SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ આના ભાવાર્થ વિચારીએ. હે જીવ! તું એકાકી છે. એકલા આવ્યા અને એકલા જ જવાના છે. મરીશ ત્યારે સાથે કઈ આવવાનું નથી. સ્ત્રી, પુત્ર, સ્વજના, ઘરખાર, ધનદોલત સઘળું અહીં મૂકી તારે એકલા જ જવાનું છે. માટે રાગ ન કરો. સમતા કેળવેા. (૧) સ્વ અને પરના વિવેક કરો. પેાતાના આત્મા સિવાય બાકી બધું પર છે. સ્વજને પણ સ્વાથી છે. પોતાનાં કર્મનાં ફળરૂપ સુખ કે દુઃખ પોતે જ ભાગવવાનાં છે. પોતાનું દુ:ખ ખીજા લઈ શકતાં નથી. (૨) તમારી પાસે ધન હાય અને તમે ધન વડે'ચતા હૈ। તા તે લેવા ઘણા તમને વીંટળાઈ વળે છે. તમારી વાહ વાહ કરે છે. તમને સારું લગાડવા અનેક પ્રયત્ના કરે છે. પરંતુ તમારી પાસેથી લક્ષ્મી ચાલી જાય, તમે વિપત્તિમાં આવી પડા ત્યારે સૌ તમને છેડી જાય છે, જેમ દવ લાગતાં ૫'ખીએ પેાતાના આશ્રયરૂપ વૃક્ષાને ઊડી જાય છે તેમ. (૩) છ ખંડ, નવ નિધિ અને ચૌદ રત્નાના ધણી અને ચાસઠ હજાર સ્ત્રીઓના નાથ પણ તે અધું છોડી એકલા મૃત્યુ વેળાએ ચાલી નીકળે છે, જેમ હારેલા જુગારી એકલે —કોઈ સાથી વિના——ચાલી નીકળે છે તેમ. (૪) ત્રણે ભુવનને કટક સમાન” અર્થાત્ ‘ત્રણે ભુવનામાં સૌથી અળિયા' એવું બિરુદ પામેલા પેાતાના બળનું અભિમાન કરતા છેવટે તે એકેય તાંતણા વિનાના નાગે થઈ દુનિયા છેાડી જાય છે, જેમ રાવણુ દુનિયા છે।ડી ગયા હતા તેમ. (૫) તું મરી જઈશ ત્યારે તારી સ્રી તેા ઘેર જ રહેશે, લાકો સ્મશાન સુધી આવશે અને તારી કાયા ચિતા સુધી જ આવશે, પછી આખરે તે તારે એકલાએ જ પરલેક જવાનું છે. સ્ત્રી, સ્વજના અને તારી કાયા પણ તારી સાથે આવવાનાં નથી. (૬) ભાવના છેલ્લે કર્તો નમિરાજાનું દૃષ્ટાંત આપે છે. નમિરાજાને ઉગ્ર દાહજ્વર થયેલા. તેમને પાંચસા સ્ત્રીઓ હતી. તે બધી તેમના માટે ચંદનના લેપ તૈયાર કરતી હતી. પાંચસે શ્રી સુખડ ધસતી હતી ત્યારે તેમના હાથે પહેરેલાં કકણાના મેટો અવાજ થતા હતા. આ અવાજ બિમાર નમિરાજા સહન ન કરી શકયા. તેમણે અવાજ બંધ કરવા કહ્યુ, શ્રી ચતુર હતી. તેમણે વધારાના કાંકણુ ઉતારી માત્ર એક સૌભાગ્યય'કણુ જ રાખ્યું. તેથી ચ'દનને તે ઘસતી હોવા છતાં અવાજ થતા ન હતા. અવાજ બંધ થવાથી રાજાએ વૈદ્યને પૂછ્યુ` કે શું સ્ત્રીઓએ ચંદન ઘસવું બંધ કરી દીધું ? વૈદ્યરાજે કહ્યું, ‘ના મહારાજ, તે ઘસે છે, પણ તેમણે કંકણા સર્વાં કાઢી દૂર મૂકયાં છે. માત્ર એક સૌભાગ્યસૂચક કકણુ જ દરેકે રાખ્યું છે. તેથી અવાજ થતો નથી.' મિરાજાને થયું, ‘અહા! ત્યારે અનેકના કારણે જ કલહ છે, ઘાંઘાટ છે, ખટપટ છે. એકમાં જ ખરી શાંતિ છે. મજા, આન તો એકમાં જ છે.' તેમને એકત્વના સાક્ષાત્કાર થયા. એ પ્રત્યેકબુદ્ધ થયા અને ‘રાજર્ષિ’ કહેવાયા. (૭) ૫. ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy