________________
પ્રશમરતિ વિવેચન સહિત બારમી બેધિદુલભભાવનાનું સ્વરૂપ– . मानुष्यकर्मभूम्यार्यदेशकुलकल्पताऽऽयुरुपलब्धौ ।
श्रद्धाकथकश्रवणेषु सत्स्वपि सुदुर्लभा बोधिः ॥१६२॥ અર્થ–મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, સારું કુળ, નિરોગતા, મોટું આયુષ્ય એ સર્વ પ્રાપ્ત થવા છતાં ધર્મ કહેનાર ઉપર શ્રદ્ધા રાખવી અને એને સાંભળવામાં પ્રીતિ રાખવી અને સમકિત પામવું તે ઘણું મુશ્કેલીવાળું કામ છે. (૧૬૨).
વિવેચન–આટલી સર્વ વસ્તુ મળી જાય, મનુષ્ય થવાય, કર્મભૂમિમાં અવાય, આર્યદેશ મળી જાય, અનુકૂળ કુળ મળી જાય, અને દીર્ઘ આયુષ્ય મળે તે પણ ધર્મ કહેનાર, તેને સાંભળનાર, સમજીને સ્વીકારનાર અને તેના પર શ્રદ્ધા રાખનાર બહુ ઓછા છે. આવી રીતની વિચારણા કરી બેધિ એટલે સમકિતને પ્રાપ્ત કરવાની કેટલી મુશ્કેલી છે, એ વિચાર કરે તે બારમી બેધિદુલભભાવના છે. અગિયારમી ભાવનામાં આપણે ધર્મ મુસીબતે મળે છે તે વિચાર કરી ગયા. અને ધર્મદ્રહણ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર મળવા એથી પણ વધારે મુકેલ છે એ વિચાર કરે તે બોધિદુલભ નામની બારમી અને છેલ્લી ભાવના છે. આ ભાવના કેમ ભાવવી તેની થોડીક વાત તે આપણે આગલી ગાથામાં કરી ગયા છીએ. એ દલીલને વધારે આગળ લંબાવતાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બધિરત્ન અથવા રત્નત્રયી મળવી ઘણી મુશ્કેલ છે અને મળે છે તે અનુસાર અને તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવી મુશ્કેલ છે, તેમ વિચારણા કરવી તે બાધિદુર્લભભાવનાને વિષય છે. આપણે પ્રથમ ગ્રંથકર્તા સાથે ચાલીએ. '
માનુષ્ય–(૧) પ્રથમ તે મનુષ્યપણું પ્રાપ્ત થવું ઘણું મુશ્કેલ છે. શાસ્ત્રકારે એનાં દશ દષ્ટાંત આપ્યા છે. એ દશે દષ્ટાંતે મનુષ્યપણું પ્રાપ્ત થવું મહાદુર્લભ છે. રાજાને ત્યાં એક બ્રાહ્મણ જમવા ગયે. તેને ભેજન ખૂબ સરસ લાગ્યું. રાજાએ વર માગવા રાજી બતાવ્યું. રાજ્યમાં દરેક ઘેર એને જમવા લેકે તેડે એ વર માગે. પણ તેને જે મજા રાજાને ત્યાં જમવામાં પડી હતી તેવી અન્યત્ર ન પડી. એ દરરોજ રાજાને ઘેર જમવા જવા ઈચ્છે. એ રાજાને ત્યાં જવાને વારે આવે તે જેટલું મુશ્કેલ છે તેટલે મનુષ્યભવ મળ મુશ્કેલ છે. એકેદ્રિયના પૃથવી, અપ, તેલ, વાઉ અને વનસ્પતિમાં પ્રાણ જાય, પછી પ્રગતિ થાય તે બેઇદ્રિય, તેઇદ્રિય કે ચૌરિંદ્રિયમાં ઊપજે, પછી એ આગળ વધે તે અનેક જાતિના તિર્યમાં જઈ આવે. એમ કરતાં મનુષ્યપણું મહામુસીબતે મળે. આવું મનુષ્યપણું તે તને મળ્યું તે તેને પૂરત લાભ લે. આ અવસરે ફરીફરીને નહિ આવે, માટે આ મનખા દેહને લેવાય તેટલો લાભ લે. આ પ્રથમ મુસીબત તે એળગી છે. તે તે સમજી વિચારીને આ મળેલ મનુષ્યપણને તું લાભ ઉઠાવ. આ પહેલી મુસીબત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org