________________
૩ર
પ્રશમરતિ વિવેચન સહિત હાડકાં અને ચરબી એ જરા પણ ન ગમે તેવી વસ્તુની વચ્ચે આ શરીર રહી અપવિત્ર ઓછું હોય તે પૂરેપૂરું અપવિત્ર બને છે. એની ફરતી એર ફરી વળે છે. અને એની અશુચિતામાં કાંઈ ઓછું રહ્યું હોય તે તે પૂર્ણ થાય છે. આ રીતે આ જીવની ઉત્પત્તિ અપવિત્ર છે. અને એની આસપાસ પછી પણ અપવિત્ર (અશુચિ) ચીજો હોય છે. એટલે એ અપવિત્ર છે અને વધારે થાય છે. આવા શરીરને પાળવાનું કે પિષવાનું ન જ હોય, એને વાળ ઓળવાના હોય નહિ, એને સાબુ લગાડ ઘટે નહિ અને ન ખાવા ગ્ય વસ્તુથી એનું પિષણ ન ઘટે. એ તે ધર્મનું સાધન હોવાથી એનાથી કામ લેવાય, પણ એ અપવિત્ર છે એ વાત નિરંતર યાદ રહે, વિચારમાં લેવાય.
સ્થાને સ્થાને–આ શરીર મૂળથી અપવિત્ર છે અને એ અપવિત્ર વસ્તુઓની વચ્ચે બંધાયેલું અને ઉછરેલું છે. એનું શિર કે કપાળ કે એને કઈ પણ અવયવ આ અશુચિમય પદાર્થોથી ભરેલે છે. શરીરને પ્રત્યેક વિભાગ માત્ર અશુચિમય છે, માત્ર ચામડીએ મઢેલ છે તેથી સારો દેખાય છે. બાકી એની ચામડી કાઢી લેવામાં આવે કે અંદરને ભાગ બહાર પાડવામાં આવે, ઉથલાવવામાં આવે તે એની સામે થુંકવું પણ ગમે નહિ એવું એ અશુચિમય છે. પુરુષનાં નવ દ્વારે તે નિરંતર ચાલ્યા જ કરે છે અને સ્ત્રીઓનાં બાર દ્વાર ખુલ્લાં છે, એમાં ચાહવા ગ્ય કે ગમે તેવી કોઈ પણ ચીજ નથી. એના હાથપગ, માથું કે મોટું, એનાં હાડકાં કે માંસ કે કોઈ પણ અવયવ ગમે તેવું નથી.
સામર્થ્ય–આ શરીર સારી વસ્તુને ખરાબ કરે, અશુચિમય બનાવે તેવી તેનામાં શક્તિ છે. સારી કપૂર વગેરે ચીજ પણ એની પાસે મૂકી હોય તે તે તેને દુર્ગમય બનાવી દે એવી એનામાં શક્તિ છે. એ શરીરને એવી શક્તિ કુદરતી મળેલી છે કે સારી વસ્તુને એ ખરાબ કરે. આવા અશુચિથી ઉત્પન્ન થયેલા અને વધેલા તથા વસ્તુને ખરાબ કરવાની શક્તિવાળા શરીરમાં અપવિત્ર ચીજો ભરેલી જ છે.
દેહને અશુચિભાવ–આ શરીરને અપવિત્ર ભાવ વારંવાર વિચાર અને શરીરની ઉત્પત્તિ, તેને ઉછેર અને વસ્તુ ખરાબ કરવાની તેની શક્તિ વિચારતાં આ શરીર માત્ર ધર્મસાધન હોવાથી તેનાથી કામ લેવું, પણ સાથે વિચારવું કે એ અપવિત્ર છે અને અપવિત્રતાથી ભરેલું છે અને સારી વસ્તુને પણ ખરાબ કરનાર છે. પિતે અપવિત્ર હોઈ એ એના સંબંધમાં આવનારી વસ્તુઓ ગમે તેવી સારી હોય તેને પણ પિતાની જેમ અપવિત્રઅશુચિ કરનાર છે. શરીરના સંબંધમાં ચંદન જેવી નિર્મળ વસ્તુ આવે તે તે પણ ગંધાતી, દુર્ગધ મારતી થઈ જાય છે અને સારાં ફળફળાદિ પણ વિષ્ટામય થઈ જાય છે. એ ખરાબ છે અને બીજાને ખરાબ કરનાર થઈ પડે છે. એટલે એને બરાબર ઓળખી એની પાસેથી કામ કાઢી લેવા જેવું છે, પણ એ કેવું અપવિત્ર છે તે આ વખત નજર સન્મુખ રાખવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org