________________
૩૪૬
પ્રશમરતિ વિવેચન સહિત માત્રા-પિતાની ભેજનની માત્રાને આ ત્રીજે નિયમ છે. કોઈને બે રૂપિયાભાર ખેરાક પણ મુશ્કેલીથી પચે છે, કેઈને પિણે શેર તે ઘઉંને લેટ જોઈએ. પિતાને જેટલા માપનું ભેજન પચતું હોય, તેટલું જ લેવું. આ માત્રા (Quantity)માં વ્યક્તિગત ફેરફાર હોય છે. તેથી પિતાની માત્રા જેઈ આહાર લે. આ ત્રીજે ઘણે ઉપયોગી અને વ્યવહારુ નિયમ છે. અતિ માત્રામાં આહાર ન થઈ જાય એ માટે ખાસ ચીવટ રાખવી. - સાભ્ય–સાધકે વિચારવાને એ નિયમ એ છે કે વ્યક્તિગત અમુક આહાર પિતાને પચે છે કે નહિ તે વિચારી જવું. આમાં કોઈ બે શેર દૂધપાક લઈ શકે અને કોઈને પાશેર પણ ભારે પડે. વ્યક્તિગત જઠરાગ્નિ જુદા જુદા પ્રકારની હોય છે. પિતાને કઈ ચીજ માફક છે તે વિચારવાને આ થે નિયમ છે.
દ્રવ્યગુરલાઘવ–ભેજનને પાંચમો નિયમ એ છે કે ભેંસનું દૂધ ભારે પડે અને ગાયનું દૂધ હળવું છે, એમ પ્રત્યેક વસ્તુ ભારે હળવી છે, તેનું સહજ જ્ઞાન મેળવી લેવું, અને પિતાના શરીરને ભાર કરે તેવી વસ્તુ ન ખાવી, હળવી પડે તેવી જે વસ્તુ હોય તે લેવી. આ પ્રમાણે હળવા ભારેના અને પિતાની પ્રકૃતિની ખાસિયતના અભ્યાસથી સૂચિત આહાર લઈએ તો દવા લેવાની જરૂર જ નહિ પડે.
સ્વબલ–વસ્તુ તે સારી હોય, પણ પિતે તેને પચાવવાનું બળ ધરાવે છે કે નહિ કે પિતાને તે વસ્તુ માફક છે કે નહિ, તે પિતાના બળને વિચાર કર. કેટલાકને શીર જેવી નિર્દોષ વસ્તુ પચાવવાનું પણ બળ હોતું નથી, તો તેમણે એવી વસ્તુ ન વાપરવી. વસ્તુ નિર્દોષ હાય, ઉપરાંત તેને પચાવવાનું પિતાનું બળ હોય એ ઘણી અગત્યની બાબત છે. આ છઠ્ઠી બાબત વિચારીને જ ખોરાક લેવો. પચે તેવું લેવું, ન પચે તેવું સોનાનું હોય કે સતું હોય તો પણ સાધક માટે તે નકામું છે. ન પચે એવી અથવા પિતામાં જેને પચાવવાનું બળ ન હોય તેવી વસ્તુ ન લેવી. - આ છ નિયમને ધ્યાનમાં રાખી જે ભોજન કરે છે તેને કદી દવાની જરૂર જ પડતી નથી. કે.
દવા અને સાધકને સંબંધ કેવો હોવો જોઈએ તે અત્ર બતાવ્યું છે અને જે આ છ નિયમો ધ્યાનમાં રાખી આહાર કરે છે તેને દવાની જરૂર પડતી નથી. કોઈ શોખથી દવા લેતું નથી, કે સ્વાદ ખાતર દવા લેતું નથી. દવાની જરૂર જ ન પડે તેવું કરવા માટે આ છ નિયમ સૂચવ્યા છે. દવા લેવાને પ્રતિબંધ નથી પણ તે લેવાની જરૂર જ ન પડે તેટલા માટે આ જરૂરી નિયમો બતાવ્યા છે. (૧૩૭) પિંડ ચા લેવા છતાં નિપરિગ્રહતા
पिण्डः शय्या वस्तषणादि पात्रेषणादि यच्चान्यत् । कल्प्याकल्प्यं. सद्धर्मदेहरक्षानिमित्तोक्तम् ॥१३८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org