________________
૩૬.
પ્રશમરતિ વિવેચન સહિત સાધનભૂત સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરે અથવા તેમાં મદદ કરે તે સર્વ વસ્તુ કપ્ય છે. આ જ્ઞાનનાં સાધને કે પુસ્તક, ન્યુઝપેપર કે કથાવાર્તાનું નવલ, એ સર્વ જ્ઞાનને મદદ કરે તે તે કપ્ય છે. એટલે જેનાથી કર્મબંધ એ છે થાય અને સાધ્યપ્રાપ્તિમાં જે ઉપયોગી થાય તે સર્વ કપ્ય છે. આ ધારણ રાખવું.
શીલ–એટલે character – આ શીલમાં ચરણસિત્તરી, કરણસિત્તરી તથા સંયમના સત્તર ભેદને સમાવેશ થાય છે. એ શીલગુણને જે વસ્તુ પિષે, વધારે, ગતિમાન કરે તેવી હોય તે સર્વ વસ્તુ કપ્ય છે, ખપે તેવી છે.
તપ-જ્ઞાન અને શીલ સાથે તપને પણ લેવામાં આવેલ છે. છ બાહ્ય અને છ આંતર તપ છે. એ બાર પ્રકારના તપમાંથી ગમે તે પ્રકારને બહલાવે, તેના પર ઉપગ્રહ કરે તે સર્વ ક૯ય છે. એટલે જ્ઞાનને કે શીલને કે તપને મદદગાર થઈ પડે કે તેને બહલાવે તે સર્વ ક૯ય છે એવી સામાન્ય વ્યાખ્યા સમજવી, કારણ કે વસ્તુ આપણે (સાધક) વસ્તુની ખાતર નથી લેતા પણ સાધ્યપ્રાપ્તિ તરફ લઈ જનાર હોઈ તેને લઈએ છીએ. એટલે જે કઈ વસ્તુ જ્ઞાન, શીલ કે તપને મદદગાર થઈ પડે કે તેને બહલાવે તે સર્વ ક૯ય છે. | દોષાણુ–દોષને અટકાવે, નિવારણ કરે તેવી વસ્તુ. એટલે જ્ઞાન કે શીલ કે તપને કે ત્રણેને મદદ કરનાર જે વસ્તુ નીવડે તે કહે છે અને બીજી સર્વ અક... છે. દેષને અટકાવનાર અમુક વસ્તુ છે કે નહિ તે પણ ખૂબ વિચારવું, કારણ કે તે દોષને અટકાવનાર હોય છે જે આપણે માગે છે તેને અંતે એ મદદગાર થઈ પડે છે. શરીરને નુકસાન કરનાર, પિત્ત અથવા કફ વધારનાર કોઈ પણ વસ્તુ તે દોષને અટકાવનાર ન હોવાથી અક૯ય છે એમ સમજવું. એટલે સાધકે દૂધ, છાશ વગેરે કામને વધારનાર હોવાથી અને કામને નિગ્રહ કરનાર ન હોવાથી તે પૌષ્ટિક હોય તે પણ ન લેવાં. એવી રીતે વસ્ત્ર, પાત્ર, દોરા વગેરે સાધકના ઉપયોગમાં આવતી સર્વ વસ્તુ માટે સમજી લેવું. જ પોતાની જાતને સાધકે સવાલ કરે કે આ વસ્તુ જ્ઞાન, શીલ કે તપને વધારનાર છે કે નહિ અને દોષનું નિવારણ કરનાર છે કે નહિ. જે જ્ઞાનાદિ ત્રણે કે ત્રણમાંના એકને પણ વધારનાર હોય તે તે વસ્તુ કપ્ય છે, ખપે તેવી છે અને તેટલા માટે સ્વીકાર્ય છે. આ ધોરણે કામ લેવાથી બધી વખત ઉપયોગી છેરણ પૂરું પડશે અને કોઈ પ્રકારની ગૂંચવણ વસ્તુનિર્ણયને અંગે નહિ રહે. | કઈ વસ્તુને માટે કપ્ય અકથ્યની વિગત જે જાણતું ન હોય, ગેરીના બેતાલીસ દોષ જેને આવડતા ન હોય, તે સીધે સાદો માણસ પણ આ સાદા ધોરણે વસ્તુ આપે તેવી છે કે ન ખપે તેવી તેને નિર્ણય લઈ શકે
Jain Education International
For Private & Personal: Use Only
www.jainelibrary.org