઈદ્રિય, કષાય અને ગારવ તથા પરીષહે એવા દુશ્મન છે કે તે ખરેખરા વિરાગ (રાગરહિતપણા)ના રસ્તાને જેલદીથી પ્રાપ્ત થવા દેતા નથી. આ વાત વિચાર કરવા ગ્ય છે.
તત્મા–તેને અર્થાત્ ત્યાગભાવને, વિરતિને પામીને. | વિરતિરત્ન-ત્યાગભાવ, ગૃહસ્થ ધર્મ કે સાધુધર્મ એ બેમાંથી કેઈપણ પ્રકારનો ત્યાગ માર્ગ મળે તે પણ હજ એક મુશ્કેલી છે. આ વિરતિરત્ન – ખાસ કરીને સર્વવિરતિ ચારિત્ર મળે, સાધુને વેશ મળે તે પણ સર્વ મુસીબતે પછી પણ એક મુસીબત બાકી રહે છે.
વિરાગમાર્ગવિજય–રાગ જ અને અંતરમાંથી તેની સાથે છેષ જ અને એ માગે વિજય પ્રાપ્ત કરે તે પેલા દુશ્મની હાજરીમાં મુશ્કેલ છે. એટલે ચારિત્ર સ્વીકારનારે કે ગૃહસ્થ આ દુમનેથી ડરવાની બહુ જરૂર છે. એ દુશ્મને કણ છે અને કેવા આકરા છે તે ગ્રંથકર્તાએ પિતે જ જણાવ્યું છે. આપણે તે દુશ્મનને પ્રથમ ઓળખી લઈએ. '
| ઈદ્રિયદમન, શત્રુ નં. ૧. સ્પશેદ્રિય, રસનેવિય, ધ્રાણેદ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રેદ્રિય કેવી રીતે દુશ્મન તરીકે કામ કરે છે તે આપણે પ્રકરણ ત્રીજામાં જોઈ આવ્યા છીએ. એ ઇદ્રિને જે ગમે તે આત્માને હિત કરનારું હોતું નથી. ઇદ્રિને વિષયે સારા લાગે છે, જ્યારે આત્માને તે નુકસાન કરનાર છે. તેથી ઇંદ્રિયે દુશ્મનનું કામ કરે છે. વળી તેના વિષયે પણ સંસારમાં રખડાવનાર છે અને સંસાર વધારનાર છે. તેથી ઇન્દ્રિય અને તેને સર્વ વિષયે દુશ્મનાવે કામ કરે છે. ઇદ્રિને જે ગમે છે તે સંસાર વધારનાર હોવાથી ખરી રીતે તે આપણા (આત્માના અને તેથી પિતાના) હિતને હાનિકર્તા છે એટલે ઇંદ્રિયે આપણું શત્રુ તરીકે કામ કરે છે. પ્રાણું ઇંદ્રિયોથી એટલે બધે આકુળવ્યાકુળ થઈ જાય છે કે તે વિરતિને ધરી શકતું નથી અથવા ધરેલ હોય તે તેની તે વિસતિ નકામી થઈ પડે છે અને તે વિરાગમાર્ગને વિજય મેળવી શકતું નથી.
કપાય–દુશ્મન નં. ૨. તેને એક નહિ, પણ એકથી વધારે દુશ્મન છે. આપણે ઇદ્રિ નામના પ્રથમ દુશમનને કાંઈક ઓળખે. હવે આપણે તેને વિરાગમાર્ગમાં વિજયપ્રાપ્તિમાં કષાયે દુશમન નં. ૨ તરીકે કેવી રીતે કામ કરે છે તે જોઈએ. કાં તે કઈ પર ક્રોધ થઈ જાય, અથવા તે અભિમાન થઈ જાય, કાં તે માયાકપટ થઈ જાય અને કાં તે લેજમાં પ્રાણી લેવાઈ જાય. આ ચારે કષાયે – મનોવિકારે દુશ્મનની પેઠે કામ કરે છે અને તેઓ એવી ગુપ્ત રીતે લપાઈ છુપાઈને આવે છે કે તેઓ પ્રાણીના દુશમન થઈ ગયા છે તેની ખબર પણ પડતી નથી. આવા કષાયોથી પ્રાણી આકુળવ્યાકુળ થઈ જાય છે. કષાયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org