SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ' ૪૧૩. હવે સંવરના ભેદ વર્ણવે છે. ઉત્તમ છો સર્વ જીવનું હિત ચિંતવે. કર્તા કહે છે કે, હે જગતના મિત્ર! તું કેઈની સાથે વેર ન કરીશ, મુખે સત્યવચન બેલજે, પારકું દ્રવ્ય પરિહરજે, કિશિત પણ અદત્ત ન ગ્રહણ કરીશ. કામદેવના સૈન્યને ભેદવા માટે, જીતી લેવા માટે શીલરૂપ સન્નાહને એટલે કે બખ્તરને ધારણ કરજે અને નવવિધ પરિગ્રહને સર્વથા તજી દેજે કે જેથી પારાવાર સુખની પ્રાપ્તિ થાય.” (૫-૬) દેવસંબંધી અને મનુષ્ય સંબંધી, ઉપલક્ષણથી તિર્યંચ સંબંધી પણ જે જે ઉપસર્ગો -ઉપદ્રવ થાય તેને ધૈર્યથી નિશ્ચળ થઈને સહન કરવા, અને જેમ મહાવીર પ્રભુએ સર્વ પરિષહને જીતી લીધા તેમ તારે પણ બાવીશે પરિષહને સહન કરવા, જીતી લેવા. આ અંતિમ ઉપદેશ છે.” (૭) આ પ્રકારની જસમની આઠમી ભાવના છે. એમાં સંવરનાં ચેડાં થોડાં નામે આપ્યાં છે. નવતત્ત્વકાર પિતાના ટબામાં લખે છે કે “જે જે સંવર થકી આશ્રવ રોકાય તે આશ્રવનું રેકવું, અને તે તે સંવરનું જે આદરવું, એટલે જેમ ક્ષમાદિક સંવર વડે ક્રોધાદિ આશ્રવ રોકાય છે, ઈત્યાદિક જે ભાવના કરવી તે આઠમી સંવરભાવના.” શ્રીમાન વિનયવિજયજીના શાંતસુધારસના વિવેચનમાં લખેલ છે કે પ્રથમ તે સંવરને અર્થ સમજ; પાંચ સમિતિ શું છે, ત્રણ ગુપ્તિ શું છે, દશ યતિધર્મો કયા કયા છે, બાર ભાવના કેમ ભાવવી, બાવીશ પરિષહ કેમ જીતવા અને પાંચ ચારિત્રને પરિચય કેવી રીતે કરવો એ વિચારવું તે સંવરભાવના છે. આ થી ગભરાવાનું જરા પણ કારણ નથી. એ આશ્રને ઉપાય સંવરભાવ છે અને એ પ્રયાસસિદ્ધ છે અને એ પ્રયાસ જરૂર કર્તવ્ય છે. અવિરતિને ઉપાય સંયમ છે. સંયમના સત્તર પ્રકાર છે. મિથ્યાત્વને ઉપાય સમ્યકત્વ છે. અને આર્તધ્યાનને ઉપાય મનઃસ્થિરતા છે, જ્યારે ક્રોધને ઉપાય ક્ષમા છે, માનને ઉપાય નમ્રતા છે, માયાને ઉપાય સરળતા છે અને લેભને ઉપાય સંતેષ છે. રોધ હૃદયથી કરવાનું છે. આત્મવહાણની ત્રણ જરૂરિયાત છે, તે હોય તે લક્ષ્યસ્થાને પહોંચવામાં વખત લાગતું નથી. આત્મવિકાસને માર્ગ ત્યાં બતાવ્યો છે. પ્રથમ તે નવાં કર્મોને રોકવા, સંવર આવતાં કર્મોને અટકાવે છે. અહીં જે માર્ગ બતાવવામાં આવ્યા છે તે સિદ્ધ માર્ગો છે. વિષયકષાયને દૂર કરવા અને સમરસને વરસાદ વરસાવ. તારી ફિકર નકામી છે, એ એક વનિ છે. મનોગુપ્તિની ચાવી પછી બતાવી છે. કાયાની માયા કરવા જેવી નથી. સંયમયેગમાં નિરંતર પ્રવૃત્તિ રાખવી, મતમતાંતરમાં ન મૂંઝાવું પણ સત્યની પરીક્ષા બરાબર કરવી. બ્રહ્મચર્ય એ આત્મવિકાસની બારાખડી છે. એમાં અનેક બાબતે સમાય છે. સર્વને આધાર પરિણતિ પર છે. આત્મસ્વરૂપ એળખવા જેવું છે. તારો ઉદ્ધાર તારા હાથમાં છે. શાંતરસનું પાન કરવા જેવું છે. આવા અનેક ઉપયોગી વિષયે એ ગ્રંથમાં નિરૂપવામાં આવ્યા છે. તે તરફ સુજ્ઞ વાચકનું લક્ષ ખેંચવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy