________________
પ્રશમરતિ વિવેચન સહિત તેથી જરૂર વિચારવા યોગ્ય છે.
દેશિત–દેખાડયો છે, કહ્યો છે, બતાવ્યું છે. આ આસવના સર્વે માર્ગોનાં દ્વાર બંધ કરી આવક બંધ કરવાના રસ્તા તીર્થકર મહારાજે બતાવ્યા છે, સૂચવ્યા છે એટલે એ રસ્તા જરૂર સારા જ હોય, અસરકારક જ હોય એમ વિચારવું. આ પ્રમાણે ભાવના કરવી. આ રસ્તા કયા કયા છે તે આપણે વિચારવું. તીર્થકરને વચ્ચે લાવવાનું કારણ એ છે કે એમનું જ્ઞાન પરિપકવ ોઈ તેઓ જે રસ્તાઓ બતાવે તે સારા જ હોય, આદરવા યોગ્ય હોય. તેથી સંવરભાવના તેમની પ્રણીત હોઈ આદરવા ગ્ય છે, એવું પ્રમાણપત્ર છે. આવી રીતે સંવરભાવના ચિંતવવી, વિચારવી અને પિતાને સંસાર ઘટાડવે. તેથી પ્રથમ આપણે સંવરતત્વને ઓળખી લઈએ. સંવરના સત્તાવન ભેદ છે, એમ નવતત્વની શરૂઆતમાં કહ્યું છે. એ પ્રત્યેક ભેદને અનુસરવાથી નવાં કર્મોને આવવાનાં બારણાં બંધ થાય છે. એ સત્તાવન પ્રકાર આ પ્રમાણે છે: પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિસહ, દશ યતિધર્મો, બાર ભાવના અને પાંચ ચારિત્ર એમ સત્તાવન ભેદ થાય છે. તે પ્રથમ આપણે સમજી લઈએ. એ પણ સમજી લઈએ કે મન, વચન, કાયાના પેગોને એમાં પ્રવર્તાવવાથી નવાં કર્મો આવતાં રોકાય છે.
પ્રથમ ઇસમિતિ એટલે જયણ રાખી સાડાત્રણ હાથ ભૂમિ આગળથી જોઈને ચાલવાની પદ્ધતિ. સમ્યક પ્રકારે નિરવદ્ય ભાષા બોલવી તે બીજી ભાષાસમિતિ. નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર તથા વસતીની શોધખોળ કરવી તે ત્રીજી એષણા સમિતિ. સમ્યક પ્રકારે પંછ પ્રમાઈ આસન વગેરે ગ્રહણ કરવા અને તેને માટે જે ચેષ્ટા કરવી તેને ચેથી આદાનનિક્ષેપણા સમિતિ કહેવામાં આવે છે. પરઠવવા ગ્ય મળમૂત્રાદિક વસ્તુઓને સ્થડિલભૂમિમાં ઉપગપૂર્વક મૂકવાની જે ચેષ્ટા કરવી તેમ જ સદોષ ઉપકરણ વગેરેને પરઠવવાની જે ચેષ્ટા કરવી તે ઉત્સર્ગસમિતિ (પારિષ્ઠાપનિકા સમિતિ). આ રીતે પ્રવૃત્તિ અથવા ચેષ્ટા કરવાથી જીવહાનિ અટકે, તેથી તે પાંચે સમિતિ મુનિએ હંમેશા પાળવી જોઈએ. મનમાં કલ્પનાજાળને વિયેગ કરે અને ધર્મધ્યાનની વિચારણા કરવી અને સર્વથા મનેગને રેક તે મને ગુપ્રિ. સર્વથા વચનને રધવું, અથવા મૌનને અભિગ્રહ ધારણ કરી હાથપગની સંજ્ઞા વડે કામ કરવું અને જયણાપૂર્વક વહેરતી વખતે બલવું તે વચનગુપ્તિ. કાયા-શરીરનું ગેપન કરી ઉપસર્ગ-પરિસહ આદિ સહન કરવાં અને કાયાની ચેષ્ટાને સર્વથા ત્યાગ કરો અને શયન, આસન પ્રમુખને વિશે ચેષ્ટાને નિયમ કરે તે કાયગુપ્તિના નામથી ઓળખાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ પ્રકાર થયા. એ આઠે મળીને પ્રવચનમાતા કહેવાય છે. - હવે આપણે બાવીશ પરિષહને (અથવા પરિસહીને) જોઈ જઈએ. પરિષહ સહન કરવાથી પાપને આવતું અટકાવી શકાય છે અને અનુકૂળ પરિષહ ખમવાથી પણ પાપને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org