________________
ગડા થાય અને
ભાવના : પણ સામાયિક ચારિત્ર કહેવાય. ૨. છેદો પસ્થાપનીય ચારિત્ર-ચારિત્રના પર્યાય છેદ થાય. છેદ એટલે પૂર્વપર્યાયને છેદ અને ઉપસ્થાપના એટલે ગણાધિપે આપેલ નવા પર્યાયની સ્થાપના. આમાં પંચ મહાવ્રતને ઉચ્ચાર થાય છે. ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્ર–જેમાં કર્મની નિર્જરા , થાય છે. આ ચારિત્રમાં વિશિષ્ટ પ્રકારના તપથી યુક્ત આચાર હોય છે. નવ મનુષ્યને ગચ્છ જુદો નીકળે તે તીર્થકર કે તેના દીક્ષિત શિષ્ય પાસે ચારિત્ર પડિવાજે. એમાં ચાર જણ પરિહારક એટલે તપના કરનારા થાય અને ચાર તેમની વૈયાવચ્ચ કરનારા થાય અને એકને ગુરુસ્થાનકે કરાવે. પછી તે ચાર પરિહારક છ માસ સુધી તપ કરે. તેમાં ઉણુકાળે જઘન્યથી એથ, મધ્યમથી છઠ અને ઉત્કૃષ્ટથી અઠ્ઠમ એવાં તપ કરે અને શીતકાળે જઘ
ન્યથી છઠ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટથી દશમ કરે તથા વર્ષાકાળે જઘન્યથી અઠ્ઠમ, મધ્યમથી દશમ અને ઉત્કૃષ્ટથી દુવાલસ (૫ ઉપવાસ) તપ કરે, પારણે આંબિલ કરે, એમ છ મહિના તપ કરે. પછી ચાર તપસ્યા કરનારા વૈયાવચ્ચ કરનાર થાય અને વૈયાવચ્ચ કરનારા તપસ્વી થાય. તે પણ છ માસ સુધી તપ કરે. તે પૂર્ણ થયા પછી જે ગુરુ થયા હેય તે છ મહિના તપ કરે, તે વખતે તે આઠમને એક ગુરુ થાય, શેષ બીજા વૈયાવચ્ચે કરે. એમ અઢાર મહિના સુધી તપ સંપૂર્ણ કરી પછી જિનકલ્પ આદરે અથવા ગચ્છમાં પણ આવે. ૪. સૂમસં૫રાય ચારિત્ર-સંપાય એટલે કષાય. શ્રેણએ કર્મ ખપાવતાં નવમે ગુણસ્થાનકે લેભના સંખ્યાત ખંડ કરી જ્યારે છેલ્લે ખંડ બાકી રહે ત્યારે તેના અસંખ્યાત સૂમ ખંડ કરીને દશમે ગુણઠાણે ઉપશમાવે, અથવા ક્ષપકશ્રેણું માંડી હોય તે ત્યાં ખપાવે, તે દશમ ગુણસ્થાનકનું નામ સૂક્ષ્મસંપરાય છે. અને ચારિત્રનું નામ પણ સૂફમપરાય છે. પ. યથાખ્યાત ચારિત્ર-યથાવિધિએ કરીને અકષાયપણું અર્થાત્ સંજવલન- કષાયે કરી સર્વથા કષાયરહિતપણું જેને કહીએ તે યથાખ્યાત ચારિત્ર જાણવું. છાત્મસ્થિક અને કૈવલિક એવા એના બે પ્રકાર છે. અગિયારમે ગુણઠાણે એ છદ્મસ્થને થાય અને તેરમે ગુણસ્થાનકે તે કૈવલિકને જાણવું. આ ચારિત્રથી પ્રાણીને મિક્ષ થાય છે.
આ પ્રમાણે સંવરના સત્તાવન પ્રકાર થયા એમાંને કેઈ એક કે વધારે પ્રકાર આદરવાથી આવતાં કર્મોનાં બારણું દેવાઈ જાય છે. પ્રત્યેક સત્તાવન પ્રકૃતિ વિચારવાગ્ય છે, અને એ રીતે નવીન કર્મબંધની સામે બારણું બંધ કરવા જેવું છે. આ નવીન આય બંધ થઈ જાય પછી હોય તેવા કર્મોને દૂર કરવાને માટે આવતી નવમી નિર્જરાભાવના છે.
આઠમી સંવરભાવના જસસોમે નીચે પ્રમાણે વર્ણવી છે, તે હવે આપણે વિચારી લઈએ –
આઠમી સંવરભાવના જ, ધરી ચિત્તશું એક્તાર; સમિતિ ગુપ્તિ સુધી ધરે જી, આપ આપ વિચાર.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org