________________
ભાવના
- ૩૮૩ નથી. માટે, સર્વકાળ ચાલે તેવું આત્માને લાભકારી થાય તેવું હિત પિતે જ જાતે સાધી લેવું જોઈએ. આ એકત્વભાવના છે અને ત્રીજી ભાવના છે. આપણે અહીં તેને ભાવ વિચારીએ. પ્રથમ ગ્રંથકર્તા(શ્રી ઉમાસ્વાતિવાચકોને સમજવા પ્રયત્ન કરીએ.
જન્મ–આ જીવ જન્મે છે એક્લે, તે વખતે કોઈ સંગાસંબંધી તેની સાથે હતું નથી, આવતું નથી. તે વખતે તે નવ માસ ને લગભગ દશ દિવસ સુધી માતાના ઉદરમાં એકલે હોય છે અને ચારે બાજુએથી ભીંસાય છે અને જન્મતી વખતે તેની સાથે કઈ આવતું નથી, આ જીવનમાં તે એકલે જ આવે છે.
મરણ આ જીવ જ્યારે પરભવમાં જાય છે ત્યારે એકલે જ મરી જાય છે. તેની સાથે કઈ જતું નથી. આગળ અનાથી મુનિની કથા આપણે વિચારી. દુઃખને કઈ વહેંચી લેતું નથી અને મરવા વખતે કઈ સેડમાં સૂતું નથી. આ જીવ એકલે આવેલ છે અને એકલે જાય છે. અસલ કઈ સતી હતી, પણ તે તે જ ગતિમાં જાય એવું કાંઈ ચોક્કસ નથી. જીવ તો એકલે આવ્યું છે અને એક જવાને છે. એનાં જન્મમરણ એકલાં જ થાય છે.
ગતિ–આ પ્રાણી સારી કે ખરાબ ગતિમાં પિતાનાં કર્મોનાં ફળ ભેગવવા એકલો જ જાય છે. સગાંઓ બે આંસુ પાડે છે, પણ પિતાનાં કર્મનું ફળ ભેગવવા જીવને સારી કે ખરાબ ગતિમાં એકલાં જ જવું પડે છે. ત્યાં તેને કેઈ સંગતસેબત કરાવતું નથી અને જેમ પિતાનાં શરીરને શસ્ત્ર વાગે, છરી કે કોઈ વસ્તુ વાગી બેસે તેનું ફળ તે એકલા જીવને પિતાને જ ભેગવવું પડે છે, એ પીડા કોઈ અન્ય સહતું નથી, તેમ સારી માઠી ગતિમાં આ જીવ એકલે જ જાય છે અને ત્યાં એકલો જ સારા કે ખરાબ કર્મોનાં ફળ તે ભોગવે છે. તેમાં પત્ની, દીકરી કે દીકરા, સગાં કે સંબંધી કેઈ ભાગ પડાવતું નથી. પિતાની કમાઈમાં ભાગ પડાવનાર પણ અહીં રહી જાય છે અને કરેલાં કર્મ તે કરનારને એકલાં જ ભોગવવા પડે છે.
શુભ સામાન્ય રીતે દેવતા અને મનુષ્યની ગતિ સારી શુભ ગણાય છે. તે ગતિમાં પરભવને અંગે એકલાં જ જવું પડે છે. અને ભાગીદાર કે પત્ની કે કોઈ પણ સાથ આપતા નથી, સાથ આપશે એમ માનવું એ વસ્તુસ્થિતિથી ઊલટું છે. આપણે દરરોજ અનેક પ્રાણીને પરભવ જતાં જોઈએ છીએ. કઈ ગતિમાં એ પ્રાણું ગમે તે આપણે જાણતા નથી. પણ એ એકલે ગયે અને વહાલામાં વહાલી એની પત્ની પણ સાથે જતી નથી અને ભાગ પડાવનાર ભાઈ પણ જતું નથી. આ શુભગતિમાં પ્રાણ પિતાનાં કરેલાં કર્મોનાં ફળ ભેગવવા એકલે જ જાય છે.
અશુભ-નરકગતિ ખરાબ-અશુભ ગતિ ગણાય છે. પાપી છે ત્યાં કર્મનું ફળ ભેગવવાં એકલાં જ જાય છે અને સગે ભાઈ પણ ત્યાં આવતું નથી. પ્રાણ કરેલ કર્મો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org