________________
ભાવના
૩૮૯ આપવાથી – પિતાને સ્વાર્થ સાધનાર મળે છે. હે સંગી! એટલે વૈરાગી અથવા મેક્ષાભિલાષવાળા આત્મા ! તું તેમાં, તે કુટુંબ પરિવારમાં અથવા આ સંસારમાં મૂંઝા નહિ, પણ બુઝ અર્થાત્ સમજ પામ, સમજ, શું સમજ? આ વાત સમજ કે “આ સંસારમાં તારું કઈ નથી અને તું કેઈને નથી. આ વાત નિરધાર છે, નક્કી છે, સંદેહવાળી નથી.”. (૧-૨)
ત્યારે આ સ્વજન પરિવાર કેવી રીતે મળે છે? તેની ઉપર દષ્ટાંત આપે છે કે પંથને મસ્તકે અર્થાત્ પંથે કરતાં રાત્રિવાસે રહેવાને ઠેકાણે જુદાં જુદાં સ્થળોએથી આવેલા પથીઓ એકઠા થાય છે, તેમાં સ્નેહ કોની સાથે કરીએ? તેનું કારણ કહે છે કે, પંથીઓ રાત્રિવાસે રહે છે અને સવાર થાય એટલે પિતાને માર્ગે ચાલ્યા જાય છે, એટલે પછી સ્નેહને નિર્વાહ, તેનું ટકવું શી રીતે થાય? ન થાય. એ જ પ્રમાણે આ સ્વજનપરિવાર સ્ત્રીપુત્રાદિક પણ જુદી જુદી ગતિમાંથી આવીને એકઠાં થયાં છે. તે પાછાં પિતપિતાનું આયુષ્ય પૂર્ણ થયે પાછાં ચાલ્યા જવાનાં છે, તેમાં તેની સાથે સ્નેહ કરીએ ? કોઈની સાથે સ્નેહ કરે એગ્ય નથી, કેમ કે તે સ્નેહને નિર્વાહ થઈ શકે એમ નથી. એ તાત્પર્યાર્થ સમજે.” (૩)
બીજુ દષ્ટાંત આપે છે કે જેમ કેઈ તીથે મેળ મળે ત્યારે તેમાં અનેક વેપારીઓ વેપાર કરવા પિતાને માલ વેચવા અને બીજે માલ ખરીદ કરવા આવે છે, તેમાં પરિણામે કોઈ ફાયદો મેળવીને પિતાનાં ઘરે પાછા જાય છે અને કેઈ ત્રો મેળવીને જાય છે. તેમ આ મનુષ્યભવમાં સર્વ જીવ પૂર્વકર્માનુસાર સુખદુઃખ ભોગવવા આવ્યા છીએ, તેને પરિણામે કોઈ જીવ સત્કાર્ય કરી પુણ્યને સંચય કરે છે, તે ફાયદો મેળવીને પરભવમાં દેવાદિ ગતિમાં જાય છે અને કેઈ જીવ દુષ્કર્મ કરીને પાપને સંચય કરે છે, તે ત્રાટો મેળવીને, નુકસાન મેળવીને, નરકતિર્યંચાદિ દુર્ગતિમાં જાય છે.” (૪)
“આ સંસારમાં જીવે જ્યાં સુધી પિતાનું કાર્ય સરે છે ત્યાં સુધી સ્નેહ બતાવે છે, પરંતુ જ્યારે સ્વાર્થ સર બંધ થાય છે ત્યારે સૂરિકાન્તાની જેમ સ્નેહમાંથી છટકે છે અને છેહ દેખાડે છે. તેનું દષ્ટાંત ટૂંકામાં આ પ્રમાણે છે–પરદેશી નામના રાજાને સૂરિકાન્તા નામની રાણી હતી. રાજા પ્રથમ મિથ્યાષ્ટિ હતું એટલે રાણી ઉપર તેને ઘણો રાગ હતું. રાજા પિતે વિષયાસક્ત હતા. તેના પ્રધાન મિત્ર સારથિની પ્રેરણાથી કેશી ગણધર (પાર્શ્વનાથના અનુયાયી આચાર્ય) પાસે જવું થયું અને તેમની સાથે પ્રશ્નોત્તર કરતાં પરિણામે બંધ થયે, એટલે સમકિત પામે; તેથી રાણી પ્રત્યેની રાગદશા ઘટી ગઈ અને વિષયાસકતપણું નાશ પામ્યું. રાણની કામવાસના પૂર્ણ ન થવાથી તે અન્ય પુરૂષ સાથે લંપટ થઈ. તે વાતની રાજાને ખબર પડતાં તે કોઈને કહેશે અથવા હેરાન કરશે એમ જાણી રાણીએ તેને ઝેર દીધું અને તેને ઉપચાર થ શરૂ થતાં રખે એ જીવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org