________________
ભાવના
કર્મભૂમિ (૨) આવું મનુષ્યપણું મળે અને ત્રીશ અકર્મભૂમિમાંથી કોઈ જગાએ એ જાય તે ત્યાં કાંઈ મજા આવતી નથી. ત્યાં કોઈ વધારે થઈ શકતું નથી. અસિ, મસિ અને કૃષિને ત્યાં કોઈ પ્રચાર નથી અને કંઈ કામધંધે ત્યાં કરવાનું નથી. ત્યાં કાંઈ કરવાનું હોતું નથી. એનાથી ઊલટી કર્મભૂમિ છે. આ કર્મભૂમિ પણ તને પ્રાપ્ત થઈ છે. આ ભરતક્ષેત્રની ગણના કર્મભૂમિમાં છે. તે તે મનુષ્યપણું પણ મેળવ્યું અને તારે ભાગે કર્મભૂમિ પણ આવી. આ બે મુશ્કેલીઓ તે વટાવી દીધી છે. એને તું વિચાર કર.
આર્યદેશ–(૩) કર્મભૂમિ મળે પણ જાપાન, ચીન કે કાન્સમાં તું જ હોત તે ત્યાં તને ધર્મ પ્રાપ્તિ ન થાત. ધર્મના તે સાડી પચીશ દેશ છે. તે આ ભરતખંડમાં જ છે. માટે તું નસીબદાર કે તારે અહીં આ ધર્મભૂમિ ભારતક્ષેત્રમાં જન્મ થયે છે અને તે ત્રીજી મુશ્કેલી પણ દૂર કરી નાખી છે. આ કુદી–(૪) ઉત્તમ કુળ પણ તને મળી ગયું છે. આર્યદેશમાં પણ કાંઈ ક્રિશ્ચીયન કે મુસલમાન થયું હોત તે તને જૈન ધર્મ ન મળત. તું ખરેખર નશીબદાર છે કે બાપદાદાએ સેવિત જૈન કુળમાં તારે જન્મ થયેલ છે. તું ગમે તે વૈષ્ણવ થયે હેત કે શીખ કે જાટ થયે હોત તે તને આ ધર્મ જાણવાની જોગવાઈ ન મળત, પણ અત્યારે તને સારા કુળમાં સંસ્કારીને ઘેર આવવાને જગ બન્યું છે. તે ચેથી મુશ્કેલી તે ઓળંગી ગયે છે.
કહપતા–(૫) નીગતા. તને આર્યદેશ અને સારું કુળ મળ્યું હતું, પણ તારું શરીર જ રેગિષ્ઠ હેત તે આ બધું નકામું હતું. તને વાતવાતમાં માથું દુઃખી આવે કે ક્ષયરોગ અથવા કોઈપણ વ્યાધિને તું તાબે થયે હેત તે તારે જન્મારે શરીરના વ્યાધિઓને ઉપચાર કરવામાં જાત. પછી શીતે પલાદિ કે કવીનાઈન લેવામાં તને ધર્મ જાણવાને પ્રસંગ પણ ન આવત. આવા વ્યાધિગ્રસ્ત માણસો આ દિવસ શરીરને ઘસડખેર કરી તેની સેવા ઉપાડે છે, તેને બદલે તું નીરગી થયે છે, તારે શરીરમાં કઈ જાતને વ્યાધિ નથી અને માનસિક વ્યાધિ પણ નથી, એટલે શારીરિક કે માનસિક
ગથી તું મુક્ત છે અને તારે નખમાં પણ વ્યાધિ નથી. બાકી રેગી માણસ તે આખો વખત રોગની પંચાત કર્યા કરે અને અનેક વૈદ્ય દાક્તરને પૂછે અને વાતવાતમાં શરદીથી ઝપટાય, ગરમીથી હેરાન થાય અને આખો વખત વ્યાધિના વાતાવરણમાં ફિકરચિંતા કર્યા કરે. તું તે નસીબદાર છે કે તું રેગની પીડાથી પણ મુક્ત છે. આ પાંચમી મુસીબત થઈ. એટલે મળેલ મનુષ્યપણું, આર્યદેશ, સારું કુળ એ સર્વને ધર્મ જાણવામાં લાભ લે અને આ મનુષ્યભવ સફળ કર. આ રીતે પાંચમી મુશ્કેલી થઈ.
આયુ–(૬) આ છઠ્ઠી અનુકૂળતા છે. લગભગ અરધા માણસે તે નાની વયમાં જ ગુજરી જાય છે. નાના માણસને પ્રમાણમાં ધર્મ જાણવા અને સ્વીકારવાને પ્રસંગ આવતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org