________________
ભાવના
૪૩૭
પણ ત્યાગને મુલતવી રખાવે છે અને આમ રાગમાં ને રાગમાં તે તેનું કાર્ય કરી શકતે નથી અને દુલ ભ ત્યાગભાવ સ્વીકારવાની એની મરજી હોય તે પણ રાગને કારણે આવ્યે તેવે ચાલ્યું જાય છે અને ત્યાગભાવના વિચાર' ડાય તે પણ પડયો રહે છે.
કાપવિલાકન—ખોટા પથાને દેખવાથી. તે અનેક ધર્માને દુનિયામાં જોઇને વિચારમાં પડી જાય છે કે આ મત સાચા હશે કે તે મત ? એને કેટલાક પથૈ ત ત્યાગભાવની હાંસી કરનારા અને છતાં ટકી રહેનારા દેખાય છે. મન જ્યારે ડહોળાઈ જાય છે ત્યારે એ એવી આકરી ગૂંચવણમાં પડી જાય છે કે આ ધર્મ સ્વીકારું કે પેલા ? કયા ધર્મ સાચા હશે તે તે નક્કી કરી શકતા નથી. સામાન્ય રીતે ધર્મપથના તફાવત જોઈ એ દ્વિધામાં પડી જાય છે અને કોના સ્વીકાર કરવા તે નક્કી કરી શકતા નથી. આ ત્યાગભાવ ન સ્વીકારવાનું ત્રીજું કારણ જણાવ્યું.
ગૌરવવશાત્ ઋદ્ધિગૌરવ, રસગૌરવ અને શાતાગૌરવને વશ જવાથી પણ ત્યાગભાવ સ્વીકારાતા નથી. પ્રાણી પાસે ઋદ્ધિ હાય, પાતે પૈસાદાર હોય અથવા ખાપદાદાની મિલકતના માલીક થઈ ગયા હાય, પેાતાને ગળપણ વગેરે બહુ ભાવતા હોય, ચટણી વગર ચાલતું ન હોય, અથાણુાં દાળશાકના શેખ હાય અને તે સુખ માણતા હાય ત્યારે ઋદ્ધિ, રસ કે શાતાને વશ પડીને તેને મનમાં થાય છે કે વળી ત્યાગભાવ લેશું તે એ વસ્તુનું શું થશે ? આ ઋદ્ધિ, રસ અને શાતા સર્વ ક્ષણિક છે, થાડા વખતના છે અને અંતે જનારા છે, પણ આ પ્રાણી ઋદ્ધિ, રસ કે શાતાને વશ પડી તેમાં જ આ જીવનનું સર્વસ્વ માને છે. આ ત્રણે પ્રકારના ગારવા પ્રાણીને પેાતાના તામામાં રાખે છે અને તે ગારવેાને કારણે એ કદી ત્યાગભાવ સ્વીકારતા નથી. ત્યાગભાવ ન સ્વીકારવાનું આ ચેાથું કારણુ થયું.
આ ચારમાંના કોઈપણુ એક
અથવા વધારે કારણે દેશવિરતિ કે સર્વવિરતિ-સામાન્ય ત્યાગ કે સર્વથા ત્યાગની પળ જ તેની પાસે આવતી નથી. એ તા પેાતાની ઋદ્ધિને કે પેાતાના શરીરને પાષે છે અને પેટ પર હાથ ફેરવી આરામ કરે છે અને મેાત આવે ત્યારે સર્વને મૂકી ઉઘાડે હાથે ચાલ્યા જાય છે. આ ઋદ્ધિ કે શરીરની સુખાકારી કે રસે તેને કાંઈ કામ આવતા નથી. એને વશ પડીને એ દુલ ભ વિરતિને વીસારી મૂકે છે અને અંતે હાથ ઘસતા ચાણ્યે જાય છે.
દસ વસ્તુ મળી હાય છતાં સેકડો ભવે આ ત્યાગભાવ (વિરતિ) મળવી મુશ્કેલ છે. એ વગર આપણા નિસ્તાર નથી. (૧૬૩).
એમાં પણ વિરાગ થવા સુશ્કેલ છે—
Jain Education International
तत् प्राप्य विरतिरत्नं बिरागमार्गविजयो दुरधिगम्यः । इन्द्रियकषाय गौरव परीषहसपत्नविधुराणाम् ॥१६४॥
For Private & Personal Use Only
www.jainelibrary.org