________________
ભાવનો
૩૭૧
આ
બનતી મદદ કરે અને ગુણની પરીક્ષા થાય ત્યારે પિતે મનમાં હસ લાવે અને સાચાની સાચી કિંમત થાય તેમાં આનંદ પામે, તેની પ્રશંસા કરે તે બીજી પ્રમોદ ભાવના. ' - બીજા પ્રાણીને દુઃખી થતે દેખી પિતે તેના દુઃખને સહી ન શકે, તે પ્રાણી કર્મવશ છે એમ વિચારી તે પ્રાણી તરફ જરા પણ ઘણા ન કરે પણ તેને થતા દુઃખને અને તેની દયા કરે, પિતે પણ તેના દુઃખે દુઃખી થાય એ ત્રીજી કરુણા ભાવના.
અને જ્યારે પિતાને ઉપાય ન ચાલે અને પ્રાણી ખરાબ રસ્તે જવામાં મોજ માને અને સમજાવટને ઊંધે અર્થ કરે અને સમજાવે તે શિક્ષા સામાને ગળે ન ઊતરે ત્યારે હવે બીજો ઉપાય ન હોવાથી તેને તેના કર્મ પર છોડી દે અને પિતે તટસ્થભાવ ધારણ કરે, તે ચેથી માધ્યગ્ય ભાવના.
આવી રીતે “શાંતસુધારસ” ગ્રંથમાં પંડિત વિનયવિજયજીએ ચાર ભાવના કહી છે. ઉપરાંત ત્યાં સંસારસ્વરૂપને અંગે બાર ભાવના કહી છે. તે બાર અથવા સોળ ભાવના ખૂબ વિચારવી, ચર્ચવી અને તેમને વારંવાર અભ્યાસ કરવો. આ સફળ અભ્યાસથી પ્રાણના રાગદ્વેષ અંતે ઓછા થાય અને તેથી રાગદ્વેષ ઉપર કાબૂ આવે અને અંતે મનુષ્યભવ સફળ થાય અને પ્રાણી જ્યાં જન્મ નથી એવું મેક્ષસ્થાન પ્રાપ્ત કરે તે આ આખા ગ્રંથને ઉઘાડે ઉદ્દેશ છે. તે પાર પડે એ માટે સંસારસ્વરૂપને બાર ભાવનાથી બરાબર સમજવું, વિચારવું અને તેને પરિણામે જીવન ધ્યેય મુકરર થઈ શકે તે કરવું.
આ બાર ભાવના ગ્રંથકારે પિતે ચચી છે અને શાંતસુધારસ ગ્રંથની વિચારણામાં આવી ગઈ છે, એટલે અત્ર તે ગ્રંથને હવાલે આપવામાં આવે છે. આ સર્વને ઉદ્દેશ સંસારમાં રખડાવનાર રાગદ્વેષને ઓછા કરવાને છે અને વસ્તુસ્વરૂપનું યથાસ્થિત જાણપણું કરાવવાને છે. એ સમજી જીવન ધ્યેય મુકરર કરતી વખતે આ ભાવનાને બરાબર હદયમાં સ્થાન આપવું અને જ્યારે કુરસદ મળે ત્યારે તેનું ચિંતન કરવું. આ સંસારને ઓળખ્યા વગર તેને છોડવો ન ગમે માટે આપણા સંબંધે, આપણા કર્મબંધને અને આપણું શરીર કેવું છે અને તે કઈ રીતે, કયા માર્ગે, કેવાં કેવા કર્મો રહે છે, એ ગરનાળાને બંધ કરી વાના કયા કયા ઉપાય છે અને આત્મા સાથે લાગેલાં કર્મો કેમ દૂર કરી શકાય અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેટલી મુશ્કેલ છે અને આખા સંસારનું સ્વરૂપ કેવા આકારનું છે અને બેધિની પ્રાપ્તિ કેટલી મુશ્કેલ છે, તે સમજી વારંવાર વિચારવું અને વિચારીને પછી જીવનધ્યેય મુકરર કરવું. કાર્યની આગળ વિચારની સ્થિતિ સર્વ પ્રાણીઓના સંબંધમાં આવે છે. આ બારે ભાવના વિચારમાં નાખી દે તેવી છે અને પ્રયત્નપૂર્વક ખૂબ વિચારણા માગે છે. તે સમજી પછી શુદ્ધ વિચારણને પરિણામે જીવનધ્યેય મુકરર કરવું. આ વિચારણા વગર માણસ પશુ જે બની જાય છે, અથવા પશુમાં અને તે માણસમાં આ વિચારણાને જ ખરેખર ભેદ છે તેમ જાણી ભાવનાને ખૂબ મહત્વનું સ્થાન આપી તેના પરિણામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org