________________
પ્રશમરતિ વિવેચન સહિત
વિવરણ—અ !—આ ગાથા છઠ્ઠી . સંસારભાવનાને માટે છે. તે જણાવે છે કે જે માતા થઈ હેાય તે જ પાછી ખીજા જન્મમાં બહેન અને પત્ની થાય છે. આવે મેળે કમેળા આ સંસારમાં બન્યા જ કરે છે. અને દ્વીકરો બાપ થાય છે અને વળી તે ભાઈ થાય છે અને આવતે ભવે દુશ્મન થઈ જાય છે. આ સંસારની સ્થિતિ વિચારતાં એના પર પ્રેમ આવી જાય તેવું નથી, અને બને તેટલું તેનાથી દૂર ભગાય ! સારું એવું ચિંતવન થાય છે. આ પ્રમાણે પ્રથમ ગ્રંથકર્તા સાથે ચિતવન કરી સંસારનું સ્વરૂપ વિચારીએ.
૩૯૬
માતા થઈને તે જ મહેન થાય છે—આ સંસાર ખરાખર એળખવા જેવેા છે અને આળખીને તેના પરના પ્રેમ ખરાબર સમજવા યાગ્ય છે. આ દુનિયામાં—સંસારમાં માતાના પ્રેમ સર્વથી વધારે ગણાય છે. જે આ ભવમાં માતા થઈ તે આવતા ભવમાં મહેન કે પત્ની થાય છે, એવી વિશિષ્ટ દૃષ્ટિવાળાની સમજણુ છે. જ્યારે આવતા ભવમાં માતાં પત્ની થાય ત્યારે શું ખાકી રહે ? વળી તે આગલા ભવની મા હતી એવું પણ પ્રાણીને યાદ રહેતું નથી, યાદ આવતું નથી. ત્યાં તે પાળે વહાલ કરવા અને શૃંગાર તેની સાથે રમવા પ્રાણી મંડી જાય છે અને તેની સાથે હસ્તમિલન કરી તેને ખભે ચઢાવે છે અને સારા માણુસનાં મુખમાં પણ ન શેલે તેવા ચાળાએ કરે છે અથવા બહેનને કરિયાવર કરે છે, અને તેના વરના વાંધા કાઢી આપે છે કે બહેન સાથે લડે છે. આ પ્રાણીના અનેક થયેલા અને થવાના સબધ વિચારતાં, ઘેર સ'સારને લાંબે ગાળે વિચારતાં, માતા આવતા ભવે મહેન કે પત્ની થાય એ તદ્ન મનવાજોગ છે. આવા વિચિત્ર સૌંસાર છે. અને સમજ્યા વિચાર્યા વગર પ્રાણી સંસારને ચાટતા જાય છે.
દીકરા બાપ થઈ ને બેસે છે—આ ભવમાં દીકરા હાય તે આવતે ભવે માપ થઈને હુકમ ચલાવે છે. દીકરો બાપ થાય એટલે બાપ તરીકેના સં કે તેને મળે છે.
ભાઈ હોય તે દુશ્મન થાય—આ સસાર એવે વિચિત્ર છે કે આ ભવના સગા ભાઈ હાય, એકબીજાને સારે ખરાબ અવસરે મદદ કરતા હોય તે આવતા ભવમાં વૈરી–દુશ્મન થઈ જાય છે. સહસારની તા બધી યાનિઓમાં અને સર્વે સ્થાનકમાં આ જીવ ઘણે ભાગે ગયા છે અને બધી જાતના સબંધ કર્યાં છે. તેવા સંસારને ખરાખર વિચારવે, ચિંતવવા એ આ સંસારભાવનાનું કામ છે. અથવા દીકરા દુશ્મન થાય તે તે ઘણીવાર આ ભવમાં પશુ અને છે. કાટ—ન્યાયાસનમાં આવતા સગા ભાઈઓના કેસે વિચારીએ છીએ ત્યારે આ ભવમાં પણ ભાઈને દુશ્મન થતાં અને અયાગ્ય શબ્દો વાપરતાં જોઈએ છીએ, સાંભળીએ છીએ. પરભવમાં ભાઇઓને દુશ્મન થતાં જ્ઞાનદૃષ્ટિએ જ્ઞાનીએ જોયા છે. એટલે આજના ભાઈભાંડું હાય તે જ પરભવે દુશ્મન થઇને બેસે એવા આ સંસાર વિચારણા માગે છે. અથવા આપણા ભાઈ જેવા સગા હાય તે આ ભવે કે પરભવે આપણા દુશ્મન થઈ જાય છે. આ સર્વ વાત સંસારભાવનામાં વિચારવા ચેાગ્ય છે, પણ અતિશયાક્તિ કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org