SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના , ધર્મસંબંધી તત્વને વિચાર કરો તે અગિયારમી ધર્મભાવના અને જિનેશ્વર મહારાજે બતાવેલે ધર્મ મળવો-તેની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે તે વિચારવું એ બારમી અને છેલ્લી બધિદુર્લભત્વ ભાવના (૧૧૦). - વિવેચન આ ગાથામાં નવમીથી બારમી સુધીની ભાવનાનાં નામ આપ્યાં છે. એ ચારનું સ્વરૂપ પણ આગળ આવવાનું છે. તેથી તેમનાં નામ માત્ર આપણે આ ગાથાથી જાણી લઈએ. તે આ પ્રમાણે છે. (૯) નિર્જરાભાવના. અગાઉના લાગેલાં કર્મો દૂર થવાના માર્ગો પર વિચારણા. (૧૦) આ ચૌદ રાજલેક કેવા આકારને અને કેવું છે તે લેકસ્વરૂપ ચિંતન (૧૧) ધર્મ કે હોય, કેને કહે તે સંબંધી વિચારણા કરવી તે અગિયારમી ધર્મ ભાવના. અને (૧૨) તેમાં શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પ્રાપ્તિ અત્યંત મુશ્કેલ છે તે વિચારવું તે બારમી અને છેલ્લી બોધિદુર્લભત્વ ભાવના. આ બારે ભાવનાનું સ્વરૂપ આપણે વિસ્તારથી તદ્યોગ્ય સ્થાને વિચારશું. (૧૫૦). અનિત્ય ભાવનાનું વિસ્તારથી સ્વરૂપ इष्टजनसंप्रयोगद्धिविषयसुखसंपदस्तथाऽऽरोग्यम् । देहश्च यौवनं जीवितं च सर्वाण्यनित्यानि ॥१५१॥ અર્થ–વહાલાઓનાં સંબંધ, સંપત્તિ, વિષયસુખ, દ્ધિ, પરિવાર તથા શરીર, જુવાની અને ટૂંકમાં આખું જીવતર – સર્વ અનિત્ય છે, અસ્થાયી છે. (૧૫૧) વિવેચન—આ પ્રથમ અનિત્યભાવના પર હવે વિવેચન કરવાનું છે. તે આપણે વિસ્તારથી વિચારીએ. શાંતસુધારસ ગ્રંથમાં શ્રીમાન વિનયવિજયજીએ આ અનિત્ય ભાવના પર વિવેચન કર્યું છે અને તે ગ્રંથે પરને મારો વિરતાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ (ભાવનગર) છપાવેલ છે, તેને ધ્યાનમાં લઈને આ નીચેનું વિવેચન કરવામાં આવ્યું છે. આપણી આસપાસની સર્વ વસ્તુઓ અને ખુદ આપણું જુવાની કે આપણું શરીર એ પણ અનિત્ય છે, આજે નહિ તે ઈપણ કાળે નાશ પામવાનાં છે, હંમેશા ટકી રહેવાના નથી. ઇષ્ટજનસંપ્રયોગ–વહાલા માણસે સાથે સંબંધ, તેઓની સેબત. આમાં ઈષ્ટ વસ્તુનું મળવું તે પણ સમજી લેવું. એ અનિત્ય છે. કાં તે સંગ કરનાર ચાલ્યો જાય, કાં તે વસ્તુ ભાંગી તૂટી ફૂટી જાય, કાં તે આપણે તેમને તે જ સ્થિતિમાં મૂકીને ચાલ્યા જઈએ; પણ સંગ આખરે તે તૂટે જ છે, નિયોગ થાય છે જ, સંગસંબંધ દીર્ધકાળઅનંતકાળ ચાલતું નથી. સંગની સાથે થોડા કાળમાં કે લાંબે અંતરે વિયોગ જરૂર થાય જ છે. એ ઈષ્ટ માણસ સાથે સંબંધ હોય કે ઈષ્ટ વસ્તુ સાથે સંબંધ હોય પણ આખરે તેનાથી જુદા પડવાનું થાય છે અથવા તે માણસ કે વસ્તુ નાશ પામે છે. સંગ લાંબે કાળ રહેતું નથી, ટકી શકતું નથી. અનંતકાળ સુધીને સંબંધ તે એક મેક્ષ સાથે જ થઈ શકે. આ વિચાર કરે તે પ્રથમ અનિત્યભાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy